ગાલાતીયા વીસ્તારોઅ ખ્રીસ્તી મોંડોળહોંન પાવુલોઅ કાગોલ
સાલામોઅ ગોઠ
1
1-2 ગાલાતીયા વીસ્તારોઅ ખ્રીસ્તી મોંડોળહોંઅ લોકહોં, આય કાગોલ લેખનારુ માંય પાવુલ તુમહાંન સાલામ આપોંહ. માંય કોય બી માંહાંઅ તોરફયુ કા, કોય બી માંહાંઅ મારફોતો ખાસ ખોબરી નાંહ બોંણ્યુ. પોન માંય ઈસુ ખ્રીસ્તોઅ મારફોતો, ઓનો તીયાન મોઅનામ રેખ જીવતુ કોઅનારો પોરમીહેર બાહકાઅ મારફોતો ખાસ ખોબરી બોંણ્યુહ. માંઅરી આંહીં સેવા કોઅનારા બાદા પાવોહ બી તુમહાંન સાલામ આપતાહ.
3 પોરમીહેર આપોઅ બાહકુ ઓનો માલીખ ઈસુ ખ્રીસ્ત તુમાંપોઅ મેરબાની કોએ ઓનો તુમહાંન સુખ-સાંતી આપે.
4 આમુરોઅ આય દુન્યાઅ ખારાબ રીવાજહોંમ રેખ આપહોંન સોળાવાઅન ખાતોર, ખ્રીસ્તો પોતાન આપોઅ પાપહોંઅ લીદો ભોગો તોરીકો આપી દેદુ. 5 તીયો પોરમીહેર બાહકાન, માંહેંઅ કાયોમ મોડાય આપતે રેય, આમેન.
એકુજ હારી ગોઠ
6 માંન ભારી નોવાય લાગેહ કા, જીયો પોરમીહેરો તુમહાંન ખ્રીસ્તોઅ મેરબાન્યો કોઈન તારોણ મેલવાઅન ખાતોર હાદયેહ, તીયાન ઓત્તે હોવારે સોળીન, બીજી ગોઠ કા જીયોન થોળેક માંહેંઅ “હારી ગોઠ” આખતેહ તીયોન માની નેઆંન તુમું તીયાર વેયેહ. 7 હોકીકોતોમ તા, બીજી હારી ગોઠ આહાયજ નાંહ. પોન માંય ઈંહીંઅ લીદો એવ આખોંહ, થોળેક માંહેંઅ તુમહાંન ગુચવોણોમ ટાકીન ખ્રીસ્તોઅ બાબોતોઅ હાર્યો ગોઠીન બોદલી ટાકાઅન મોથતેહ. 8 પોન જે હારી ગોઠ માંયોં તુમહાંન જાહેર કોઅયીહ, તીયો કોઅતા જુદી હારી ગોઠ માંય પોતો કા, હોરગોઅ દુત બી તુમહાંન જાહેર કોએ તા, તીયાન હારાપ લાગે. 9 જેવ માંયોં પેલ્લાઅ તુમહાંન આખનો તેવ, આમુ ફાચુ બી આખોંહ, જે હારી ગોઠ તુમહાં માની નેદીહ, તીયો કોઅતા જુદયો જાતીઅ હારી ગોઠ જોબી તુમહાંન જાહેર કોએ તીયાન હારાપ લાગે.
10 એવ આખીન માંય આમુ માંહાંહાંઅ સાબાસી મેલવાઅન માગોંહ એવ તુમહાંન લાગેહ કા? ખોરેખોર માંય એવ કોઆંન નાંહ માગતુ. માંય પોરમીહેરોઅજ સાબાસી મેલવાઅન માગોંહ. માંય માંહાંહાંન રાજી રાખાઅન મોથોંહ કા? ખોરેખોર એંહડો કોઆંન નાંહ મોથતુ. જો માંય માંહાંહાંન રાજી રાખાઅન આજી મોથતુ વેય તા, માંય ખ્રીસ્તોઅ હાચુ સેવોક નાંહ.
