5
મોંડોળહોંઅ વોળીલહોંન સાલાહ
1 આમુ માંય, જો પોતો બી વોળીલ આહાય, તુમાંઅ મોંડોળહોંઅ વોળીલહોંન કાલાવાલા કોઓંહ. ખ્રીસ્તો જે દુખે વેઠને તે માંયોં દેખ્યેહ ઓનો તો ફાચુ આવીઅ તાંહાંઅ માંય બી તીયાઅ મોડાયોઅ ભાગીદાર બોંણહીં. 2 જેવ ભારવાળ પોતાઅ ઘેટહાંન વાટો-વાટો ચાનવેહ, હાચવેહ, ઓનો ખાવાવેહ તેવ તુમું બી, પોરમીહેરો તુમાંઅ દેખરેખોમ હોપનો મોંડોળહોંઅ લોકહોંન આત્મીક રીતો ચાનવા, હાચવા ઓનો ખાવાવા. ઓનો તો તુમું પોતાઅ ફોરોજ આહાય એવ ગોંણીન નેંય, પોન ઉલટો, જેવ પોરમીહેર મોરજી રાખેહ તેવ, રાજી વેયન કોઆ, ઓનો પોયસાહાંઅ લોબ રાખીન નેંય, પોન સેવા કોઆંન ખોરી મોરજી રાખીન કોઆ. 3 પોરમીહેરો તુમહાંન હોપનો લોકહોંઅરી સેટહોં તોરીકો મા વોરતુઅતા. પોન ઉલટો, તીંયહાંન જેંહડો જીવોન જીવાઅન હીકવુઅતાહ તેંહડોજ જીવોન તુમું પોતો બી જીવા. 4 તુમું એવ કોઅહા તા, જેવ રોમોતોઅ હોરીફાયોમ જીતનારહાંન જીતોઅ હાર પોવાવતાહ, તેવ આપોઅ બાદો વોળીલહોંઅ ઉપરી ઈસુ ખ્રીસ્તુ ફાચુ આવીઅ તાંહાંઅ, તો તુમહાંન ભારી ઉજવોળોવાલો ઓનો કાયોમ રેનારો ઈનામ આપીઅ.
5 તેવુજ કોઈન, મોંડોળોઅ જુવાનહ્યાં, તુમું મોંડોળોઅ મોડો લોકહોંઅ આદીનોમ રેયા. ઓનો મોંડોળોઅ બાદો લોકહોં, તુમું ગોરીબળો સોબાવો કોઈન એક-બીજાઅ સેવા કોઆ. કાંહાંનકા પોવીતોર લેખાણોમ લેખનો આહાય , “પોરમીહેર ઓબીમાન રાખનારો લોકહોંઅ વીરુદ કોએહ. પોન તો ગોરીબળો લોકહોંપોઅ મેરબાની કોએહ.” 6 તીંહીંઅ લીદો, ગોરીબળે બોંણીન ભારી તાકોતોવાલો પોરમીહેરોન નોમજા. તાંહાંઅ તો તીયાઅ નોકકી કોઅનો સોમોયો તુમહાંન માન આપીઅ. 7 પોરમીહેર તુમાંઅ ચીંતા રાખેહ. તીંહીંઅ લીદો તુમું તુમાંઅ બાદયો જાતીઅ ચીંતા તીયાપોઅ સોળી દેયા. 8 પોતાન કાબુમ રાખા નો ચેતીન રેયા. કાંહાંનકા, જેવ ઓળખાઅનું સીંહ વાગ, જોબી મીલે તીયાન ખાય જાઆંન હોદતુ ફીરેહ, તેવ તુમાંઅ દુસ્માન સેતાન, પોતાન કાબુમ નેંય રાખનારો જો મીલે તીયાન, આત્મીક રીતો નાસ કોઆંન હોદતુ ફીરેહ. 9 તુમું વીસવાહોમ પાકા રેયન તીયાઅ હોંબા વેજા. ઈયાદ રાખા કા, આખ્યો દુન્યામ રેનારો બીજો ખ્રીસ્તી વીસવાસહ્યોંન બી ઈયોજ જાતીઅ દુખે વેઠનુંઅ પોળતેહ. 10 તુમું થોળોક વોખોત દુખે વેઠહા હાતીઅ, તુમાંપોઅ ભારી મેરબાની કોઅનારુ ઓનો ખ્રીસ્તોપોઅરો તુમાંઅ વીસવાહોઅ લીદો કાયોમ તુમહાંન હોરગોમ તીયાઅ ઉજવોળોવાલો જાગો રેઆંન હાદનારુ આપનારુ પોરમીહેર તુમહાંન આત્મીક સુખ આપીઅ ઓનો તુમાંઅ વીસવાહ મોજબુત કોઈઅ. 11 તાકોત, રાજ ઓનો સોત્તા કાયોમ તીયાઅજ રેય! આમેન.
સેન્ની સાલાહ
12 આય હાન્નો કાગોલ માંયોં સીલવાનુપોઅ લેખાવ્યેહ. તીયાન માંય ખાતર્યો ખ્રીસ્તી પાવોહ માનોંહ. ઓનો માંય કાલાવાલા કોઈન તુમહાંન સાક્સી આપોંહ કા, આય કાગોલ માંયોં તુમાંપોઅરો પોરમીહેરોઅ ખોર્યો મેરબાન્યોઅ બાબોતોમ લેખાવ્યેહ. ઓનો તીયો મેરબાન્યોનુંજ તુમું તેઈ રેયા. 13 ઓનો તુમાંઅ ગાંઉં પોરમીહેરો પોસોંદ કોઅનો આય રાજધાન્યો વેઅના મોંડોળોઅ લોક ઓનો માંઅ આત્મીક પોયોર માર્ક તુમહાંન સાલામ આપતાહ. 14 તુમું ખ્રીસ્તી માયા કોઈન એક-બીજાન સાલામ આપજા.
ઈસુ ખ્રીસ્તોપોઅ વીસવાહ રાખનારો તુમહાંન બાદહાંન સાંતી મીલે!