9
યેહુદીયા વીસ્તારો વેઅનો પોરમીહેરોઅ લોકહોંઅ માટો પોયસાહાંઅ મોદોદ
1 યેહુદીયા વીસ્તારોઅ પોરમીહેરોઅ લોકહોંઅ માટો પોયસા મોકનાઅન બાબોતોમ, માંઅ તુમહાંન ફાચો-ફાચો લેખાઅન હોકીકોતોમ કાંય જુરુલ નાંહ. 2 કાંહાંનકા, તુમું ખોરેખોર તીંયહાંઅ મોદોદ કોઆંન માગતેહ તીંહીંઅ માંન ખોબોરુજ આહાય. હોકીકોતોમ તા, તુમું આખાયા વીસ્તારો વેઅને માંહેંઅ, તે મોદોદ કોઆંન ગોયો વોરહુરેઅ તીયારી કોઈ રેયેહ એવ, માંય તુમાંઅ બાબોતોમ ઓબીમાન રાખીન આંહીં આય માકેદોનીયા વીસ્તારોઅ લોકહોંન આખ્યાજ કોઓંહ. તુમાંઅ ઉંહ દેખીન આંહીંરોઅ ઘોણો વીસવાસહ્યોંન બી તીંયહાંઅ મોદોદ કોઆંન ઉફ મીલ્યુહ. 3 તેબી, આમુ માંય આય તીનું પાવહોહોંન તુમાંઅહીં ઈંહીંઅ ખાતોર મોકનોંહ કા, પોયસા એકઠા કોઆંન તે તુમહાંન મોદોદ કોઈ સેકે. એટલે, ફાચલાઅ રેખ માંય ઓનો બીજા તાંહીં આવહું તેંહડામ, માંઅ આરી આવનારે પોતો હેઈઅ કા, તુમાંઅ બાબોતોમ માંય ઓબીમાન રાખીન જો આખ્યા કોઓંહ તો હાચોજ આહાય. માંય તીંયહાંન તુમાંઅ બાબોતોમ આખ્યાજ કોઓંહ કા, તુમું દાન આપાઅન તીયારુજ આહાય. તીંહીં પોરમાણો આમાંઅ આરી યેરુસાલેમ નેઅ જાઆંન માટો તુમું પોયસા તીયાર રાખજા! 4 માંય તુમાંઅહીં આવોં તેંહડામ, જો માંઅરી માકેદોનીયા વીસ્તારોઅ એખું વીસવાસી આવે તા, તુમાંઅ દાનોઅ પોયસા આજી તીયાર નાંહ તેંહડો માંય તીંયહાંન દેખાવાઅન નાંહ માગતુ. કોદાચ જો એવ બોંણે તા, તુમાંઅ બાબોતોમ મોડયા-મોડયા ગોઠી કોઅનારો આમહાંન ઓનો તુમહાંન બી એઠા હેનુંઅ પોળીઅ. 5 તીંહીંઅ લીદો, આય તીનું પાવોહ માંઅ પેલ્લાઅ તુમાંઅહીં આવે, ઓનો દાનોઅ જે પોયસા આપાઅન તુમહાં વોચોન આપ્યોહ તે પોયસા આગલા રેખ ઉગરાવાઅન તુમહાંન મોદોદ કોએ, તીંહીંઅ માટો તીંયહાંન કાલાવાલા કોઆંન માંન જુરુલ લાગી. એવ કોઈન, જેંહડામ માંય તુમાંઅહીં આવોં તેંહડામ, તે દાનોઅ પોયસા તીયાર વેઈ, ઓનો તે પોયસા તુમું કોડાઅ બી દાબાણોઅ લીદો નાંહ આપતે, પોન પોતાઅ મોતોજ મોદોદ કોઅતેહ તો, દેખાય આવીઅ.
