5
એક લોખવાવાલો માંહાંઅન ઈસુ હારો કોએહ
1 થોળાક દીહ હાતીઅ, યેહુદહ્યોંઅ બીજુ એક તીવાર આથુ તેંહડામ, ઈસુ યેરુસાલેમ ગોયુ. 2 સેરોમ જાઆંન માટો જે ગેટ આહાય તીયો ગેટહોં વેઅનું એક ગેટ, જીયાન “ઘેટહાંઅ ગેટ” આખતેહ તીયો ગેટોઅહીં એક કુંડ આહાય. તીયો કુંડોન યેહુદહ્યોંઅ બોની હીબરુમ “બેથઝાદા” આખતેહ. તીયાઅ પાહો પાંચ પાડાલે આહાય. 3 તીયો પાડાલહાંમ ઘોણે માંદે માંહેંઅ પોળી રેત્ને. તીંયહાંમ આંદલે, ખોળ્યે ઓનો લોખવાવાલે માંહેંઅ આથે. [[તે કુંડો વેઅનો પાંઈં આને તીંહીંઅ વાટ હેઅત્ને. 4 કોય-કોય દીહ પોરમીહેર એક દુતોન મોકનુઅત્નું ઓનો તો દુત કુંડોમ ઉતરીન પાંઈં આનવુઅત્નું. પાંઈં આને હાતીઅ કુંડોમ પેલ્લાઅ ઉતરુઅનારો માંદો માંહુંઅ પોતાઅ કોન્યો બી માંદવાળીમ રેખ હારો વેઅ જાત્નો.]] 5 તીયો માંહાંહાંમ એંહડો એક માંહુંઅ આથો કા જીયાન આળોત્રીહ વોરહો રેખ લોખવુ વેયનું. 6 ઈસુ તીયો માંહાંઅન તાંહીં પોળી રેયનો દેખ્યો તાંહાંઅ, એખહું ઈસુન આખ્યો કા તો માંહુંઅ ઘોણો વોખોતરોઅ એંહડોજ આહાય. તાંહાંઅ ઈસુ તીયો લોખવાવાલો માંહાંઅન ફુચ્યો, “તું હારુ વેઆંન માગોહ કા?” 7 તાંહાંઅ તીયો લોખવાવાલો માંઅહાં તીયાન જોવાબ આપ્યુ, “ઓં, સાહેબ, માંય તા હારુ વેઆંનુંજ માગોંહ. પોન પાંઈં આનવેહ તેંહડામ કુંડોમ ઉતરાઅન માંન મોદોદ કોએ એંહડો માંઅરી કોડો બી નાંહ. ઓનો બાગો-બાગો માંય પોતોજ કુંડોમ ઉતરાઅન જાહોં તાંઉં, માંઅ પેલ્લાઅ બીજો કોડો ઉતરી પોળેહ.” 8 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “ઉઠ! તોઅ ફાતારી નેયન ચાની પોળ!” 9 તુરુતુજ તો માંહુંઅ હારો વેઅ ગોયો ઓનો પોતાઅ ફાતારી નેયન ચાનો ખેટ્યો!
તો હારો વેયો તો દીહ, આઠવાળ્યામ આવત્નું તો યેહુદહ્યોંઅ આરામોઅ દીહ આથુ. થોળીક વાઅ હાતીઅ, થોળોક લોકહોં તીયાન દેખ્યો. તે એવ ધારત્ના કા આરામોઅ દીહ પાર ઉચકુનુંઅ તો ખોટો આહાય. એટલે, તે તીયો માંહાંઅન યેહુદી આગેવાનહોંઅહીં નેઅ ગોયા. 10 યેહુદી આગેવાનહોં તીયો હારો વેયનો માંહાંઅન આખ્યો, “આજ આપોઅ આરામોઅ દીહ આહાય. ઓનો આરામોઅ દીહ માંહેંઅ પાર ઉચકે તો આપોઅ યેહુદી નીયોમો પોરમાણો ખોટો આહાય. એટલે, તોઅ બી પોતાઅ ફાતારી ઉચકુનુંઅ નેંય જોજવે!” 11 તાંહાંઅ તીયો માંઅહાં તીંયહાંન જોવાબ આપ્યુ, “જીયો માંઅહાં માંન હારુ કોઅયુહ તીયો માંઅહાંજ માંન આખ્યો, “તોઅ ફાતારી નેયન ચાનેઅ!’ ” 12 તીંયહાં તીયાન ફુચ્યો, “તોઅ ફાતારી નેયન ચાનેઅ!’ એવ તુંન આખનારો માંહુંઅ કોડો આહાય?” 13 પોન ઈસુ તીયો માંઅહાંન પોતાઅ નામ આખ્યા વોગોર ગીરદયોમ કોલાય ગોયનું તીંહીંઅ લીદો, તીયો માંહાંઅન ખોબોર નોખી કા, તીયાન હારો કોઅનારો કોડો આથો.
