14
આત્મીક વોરદાનહોંઅ બાબોતોમ વાદારુ હીકામોણી
1 બીજહાંપોઅ માયા રાખનુંઅ તોજ તુમાંઅ એકદોમ ખાસ ઈરાદુ વેઆંન જોજવે. પોન આરી-આરી બીજે આત્મીક વોરદાને, ખાસ કોઈન પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઆંન વોરદાન મેલવાઅન બી એકદોમ ભારી મોરજી રાખજા! 2 પેલ્લાઅ નેંય હીકયા વેય એંહડ્યો ઓજાણ્યો બોનહ્યોંમ બોનનારે વીસવાસી તા, બીજો માંહાંહાંઅરી નેંય, પોન પોરમીહેરોઅરી બોનતેહ. કોડો બી તીંયહાંઅ ગોઠી હોમજુઅતો નાંહ. તે તા પોવીતોર આત્માઅ તાકોતો કોઈન, એંહડયા ગોઠી આખતેહ કા, જે પેલ્લાઅ માંહેંઅ જાંઅતે નોખે. 3 પોન પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઅનારે વીસવાસી તા, તે ગોઠ બીજો લોકહોંન આખતેહ, ઓનો તીંયહાંન ઉફ ઓનો હીંમોત આપીન માલીખોપોઅરો વીસવાહોમ વાદાઅન મોદોદ કોઅતેહ. 4 પેલ્લાઅ નેંય હીકયા વેય એંહડ્યો ઓજાણ્યો બોનહ્યોંમ બોનનારે વીસવાસી તા, માલીખોપોઅરો વીસવાહોમ પોતો ઓતેહજ મોજબુત બોંણતેહ; પોન પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઅનારે વીસવાસી તા, આખો મોંડોળોઅ લોકહોંન તીયો વીસવાહોમ મોજબુત બોંણાવતેહ.
5 તુમું બાદે પેલ્લાઅ નેંય હીકયા વેય એંહડ્યો ઓજાણ્યો બોનહ્યોંમ બોના એવ તા માંઅ બી મોરજી આહાય, પોન તુમું બાદે પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઆ એજ માંઅ વાદારુ મોરજી આહાય. કેવકા ઓજાણ્યો બોનહ્યોંમ બોનાઅન વોરદાનો કોઅતા, પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઆંન વોરદાન વાદારુ ચોળ્યાતો, ઓનો કામરોઅ આહાય. જાહેર આરાદનામ જો એક વીસવાસી ઓજાણ્યો બોન્યોમ બોને તા, તીંહીંઅ ખુલાસુ આપનારો એખું વીસવાસી મોંડોળોમ વેનુંઅ જોજવે, ઈંહીંઅ ખાતોર કા, તીંહીં કોઈન આખો મોંડોળોઅ લોકહોંન કાંયક આત્મીક ફાયદુ વેય.
6 મેરાલો પાવોહ-બોંઅયોંહોં, માંય તુમાંઅહીં આવીન તુમહાં પેલ્લાઅ નેંય હીકયા વેય એંહડ્યો ઓજાણ્યો બોન્યોમ બોનોં તા, તીંહીં કોઈન તુમહાંન કાય આત્મીક ફાયદુ વેઈ? કાંય બી નેંય! પોન પોરમીહેરો માંન જાહેર કોઅની ગોઠ તુમાંઅહીં નેઅ આવોં, નેતા ખાસ આત્મીક જાણકાયાર્ેઅ ગોઠ તુમહાંન આખોં, નેતા પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઓં, નેતા બીજુ ખ્રીસ્તી ઉપદેસ આપોં તા, તીંહીં કોઈનુંજ તુમહાંન કાંયક આત્મીક ફાયદુ વેય. 7 દાખલા તોરીકો, જીવો વોગોરોઅ વાજે, હાતીઅ તે પાવી વેય, કા તારહીંવાલો વાજો, પોન તીંયહાંઅ સુર બોરાબોર નેંય વાગે તા, તીંહમેઅ વાગનારુ રાગ કોન્નું આહાય તો, કોડો જાંઈં સેકે? કોડો બી નેંય! 8 ઓનો જો પીપારુ વાગવુઅનારુ સોયનીક, સોકુ ઓવાજ ઉનાય એંહડો નેંય વાગવે તા, બીજુ કોય બી સોયનીક લોળાયોઅ માટો તીયાર નેંય વેઈ. 9 એવુજ કોઈન ઉનાઅનારે માંહેંઅ નેંય હોમજે એંહડ્યો બોનહ્યોંમ તુમું બોના તા, તુમું કાય આખાઅન માગતેહ તો, તે કેકેવ હોમજે? નેંયજ હોમજે કાંહાંનકા, તો તા, તુમું ઉજળોમ ગોઠી કોઅતે વેય તેંહડો લાગીઅ.
