7
1 માંઅ મેરાલો દોસતારહોં, પોરમીહેરો આપહોંન તીયાઅ પોયોર-પોયર્યા તોરીકો માની નેઆંન આપહોંન એંહડે વોચોને આપ્યેહ તીંહીંઅ લીદો, આપોઅ સોરીદહોંન ઓનો આત્માહાંન મેલે બોંણાવનારો બાદો પાપહોંન સોળી દેયન આપુ પોતાન આત્મીક રીતો દાગો વોગોરોઅ બોંણાવજી. ઓનો આપુ પોરમીહેરોન ભારી માન આપતેહ તીંહીંઅ લીદો, આપુ વાદારુ સોક્કો જીવોન જીવજી! ઓનો એવ કોઈન આપુ પોરમીહેરોન ગોમે તેંહડે માંહેંઅ બોંણજી!
પાવુલોન મીલનું દીલાસુ
2 એટલે, જેવ માંયોં આમુજ તુમહાંન લેખ્યો, તેવ તુમું આમાંપોઅ માયા રાખા એંહડી માંઅ મોરજી આહાય. આમહાંમ રેખ કોડા બી તુમહાં વેઅનો કોડાઅ બી ખોટો નાંહ કોઅયો, ઓનો તુમહાં વેઅનો કોડાઅ આત્મીક કા પોયસો-ટોકાઅ નુકસાન નાંહ કોઅયો, કા તુમાંપોઅ રેખ આમું પોયસા પાળાવાઅન મોથ્યા બી નાંહ. 3 તુમહાં વેઅના થોળાક લોક માંઅ બાબોતોમ એંહડયા ગોઠી આખતાહ, પોન તુમાંઅ ભુલ કાડાઅન માટો માંય એવ નાંહ લેખતુ. કાંહાંનકા, માંયોં જેવ પેલ્લાઅજ લેખ્યોહ, તેવ આમું તુમાંઅરી રેજી કા મોઈ જાજી, પોન તુમાંપોઅ ભારી માયા રાખતાજ રેહું. 4 તુમાંપોઅ માંન પુરી ખાતરી આહાય, ઓનો તુમાંઅ બાબોતોમ માંન ભારી ઓબીમાન આહાય, ઓનો તુમહાં માંન ભારી ઉફ આપ્યુહ. તીંહીંઅ લીદો, આમાંપોઅ ભારી મુસીબોતી પોળત્યાહ તેબી, આમુ માંય ઓંહ-ખુસાલુજ રેહોં.
5 તીતુઅ હોદણી કાડની તીંહીંઅ ગોઠ આમુ માંય તુમહાંન આખોંહ: તુરોવા રેખ માકેદોનીયા આલુ હાતીઅ, તાંહીં માંઅ જીવોમ જારાક બી સાંતી નોખી. પોન ઉલટો, તાંહીં આમાંપોઅ બાદયો જાતીઅ મુસીબોતી પોળન્યા. માંહેંઅ આમહાંન મુસીબોતી પાળત્ને ઓનો ઉપોઅ રેખ માંન તુમાંઅ બાબોતોઅ ચીંતા બી કાયોમ રેત્ની. 6 પોન નીરાસ વેયનો લોકહોંન ઉફ આપનારો પોરમીહેરો તીતુન ફાચુ આમાંઅહીં મોકનીન આમહાંન ઉફ આપ્યુહ. 7 તીતુન દેખીન આમહાંન ઉફ તા મીલ્યુજ, પોન તુમહાં તીયાન કોંહડુ ઉફ આપનું તો ઉનાયન આમહાંન વાદારુ ઉફ મીલ્યુહ. તીયા આમહાંન આખ્યો, તુમું માંન મીલાઅન કોંહડે ફાઅપાય જેઅ રેયેહ. તીયા ઈં બી આખ્યો, તુમહાં માંન દુખી કોઅનું તીંહીંઅ લીદો તુમું કોંહડે દુખી વેયેહ, ઓનો તુમું માંઅ બોચાવ કોઆંન ઓનો માંયોં જો આખનો તો કોઆંન કોંહડે ઉંહાલે આહાય. તીતુ આય બાદયા ગોઠી માંન આખ્યા તાંહાંઅ, માંય ભારી ખુસ વેયનું. 8 માંઅ કાગલોમ જો લેખનો તો વાચીન તુમું દુખી વેયને તેબી, માંયોં જો લેખનો તીંહીંઅ માંન દુખ નાંહ લાગતો. માંયોં જો લેખનો તીંહીંઅ થોળોક લોગોઅ માંન દુખ લાગનો તા ખોરોજ, પોન આમુ માંન તીંહીંઅ દુખ નાંહ લાગતો. કાંહાંનકા તીતુ માંન આખ્યો, તો વાચીન થોળોક વોખોત લોગોઅ તુમું દુખી વેયને. 9 પોન આમુ માંન ખુસી આહાય. તુમું દુખી વેયે તીંહીંઅ લીદો ખુસી નાંહ વેયુ, પોન તીયો દુખો કોઈન તુમહાં પાસ્તાવુ કોઅયુ ઓનો પોરમીહેરોપોઅ માફી માગી નેદી તીંહીંઅ લીદો, આમુ માંય ખુસી વેયુહ. માંય એવ આખાઅન માગોંહ કા, પોરમીહેરો તુમહાંન પાસ્તાવુ કોઆવ્યુ એટલે, તુમહાંન દુખી કોએ તીંહીં કોઈન માંયોં તુમાંઅ કાંય ખોટો નાંહ કોઅયો. 