14 થોળીક વાઅ હાતીઅ, તો માંહુંઅ ઓનો તે યેહુદી આગેવાન મોંદીરોઅ ચોવઠામ આથા તેંહડામ, ઈસુ તીયો માંહાંઅન મીલ્યુ. તીયો માંહાંઅન પોતાઅ નામ આખીન, ઈસુ તીયાન આખ્યો, “ઉનાઅ! તું હારુ વેયુહ! તીંહીંઅ લીદો, પાપ કોઆંન સોળી દે! જો તું પાપ કોઆંન નેંય સોળો તા, તુંન એંહડો કાંયક વેઈ કા જો, પેલ્લાઅ તોઅ જે માંદવાળ આથી તીંહીં કોઅતા બી વાદારુ ખારાબ વેઈ.” 15 તાંહાંઅ તો માંહુંઅ તાંહીં રેખ ગોયો ઓનો તીયાન હારુ કોઅનારુ ઈસુજ આથુ એવ યેહુદી આગેવાનહોંન આખ્યો. 16 એટલે, તે આગેવાન ઈસુન હેરાન કોઆ ખેટયા, કેવકા આય બાદે કામે ઈસુ આરામોઅ દીહ કોઅને તો, તીંયહાંઅ ધાયાર્ પોરમાણો ખોટો આથો. 17 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “માંઅ પોરમીહેર બાહકુ આમુ લોગોઅ રોદદીહ, એટલે, આરામોઅ દીહ બી કામ કોઅતુજ રેહે. એટલે, માંય બી તેંહડોજ કામ કોઓંહ!” 18 તીયો કારોણો, યેહુદી આગેવાન તીયાન માઈ ટાકાઅન વાદારુ લાગ હોદા ખેટયા. તે તીયાન ઈંહીંઅ લીદો માઈ ટાકાઅન માગત્ના કા, ઈસુ આરામોઅ દીહોઅ બાબોતોઅ તીંયહાંઅ નીયોમ તોળત્નું એવ તીંયહાંન લાગત્નો. ઓનો પોરમીહેરોન પોતાઅ બાહકુ આખીન તો પોતાન પોરમીહેરોઅ હારકુ બી આખાવત્નું. તે ધારત્ના કા, એંહડો આખાવનારો કોડાન બી તીંયહાંઅ માઈ ટાકનુંઅ જોજવે.
પોરમીહેર તીયાઅ પોયોરોન સોત્તા આપેહ
19 ઈસુ તીંયહાંન જોવાબ આપતા એવ આખ્યો, “માંય તુમહાંન નોક્કીજ આખોંહ: માંય માંઅ પોતાઅ તાકોતો કોઈન કાંય બી નાંહ કોઈ સેક્તુ. માંઅ પોરમીહેર બાહકાન જેંહડે કામે કોઅતા માંય દેખોંહ, તેંહડેજ કામે માંય કોઓંહ. માંઅ પોરમીહેર બાહકુ જેંહડે બી કામે કોએહ, તેંહડેજ કામે માંય બી કોઓંહ. 20 માંઅ પોરમીહેર બાહકુ માંઅપોઅ માયા રાખેહ, ઓનો તો જોબી કાંય કોએહ તો, તો માંન દેખાવેહ. ચોમોત્કારોઅ જે કામે તો માંઅપોઅ કોઆવાઅન માગેહ તે તો માંન દેખાવીઅ. તે કામે, તુમહાં માંન કોઅતા પેલ્લાઅ દેખનું તીયો કામહોં કોઅતા, વાદારુ મોડે વેઈ, ઈંહીંઅ ખાતોર કા તે દેખીન તુમું બોગલાય જાયા. 21 દાખલા તોરીકો, જેવ માંઅ પોરમીહેર બાહકુ મોઅનો માંહાંહાંન ફાચે જીવતે ઉઠવેહ, તેવુજ માંય બી માંઅ મોરજી વેય તીંયહાંન બાદહાંન કાયોમોઅ માટો જીવાવહીં. 22 આજી વાદારામ આખોં તા, લોકહોંન તીંયહાંઅ પાપહોંઅ માટો તીંયહાંઅ નીયાય કોઅનારુ તા માંઅ પોરમીહેર બાહકુ નાંહ. ઉલટો, તીંયહાંઅ નીયાય કોઆંન તો કામ તીયા માંનુંજ હોપ્યોહ, 23 ઈંહીંઅ ખાતોર કા, જેવ બાદે માંહેંઅ માંઅ પોરમીહેર બાહકાન માન આપતેહ તેવ તે માંન બી માન આપે. માંન જોબી માન નાંહ આપતો તો, જીયા માંન મોકન્યુહ તીયો માંઅ પોરમીહેર બાહકાન બી માન નાંહ આપતો એવ પોરમીહેર ગોંણેહ. 24 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: જે માંઅ ગોઠ ઉનાઅતેહ, ઓનો પોરમીહેરોજ માંન મોકન્યુહ એવ માનતેહ, તે કાયોમોઅ માટો જીવીઅ. પોરમીહેર તીંયહાંન તીંયહાંઅ પાપહોંઅ માટો સાજાઅ ચુકાદુ નેંય આપે. આમુ રેખ, તે આત્મીક રીતો પોરમીહેરો રેખ સેટો નાંહ. ઉલટો, તે કાયોમોઅ માટો જીવે ખેટયેહ.