10 આય દુન્યામ જુદયા-જુદયા ઘોણ્યા બોન્યા આહાય. ઓનો તે બાદયા તા તે હોમજુઅનારહાંઅ માટો કામયાર્અજ આહાય. 11 જો આપુ તે બોન્યા બોનનારહાંઅ ગોઠી નેંય હોમજી સેકજી તા, તે આપોઅ માટો કાંય કામયાર્અ નાંહ. ઓનો તે બોન્યા બોનનારે બી આપોઅ ગોઠી નેંય હોમજી સેકે. 12 તીંહીંઅ લીદો, તુમું આત્મીક વોરદાને મેલવાઅન મોરજી રાખતેહ તાંહાંઅ, પોરમીહેરોપોઅ એંહડે આત્મીક વોરદાને માગા કા, જે આખો મોંડોળોઅ લોકહોંન વીસવાહોમ પાકા વેઆંન મોદોદ કોએ.
13 તીંહીંઅ લીદો, પેલ્લાઅ નેંય હીકયા વેય એંહડ્યો ઓજાણ્યો બોનહ્યોંમ બોનાઅન જીંયહાંપોઅ વોરદાન આહાય તે, પોરમીહેરોન એંહડી ઓરોજ કોએ કા, તો તીયો વીસવાસહ્યોંન તીંહીંઅ ઓર્થુ બીજો લોકહોંન સોકયો રીતો હોમજાવાઅન વોરદાન બી આપે. 14 કેવકા જો માંય ઓજાણ્યો બોનહ્યોંમ પોરમીહેરોન ઓરોજ કોઓંહ તા, ખોરેખોર માંય પોવીતોર આત્માઅ દોરવુણ્યો કોઈનુંજ ઓરોજ કોઓંહ, પોન તે ઓરોજ માંન પોતાનુંજ નાંહ હોમજાઅતી.
15 એવ વેય તા, આપુ કાય કોઅજી? આપુ તા કોય વોખોત આપોઅ આત્માહાંઅ મોદોદો કોઈન પોરમીહેરોન ઓરોજ કોઅહું, ઓનો બીજો કોય વોખોત આપહોંન હોમજાય એવી રીતો તીયાન ઓરોજ કોઅહું; તેવુજ કોઈન આપુ આપોઅ આત્માહાંઅ મોદોદો કોઈન બી આત્મીક ગીતે ગાયહું, ઓનો આપહોંન હોમજાય એવી રીતો બી આપુ તે ગાયહું. 16-17 જો તું પોરમીહેરોઅ ગુણગાન ગાયો તા, તો નેંય હોમજુઅનારો સીદો-સાદો ખ્રીસ્તી માંહુંઅ તોઅરી જોળાયન પોરમીહેરોઅ ગુણગાન કેકેવ ગાયી સેકે? તું જો આખોહ તો, તો માંહુંઅ નેંય હોમજે તા, તો તોઅરી જોળાયન પોરમીહેરોઅ આબાર કેકેવ માની સેકે? જેંહડામ તું પોરમીહેરોઅ આબાર માનાઅન પુરો કોઓ તેંહડામ, તો કેકેવ “આમેન’ આખી સેકે? તું હારી રીતો પોરમીહેરોઅ આબાર માનતુ વેય તેબી, તોઅરી હાજોર રેયનો બીજો વીસવાસહ્યોંન તીંહીં કોઈન કાંય બી આત્મીક ફાયદુ નાંહ મીલતુ.