10 જેંહડામ પોરમીહેર એક માંહાંઅન પાસ્તાવુ કોઆવેહ ઓનો તો માંહુંઅ પોતાઅ પાપ સોળી દેહે તાંહાંઅ, પોરમીહેર તીયાન આત્મીક નાસોમ રેખ બોચાવેહ. ઓનો એંહડો દુખોઅ લીદો કોડાન બી તીંહીંઅ બાબોતોમ મોન દુખ નાંહ વેતો. પોન ખોરો પોરમીહેરોન નેંય ઓઅખુઅનારે માંહેંઅ પોતાઅ પાપહોંઅ માટો કોદાચ પાસ્તાવુ કોએ, પોન તીંહીંઅ માટો પોરમીહેરોપોઅ માફી નેંય માગે તા, તે પોરમીહેરો રેખ કાયોમોઅ માટો ઓલોગ વેઅ જાતેહ. 11 પોન માંઅ કાગોલ તુમહાં વાચનો તેંહડામ, પોરમીહેરો તુમહાંન ખોરુ પોસ્તાવુ કોઆવ્યુ; તીંહીંઅ પોરીણામ ઈં આલો કા, એંહડો સોંજોગોમ પોરમીહેરોન રાજી રાખાઅન જો કોઆંન જુરુલ વેય, તો કોઆંન તુમહાંમ ભારી મોરજી પેદા વેયીહ. ઓનો મોંડોળોમ ખોટો કોઅનારહાંન પેલ્લાઅજ ઓટકાવનુંઅ જોજવુઅત્નો, પોન તુમહાં તીંયહાંન નાંહ ઓટકાવ્યે, ઓનો તીંહીંઅ માટો તુમહાંન મોન-દુખ વેયનો. ઓનો મોંડોળોમ જો બોંણનો તીંહીંઅ ખાતોર તુમહાંન રોગ બી ચોળની, ઓનો તેંહડોજ ચાને તા પોરમીહેર તુમહાંન સીકસા કોઈઅ તીંહીંઅ તુમહાંન બીખ બી આથી. ઓનો તુમહાંન ઉફ આપાઅન, ઓનો આત્મીક રીતો મોદોદ કોઆંન, માંય તુમાંઅ મુલાકાત નેમ એંહડી મોરજી બી તુમહાંમ પેદા વેયીહ. ઓનો માંન તુમાંઅ માટો માલીખોઅ ખાસ ખોબરી તોરીકો માનતેહ તો ઓનો માંયોં તુમહાંન આખ્યા પોરમાણો તીયો ખોટો કોઅનારો લોકહોંન તુમહાં સીકસા કોઅયીહ તો, માંન જાણાવાઅન બી તુમહાં મોરજી રાખીહ. આય બાદો કોઈન તુમહાં દેખાવ્યોહ કા, ઈયો બાબોતોમ જોબી હાચો આહાય તોજ તુમહાં કોઅયોહ. 12 આમુ તો કોળોક કાગોલ લેખાઅન માંઅ ઓતુહજ ઈરાદુ નોખુ કા, જીયો માંહાંઅ લીદો આય બાદી ભાનગોળ પેદા વેયીહ, તીયાન તુમું સીકસા કોઆ, ઓનો ઓ ઈરાદુ બી નાંહ કા જીયાઅ તીયા ખોટો કોઅનો તીયાન ફાયદુ વેય; પોન ઉલટો, માંયોં તો કાગોલ ઈંહીંઅ લીદો લેખનો કા, તુમું તો વાચા તાંહાંઅ, પોરમીહેર તુમહાંન ભાન કોઆવે કા, માલીખોઅ ખાસ ખોબરી તોરીકો માંઅ જે સોત્તા આહાય તીંહીંન તુમું કોત્તો બાદો માન આપતેહ. 13 આમહાં તુમહાંન જેવ આખનો તેવુજ તુમહાં કોઅયો તીંહીંઅ લીદો, આમહાંન બાદહાંન ભારી ઉફ મીલ્યુહ. આમહાંન ઉફ ઓતુહજ નાંહ મીલ્યુ, પોન તીતુ આંહીં આલુ તાંહાંઅ તો કોતુહ ખુસ આથુ તો દેખીન આમું બી ભારી ખુસ વેયના. આમુ તીતુઅ બાદી ચીંતા મોટી ગોયીહ. કાંહાંનકા, તુમું માંઅ બાબોતોમ હારો વોલોણ રાખતેહ તો તીયા દેખ્યોહ. 14 તીતુન માંયોં આખનો, તુમાંઅ આત્મીક જીવોનહોંઅ બાબોતોમ માંન ઓબીમાન આહાય, ઓનો ઈયો બાબોતોમ તુમહાં માંન નાજવાવ્યુ નાંહ. જેવ માંયોં તુમહાંન જોબી હીકવ્યોહ તો હાચોજ આહાય, તેવ માંયોં તુમાંઅ બાબોતોમ તીતુન જોબી આખ્યો તો બી હાચોજ પોળ્યોહ. 15 તીયાઅ આખ્યા પોરમાણોજ તુમહાં કોઅનો, ઓનો ભારી માન ઓનો ભારી લાગણી દેખાવીન તીયાઅ આવકાર કોઅનું તો ઈયાદ કોઅતા, તીતુઅ જીવ પાંઈ-પાંઈં વેઅ જાહે. ઈંહીંઅ લીદો તો માંન આખેહ કા, તો તુમાંઅરી આથુ તેંહડામ તુમાંપોઅ રાખત્નું તીંહીં કોઅતા વાદારુ માયા આમુ રાખેહ. 16 આમુ માંય ભારી ખુસ આહાય, કાંહાંનકા માંય તુમાંપોઅ પુરુ ભોરુસુ રાખી સેકોંહ.