25 “માંય તુમહાંન નોક્કીજ આખોંહ: એંહડુ વોખોત આવીઅ ઓનો હોકીકોતોમ તો આવીજ બી ગોયુહ કા જેંહડામ જે આત્મીક રીતો પોરમીહેરો રેખ સેટો આહાય તે પોરમીહેરોઅ પોયોરોઅ, એટલે કા માંઅ ગોઠ ઉનાઈ. જે માંઅ ગોઠ ઉનાયન તીંહીં પોરમાણો ચાનતેહ, તે કાયોમોઅ માટો જીવીઅ. 26 માંઅ પોરમીહેર બાહકાપોઅ બાદાન જીવોન આપાઅન તાકોત આહાય. તેવુજ કોઈન તીયા માંન બી લોકહોંન કાયોમ ટોકનારો જીવોન આપાઅન તાકોત આપીહ. 27 માંહાંઅ પોયોર માંયજ આહાય તીંહીંઅ લીદો, તીયા માંન, લોકહોંન તીંયહાંઅ પાપહોંઅ માટો નીયાય કોઈન સાજાઅ ચુકાદુ આપાઅન સોત્તા બી આપીહ. 28 માંયોં આમુ જો આખ્યોહ તીંહીંઅ લીદો નોવાય નોખા લાગવુઅતા! કેવકા, એંહડુ વોખોત આવીઅ કા જેંહડામ, જે માંહેંઅ મોઈ ગોયેહ તે બાદે માંઅ ગોઠ ઉનાઈ ઓનો ઉઠીઅ. 29 જીંયહાં હારે કામે કોઅયેહ તે જીવતે વેયન હોરગોમ કાયોમોઅ માટો જીવીઅ. ઓનો જીંયહાં ખોટે કામે કોઅયેહ તે જીવતે વેઈ ઓનો પોતાઅ પાપહોંઅ લીદો તીંયહાંઅ દુખે ભોગવુનુંઅ જોજવે એંહડુ ચુકાદુ માંય આપહીં. 30 તેંહડો માંય માંઅ પોતાઅજ સોત્તા કોઈન કાંય બી નાંહ કોઅતુ. જેવ માંઅ પોરમીહેર બાહકાન આખતા ઉનાઅહોં તીંહીં પોરમાણોજ માંય લોકહોંઅ નીયાય કોઓંહ. માંઅ લોકહોંઅ હાચુજ નીયાય કોઅહીં, કેવકા, માંય એખની માંઅ મોરજીજ પુરી કોઆંન નાંહ માગતુ, પોન ઉલટો માંય, જીયો પોરમીહેર બાહકા માંન મોકન્યુહ તીયાઅ મોરજી પુરી કોઆંન માગોંહ.
31 “જો માંઅ બાબોતોમ આખનારુ માંય એખનુંજ વેતુ તા, માંય જો આખોંહ તો હાચો નાંહ એવ માંહેંઅ હોકીકોતોમ આખી સેક્તે. 32 પોન માંઅ બાબોતોમ લોકહોંન આખનારુ તા બીજુ એક આહાય. ઓનો માંન ખોબોર આહાય કા, માંઅ બાબોતોમ તો લોકહોંન જો આખેહ તો હાચો આહાય. 33 તુમાંઅ ગોઠ કોઅજી તા, જેંહડામ તુમહાં બાપતીસ્મા કોઅનારો યોહાનોઅહીં માંઅ બાબોતોમ ફુચાઅન માંહેંઅ મોકનુઅને તેંહડામ, તીયા માંઅ બાબોતોમ જો હાચો આહાય તોજ આખનો. 34 ખોરેખોર તા, માંહેંઅ માંઅ બાબોતોમ બીજહાંન આખે તીંહીંઅ માંન જુરુલ નાંહ. તેબી, યોહાનો માંઅ બાબોતોમ લોકહોંન જો આખનો તો માંય તુમહાંન ઈયાદ કોઆવોંહ, ઈંહીંઅ ખાતોર કા તુમું તો માના ઓનો તીંહીં કોઈન પોરમીહેર તુમહાંન તુમાંઅ પાપહોંઅ સાજામ રેખ બોચાવે. 35 યોહાનો માંઅ બાબોતોમ જે ગોઠ આખની તે તા ભારી મોડુ ઉજવોળ આપનારો દીવાઅ ગાંઉં આથી. થોળોક વોખોત લોગોઅ તુમું તે ગોઠ ઉનાઆંન રાજી આથા ઓનો તે ગોઠ ઉનાયન તુમું ખુસ વેત્ના.