18 તુમહાં બાદહાં કોઅતા વાદારુ વોખોત માંય ઓજાણ્યો બોનહ્યોંમ બોનોંહ. તીંહીંઅ લીદો, માંય પોરમીહેરોઅ આબાર માનોંહ. 19 તેબી, મોંડોળોઅ જાહેર આરાદના મીટીંગોમ ઓજાણ્યો બોન્યોમ દોહ ઓજાર સોબ્દા બોનોં તીયા કોઅતા, ઉનાઅનારહાંન હોમજાય એંહડ્યો બોન્યોમ તીંયહાંઅ ફાયદુ વેય એંહડા પાંચ સોબ્દા બોનોં, તો માંન વાદારુ ગોમે.
20 મેરાલો પાવોહ-બોંઅયોંહોં, પોવીતોર આત્મા આપેહ તીયો વોરદાનહોંઅ બાબોતોમ તુમું હાન્નો પોયરાહાંઅ ગાંઉં હોમજોણ નોખે રાખતે! ખોટાય કોઆંન બાબોતોમ હાન્નો પોયરાહાંઅ ગાંઉં ગુના વોગોરોઅ બોંણજા! પોન પોવીતોર આત્મા આપેહ તીયો વોરદાનહોંઅ બાબોતોમ આત્મીક રીતો મોડો વેયનો માંહાંહાંઅ ગાંઉંજ હોમજોણ રાખજા! 21 પોવીતોર લેખાણહોંમ લેખનો આહાય કા,
“માલીખ આખેહ કા,
“માંઅ પોતાઅ લોકહોંન ચેતવાઅન માટો માંય
ઓજાણયો બોનહ્યોંમ બોનનારો લોકહોંઅ મારફોતો તીંયહાંઅરી બોનહીં;
ઓનો માંય તીંયહાંઅ દેસોપોઅ ચોળાય કોઈઅ તીયો પોરદેસી લોકહોંઅ મુંયોં બી તીંયહાંઅરી બોનહીં.
તેબી તે માંઅ ગોઠ નેંય માનીઅ.’ ”
22 તીંહીંઅ લીદો, હોમજી નેજા કા, ઓજાણ્યો બોન્યોમ બોનનુંઅ તો તા, તો ઉનાઅનારો વીસવાસ્હ્યોંઅ માટો નેંય, પોન ઈસુપોઅ વીસવાસ નેંય કોઅનારહાંન પોરમીહેરોઅ નીયાયોઅ બાબોતોમ ચેતવાઅન ખાતોર તીંયહાંઅ માટો પોરમીહેરોઅ તાકોતોઅ સાબીતી આહાય; પોન પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઅનુંઅ તો તા, ઈસુપોઅ વીસવાહ નેંય કોઅનારહાંઅ ફાયદાઅ માટો નેંય, પોન તીયાપોઅ વીસવાહ કોઅનારહાંઅ ફાયદાઅ માટો આહાય. 23 તીંહીંઅ લીદો, તુમું બાદે આરાદનાઅ માટો એકઠે વેયા તાંહાંઅ, જો બાદેજ ઓજાણ્યો બોનહ્યોંમ બોને ખેટે, ઓનો એંહડો આત્મીક વોરદાનહોંઅ બાબોતોમ નેંય જાંઅતે વેય તેંહડે માંહેંઅ, નેતા ખ્રીસ્તોપોઅ વીસવાહ નેંય કોઅનારે માંહેંઅ તાંહીં આવે, ઓનો તુમહાંન બાદહાંન એકુલેજ એવ કોઈન, ઓજાણ્યો બોનહ્યોંમ બોનતે ઉનાએ તા, તે તુમહાંન ગાંડેજ આખે કને? 24 પોન તીંહીંઅ બોદલો, તુમું બાદે પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઆ, ઓનો વીસવાહ નેંય કોઅનારે માંહેંઅ કા જે એંહડે આત્મીક વોરદાનહોંઅ બાબોતોમ નેંય જાંઅતે વેય તેંહડે માંહેંઅ, તાંહીં આવે તા, તુમું જો આખા તીંહીં કોઈન તીંયહાંન પોતાઅ પાપહોંઅ ભાન વેઈ, ઓનો પોરમીહેર તીંયહાંઅ નીયાય કોઅનારુ આહાય તો તે જાંઈં જાઈ. 25 ઓનો તુમાંઅ ગોઠ ઉનાઅતા, તીંયહાંઅ મોનહોંઅ વીચાર જાહેર વેઅ જાઈ, ઓનો તે કોબુલ કોઈઅ , “પોરમીહેર ખોરેખોર તુમહાંમ આહાય, ” ઓનો એવ આખીન તે ગુઠણો પોળીન પોરમીહેરોઅ આરાદના કોઈઅ.