પાવુલ કેકેવ ખ્રીસ્તોઅ ખોબરી બોંણ્યુ
11 માંઅ પાવોહ-બોંઅયોંહોં, માંય તુમહાંન આખોંહ, જે હારી ગોઠ માંયોં તુમહાંન જાહેર કોઅની તે માંઅહાં બોંણાવની નાંહ. 12 તે કોન્નો બી માંહાંપોઅ રેખ માંન નાંહ મીલી, કા કોય બી માંઅહાં તે માંન નાંહ હીકવી; પોન ઈસુ ખ્રીસ્તો પોતોજ તે માંન જાહેર કોઅની.
13 પેલ્લાઅ માંય યેહુદી ધોરોમ પાલત્નું તેંહડામ માંઅ વોરતોન કોંહડો આથો તીંહીંઅ બાબોતોમ તુમહાં ઉનાઅયોહ. તેંહડામ માંય પોરમીહેરોઅ મોંડોળોઅ લોકહોંન હોદ વોગોરોઅ દુખે આપત્નું ઓનો એવ કોઈન મોંડોળોઅ નાસ કોઆંન મોથત્નું. 14 માંઅ હારકયો ઉંમોરોઅ બીજો ઘોણો યેહુદી લોકહોં કોઅતા માંય યેહુદી ધોરોમ વાદારુ હારી રીતો પાલત્નું, ઓનો આમાંઅ આગલોઅ ડાયહાંઅ રીવાજહોંપોઅ ભારી લાગણી રાખીન તે બીજહાંન બી પાલાવત્નું.
15-17 પોન માંય જોલમ્યુ તીંહીંઅ પેલ્લાઅજ પોરમીહેરો પોતાઅ મેરબાન્યો કોઈન માંન પોસોંદ કોઅનું ઓનો તીયાઅ સેવા કોઆંન માંન હાદનું. ઓનો તીયાઅ પોયોરોઅ બાબોતોઅ હારી ગોઠ, યેહુદી સીવાયોઅ લોકહોંન માંય જાહેર કોઓં તીંહીંઅ ખાતોર, “ઈસુજ તીયાઅ પોયોર આહાય’ તો માંન જાહેર કોઆંન તીયા નોકકી કોઅનો તેંહડામ, આય હાર્યો ગોઠીઅ બાબોતોમ વાદારુ જાંઆંન માંયોં કોન્નો બી માંહાંઅ સાલાહ નોખી નેદી, કા માંઅ પેલ્લાઅ માલીખોઅ ખોબરી બોંણનો સેવોકહોંઅહીં બી યેરુસાલેમ નોખુ ગોયુ. પોન ઉલટો, તુરુતુજ માંય આરાબ દેસોમ ચાલ્યુ ગોયનું. ઓનો હાતીઅ દામાસ્કુ સેરોમ ફાચુ આલનું. 18 ઓનો તાંહીં તીન વોરહે રેયન હાતીઅજ, માંય પીતોરોન મીલાઅન યેરુસાલેમ ગોયનું. 19 ઓનો માલીખ ઈસુઅ પાવોહ યાકોબ, જો યેરુસાલેમ મોંડોળોઅ આગેવાન આથુ તીયા સીવાય, ઓનો પીતોરો સીવાય માલીખોઅ બીજો કોન્નો બી ખોબર્યોન માંય નોખુ મીલ્યુ.
20 (પોરમીહેરોન સાક્સી રાખીન માંય તુમહાંન ખાતરી આપોંહ કા, માંય આયો બાબોતોમ જોબી લેખોંહ તો હાચોજ આહાય. માંય ઝુટો નાંહ લેખતુ.)
21 ઓનો હાતીઅ માંય સીરીયા ઓનો કીલીકીયા વીસ્તારહોંમ ગોયનું. 22 તેંહડામ યેહુદીયા વીસ્તારોઅ ખ્રીસ્તી મોંડોળોઅ લોકહોં માંન દેખ્યુ નોખુ. 23 તીંયહાં માંઅ બાબોતોમ ઓતોહજ ઉનાઅનો , “જો આપોઅ લોકહોંન પેલ્લાઅ દુખે આપત્નું, તો પેલ્લાઅ જીયો વીસવાહોઅ નાસ કોઆંન મોથત્નું, તીયો વીસવાહોઅ ગોઠીન આમુ જાહેર કોએહ.” 24 ઓનો તીંયહાં માંઅ લીદો પોરમીહેરોઅ ગુણ ગાયા.