6 માંય એવ આખાઅન માગોંહ કા, થોળુકુજ બીયારુ વાવનારો ખેળુકોઅ થોળુકુજ પાકીઅ બી, ઓનો વાદારુ વાવનારો ખેળુકોઅ પાકીઅ બી વાદારુજ. તેવુજ કોઈન, બીજહાંઅ મોદોદ કોઆંન માટો જો તુમું થોળોજ આપહા તા, પોરમીહેર તુમહાંન બોરખોત બી થોળીજ આપીઅ. પોન જો તુમું સુટો આથો નો રાજી ખુસી લોકહોંઅ મોદોદ કોઅહા તા, તીંહીંઅ બોદલામ પોરમીહેર બી તુમહાંન ઘોણી બોરખોત આપીઅ. 7 તુમાં વેઅનો દોરેક પોતાઅ મોનોમ આગલો રેખ નોકકી કોઅયા પોરમાણો આપે, ઓનો મોડોજ જીવો, કા કોડાઅ દાબાણોઅ લીદો નેંય આપે. ઉલટો, તુમાંઅ તા સુટો આથો ઓનો રાજી ખુસી આપનુંઅ જોજવે. કેવકા રાજી-ખુસી આપનારો માંહુંઅજ પોરમીહેરોન ગોમેહ. 8 ઓતોહજ નેંય, બીજહાંન રાજી-ખુસી આપાઅન માટો પોરમીહેર તુમહાંન મોદોદ કોઈ સેકેહ. ઓનો જો તુમું તેવ કોઈન આપહા તા, પોરમીહેર તીંહીંઅ બોદલામ ઘોણ્યા હાર્યા બોરખોતી તુમહાંન સુટો આથો આપીઅ, ઈંહીંઅ ખાતોર કા, કાયોમ તુમાંપોઅ તુમહાંન જોજવુઅતો બાદો વેઅરેઈ. ખોરેખોર, તુમાંપોઅ તુમહાંન જોજવે તીંહીં કોઅતા બી વાદારુ વેઈ. તીંહીંઅ પોરીણામો, તુમું બીજહાંઅ માટો આજી ઘોણે વાદારુ હારે-હારે કામે કોઈ સેકહા. 9 સુટો આથો ઓનો રાજી ખુસી આપનારે તે, એંહડો માંહાંઅ ગાંઉં આહાય કા, જીયાઅ બાબોતોમ પોવીતોર લેખાણહોંમ એખહું એંહડો લેખ્યોહ:
“હારો માંહુંઅ ગોરીબહોંન સુટો આથો આપેહ; પોરમીહેર તીયા કોઅનો હારો કામહોંન ઈયાદ કોઈઅ;
ઓનો કાયોમોઅ માટો તીયાઅ ભોલો કોઈન તીંહીંઅ તીયાન બોદલુ આપીઅ.” 10 કેવકા ખેળુકોન બીયારુ આપનારુ, ઓનો હાતીઅ તીયાન ખાણો આપનારુ તા, પોરમીહેરુજ આહાય. તેવુજ કોઈન, તો પોરમીહેરુજ તુમહાંન જોજવુઅતો બાદો તુમાંપોઅ કાયોમ વેઅ રેય એંહડો કોઅનારુ આહાય. ઓનો એવ કોઈન તુમું વાદારુ નો વાદારુ સુટો આથો ગોરીબ લોકહોંઅ મોદોદ કોઈ સેકહા. 11 ઓનો તીંહીંઅ પોરીણામો, પોરમીહેર તુમહાંન ઘોણ્યો રીતો ઘોણ્યા બોરખોતી આપીઅ. ઓતોહજ નેંય, આમાંઅ મારફોતો યેહુદીયા વીસ્તારોઅ વીસવાસહ્યોંન મોકનાઅન માટો તુમાંઅ ભોલો મોનો કોઈન જો દાન તુમું તીયાર કોઈ રેયેહ, તીયો દાનોઅ કારોણો ઘોણે માંહેંઅ પોરમીહેરોઅ આબાર માનીઅ. 12 ઈયાદ રાખજા કા, તુમું એવી રીતો લોકહોંઅ મોદોદ કોઅતેહ તાંહાંઅ, તુમું પોરમીહેરોઅ લોકહોંઅ જુરુલી પુર્યા પાળતેહ ઓતોહજ નેંય, પોન તુમાંઅ માટો ઓનો તુમહાં જો ભોલો કોઅયોહ તીંહીંઅ માટો ઘોણે માંહેંઅ પોરમીહેરો આબાર બી માનીઅ. 13 તુમાંઅ દાનોઅ પોરીણામો, તે માંહેંઅ પોરમીહેરોઅ ગુણ-ગાન ગાયીઅ. કેવકા, ખ્રીસ્તોઅ બાબોતોઅ હાર્યો ગોઠીપોઅ તુમહાં વીસવાહ કોઅયુહ ઓતોહજ નેંય, પોન તીંયહાંઅ ઓનો બીજો વીસવાસહ્યોંઅ પુરતો વેઅ રેય તીંહીંઅ માટો તુમહાં સુટો આથો દાન બી આપ્યોહ. 14 એવ કોઈન તે તુમાંપોઅ ભારી માયા રાખીન તુમાંઅ માટો પોરમીહેરોન એંહડી ઓરોજ બી કોઈઅ, કા તો તુમહાંન બોરખોત આપે. કેવકા, સુટો આથો ઓનો રાજી-ખુસી દાન આપાઅન પોરમીહેરો તુમહાંન મોદોદ કોઅયીહ તીંહીંઅ લીદો, તે તીયાઅ આબાર માનીઅ. 15 આખોર, પોરમીહેરો આપહોંન મોડામ-મોડી ભેટ આપીહ તીંહીંઅ લીદો, આપુ તીયાઅ આબાર માનજી! કેવકા, આખાય બી નેંય એંહડી કીમતી ભેટ તોરીકો તીયા પોતાઅ પોયોર આપહોંન બોચાવાઅન માટો આપી દેદુહ.