36 “પોન માંઅ બાબોતોમ તુમહાંન આખનારો બીજોબી કાંયક આહાય. તો, યોહાનો માંઅ બાબોતોમ જો આખનો તીંહીં કોઅતા બી, માંય કોડુ આહાય તીંહીંઅ વાદારુ હારી સાબીતી આપેહ. માંઅ પોરમીહેર બાહકા જે ચોમોત્કાર કોઆંન માંન આખ્યોહ, એટલે કા, જે ચોમોત્કાર માંય કોઓંહ, તે લોકહોંન બોરાબોર સાબીતી આપતાહ કા માંઅ પોરમીહેર બાહકાજ માંન મોકન્યુહ. 37 આજી વાદારુ આખજી તા, જીયા માંન મોકન્યુહ તો માંઅ પોરમીહેર બાહકુ પોતોજ માંઅ બાબોતોમ લોકહોંન આખેહ. તુમહાં કોય દીહ બી તીયાઅ ઓવાજ નાંહ ઉનાઅયુ કા તીયાન દેખ્યુ બી નાંહ. 38 આજી વાદારુ આખજી તા, તુમહાં તીયા મોકનુઅનો માંઅપોઅ વીસવાહ નાંહ કોઅયુ. તીંહીંઅ લીદો, તુમહાં તીયાઅ ગોઠ તુમાંઅ મોનહોંમ નાંહ માની. 39 તુમું કાલજી રાખીન પોવીતોર લેખાણ વાચતાહ. કાંહાંનકા, તુમું ધારતાહ કા, તે વાચીન તીંહમેઅ રેખ તુમહાંન કાયોમોઅ જીવોનોઅ વાટ જોળીઅ. તીયોજ પોવીતોર લેખાણહોંમ માંઅ બાબોતોમ બી લેખનો આહાય. 40 તેબી, તો કાયોમોઅ જીવોન મેલવાઅન ખાતોર તુમું માંઅહીં આવાઅન નાંહ માગતા.
41 “માંહેંઅ માંઅ વાહ-વાહ કોએ કા નેંય કોએ તીંહીંઅ માંન પોળની નાંહ. 42 પોન તુમાંઅ ગોઠુજ જુદી આહાય. માંન ખોબોર આહાય કા, તુમાંઅ મોનહોંમ પોરમીહેરોઅ માટો મેર નાંહ. 43 માંય માંઅ પોરમીહેર બાહકાઅ સોત્તા નેયન તોરત્યોપોઅ આલુહ તેબી, તુમું માંન નાંહ માનતા. પોન બીજો કોડો પોતાઅજ સોત્તા કોઈન આવેહ તા, તીયાન તુમું માની નેતાહ! 44 તુમું એક-બીજાપોઅ રેખ વાહ-વાહ મેલવુઅતાહ. પોન તુમું એંહડે કામે કોઆંન નાંહ મોથતા કા, જીંહીંઅ પોરીણામો પોરમીહેર પોતો તુમહાંન સાબાસી આપે. એટલે, તુમું માંઅપોઅ વીસવાહ કોઆ તો બોંણીજ નેંય સેકે!
45 પોન ઈંહીંપોઅ રેખ તુમું એવ નોખા ધારતા કા, માંઅ પોરમીહેર બાહકાઅ આગલાઅ તુમાંપોઅ ગુનું થોવનારુ માંયજ વેહીં. એવ નાંહ, પોન તુમાંપોઅ ગુનું થોવનારુ તા મોસેજ વેઈ. તુમહાં ધાર્યોહ કા મોસે તુમાંઅ બોચાવ કોઈઅ. 46 મોસે માંઅ બાબોતોમ લેખ્યોહ તીંહીંઅ લીદો, જો તુમું તીયા જો લેખ્યોહ તો માનતા તા, માંયોં જો આખ્યોહ તો બી તુમું માનતા. 47 પોન તીયા માંઅ બાબોતોમ જો લેખ્યોહ તો તુમું નાંહ માનતા તીંહીંઅ લીદો, માંય જો આખોંહ તો તુમું માના તો બોંણીજ નેંય સેકે!”