આરાદનામ બાદો રીતોસોર વેય તીંહીંઅ કાલજી રાખજા!
26 માંઅ પાવોહ-બોંઅયોંહોં, આમુ લોગોઅ માંયોં જો કાંય આખ્યો, તો ફાચો માંય ટુકોમ આખોંહ: તુમું આરાદનામ એકઠે વેયા તેંહડામ, તુમહાં વેઅનો કોડો ભોજોન ગાયે, કોડો ઉપદેસ આપે, કોડો પોરમીહેરો તીયાન ખાસ રીતો જાહેર કોઅની ગોઠ આખે, કોડો ઓજાણ્યો બોનહ્યોંમ બોને, ઓનો કોડો ઓજાણ્યો બોનહ્યોંમ આખાઅન્યો ગોઠીઅ ખુલાસુ આપે. પોન તો બાદો ઈંહીંઅ ખાતોર કોઆ કા, બાદો વીસવાસહ્યોંન આત્મીક ફાયદુ મીલે, ઓનો તો તીંયહાંન માલીખોપોઅરો વીસવાહોમ પાકે વેઆંન મોદોદ કોએ. 27 પેલ્લાઅ નેંય હીકયા વેય એંહડ્યો બોનહ્યોંમ તુમું બોના તા, વાદારામ-વાદારુ બેન-તીન જાંએં બોને! ઓનો તે વાયાર્ે-વાયાર્ે બોને, ઓનો તે જો બોનતેહ તીંહીંઅ ખુલાસુ બીજો કોડો આપે! 28 પોન તીંહીંઅ ખુલાસુ આપી સેકે એંહડો કોડો બી તાંહીં હાજોર નાંહ એવ તીંયહાંન પેલ્લાઅ રેખ ખોબોર વેય તા, તે જાહેર આરાદનામ તીયો બોનહ્યોંમ નેંય બોને, પોન પોતાઅ મોનો-મોનોમ પોત-પોતાઅ કોઅહોંમ પોરમીહેરોઅરી તીંહમેઅ બોને!
29 પોવીતોર આત્મા તીંયહાંન ઓમુક ગોઠ જાણાવીહ એવ જે ધારતેહ, તીંયહાં વેઅને બેન નેતા તીન જાંએં તે ગોઠ જાહેર કોએ. ઓનો બીજે બાદે, તે ગોઠ ખોરેખોર પોરમીહેરોઅ આત્માપોઅ રેખ આલીહ કા નાંહ તો નોક્કી કોએ! 30 પોન તાંહીં બોઠનાહાંમ રેખ કોડાન બી પોરમીહેર ખાસ ગોઠ જાહેર કોએ તા, પોવીતોર આત્મા પોતાન ઓમુક ગોઠ જાણાવીહ એવ ધારનારો, તે ગોઠ આખતા ઓટકી જાય, ઓનો જીયાન પોરમીહેરોપોઅ રેખ તે ખાસ ગોઠ મીલીહ તીયાન બોનાઅન દેય! 31 એવ કોઈન, પોવીતોર આત્મા પોતાન ઓમુક ગોઠ જાણાવીહ એવ ધારનારે બાદે, વાયાર્ે-વાયાર્ે તે ગોઠ જાહેર કોએ, ઈંહીંઅ ખાતોર કા, બાદે વીસવાસી આત્મીક ગોઠી હીકે ઓનો તીંયહાંન બાદહાંન ઉફ મીલે. 32 ઈયાદ રાખજા કા, પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઆંન વોરદાન કોંહડામ વાપરુઅનુંઅ તો, તો વોરદાન મેલવુઅનો વીસવાસહ્યોંઅ આથોમુજ આહાય, ઓનો તીંહીંઅ લીદો તે પોતાઅ બોનાઅન વારી આવે તાંઉં થોબી સેકે. 33 કાંહાંનકા, જાહેર આરાદનાઅ મીટીંગોમ આપુ જોથોર-વોથોર વોરતુઅજી એંહડી પોરમીહેરોઅ મોરજી નાંહ, પોન બીજો બાદો મોંડોળહોંમ ચાનેહ તેવ, આપુ બી એક-બીજાઅરી હોપ કોઈન ઓનો સાંત્યોમ વોરતુઅજી એજ તીયાઅ મોરજી આહાય.
34 જાહેર આરાદનાઅ મીટીંગોમ વીસવાસી થેઈ ઠાકયાજ રેય! બોદોઅ બાબોતોમ સોવાલ ફુચીન તે મીટીંગોમ ઓળચોણ પેદા કોએ, તો બોરાબોર નાંહ. યેહુદી નીયોમોઅ ચોપળ્યોમ લેખ્યા પોરમાણો, તે પોતાઅ માટહ્યોંઅ તાબ્યોમ રેય! 35 તીંયહોંઅ કાંય બી જાંઆંન મોરજી વેય તા, તે કોઅમે પોતાઅ માટ્યોન ફુચે. કાંહાંનકા, જાહેર આરાદનાઅ મીટીંગોમ ઓળચોણ પેદા કોએ એવી રીતો, થેઈ બોદોઅ બાબોતોમ સોવાલ ફુચે તો સોબતો નાંહ. 36 માંય જો આખોંહ તો જો તુમું નેંય માનતે વેય તા, માંય એવ જોવાબ આપોંહ , “પોરમીહેરોઅ ગોઠ તુમાંઅહીં રેખ પેદા વેયીહ, ઓનો તુમાંઅહીંજ પુરી વેહે એવ તુમું ધારતેહ કા? એવ વેય તા તુમું આજી ભુલતેહ!’ 37 તુમહાં વેઅનો જો કોડો એવ ધારે કા, તો પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઅનારો આહાય, નેતા પોતો વાદારુ આત્મીક આહાય તા, તીયાઅ જાંઅનુંઅ જોજવે કા, માંય તુમહાંન લેખોંહ તો બી માલીખોઅજ હુકોમ આહાય. 38 પોન જો તો ઈંહીંપોઅ ધીયાન નેંય આપે તા, પોરમીહેર બી તીયાપોઅ ધીયાન નેંય આપીઅ.
39 તીંહીંઅ લીદો, મેરાલો પાવોહ-બોંઅયોંહોં, પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઆંન વોરદાન મેલવાઅન ભારી મોરજી રાખજા!
ઓનો વીસવાસહ્યોંન તીંયહાં પેલ્લાઅ હીકયા નેંય વેય એંહડ્યો ઓજાણ્યો બોનહ્યોંમ બોનતા ઓટકાવતે નોખે! 40 પોન જાહેર આરાદનાઅ મીટીંગોમ બાદો સોબે એંહડ્યો રીતો, ઓનો રીતો-સેર વેય તીંહીંઅ કાલજી રાખજા!