4
દુન્યાઅરી દોસ્તી
1 આમુ માંય તુમહાંન ફુચાઅન માગોંહ કા, તુમું કાંહાંન એક-બીજાઅરી વીગુઅતેહ? તુમાંઅ મોનહોંમ તા, મોજ-સોક કોઆંન ખારાબ મોરજ્યા તુમાંઅ આત્માહાંઅરી કાયોમ વીઅગુઅત્યાહ. તીંહીંઅ લીદો તુમહાંમ બોના-ચાની નો બાથ વેહે. 2 તુમાંપોઅ જે ચીજ નાંહ તે તુમું મેલવાઅન મોરજી રાખતેહ. પોન તે તુમહાંન નાંહ મીલતી તીંહીંઅ લીદો, તે મેલવાઅન તુમું ખુન બી કોઅતેહ. ઓનો બીજહાંપોઅરી ચીજ મેલવાઅન ભારી મોરજી રાખતેહ તેબી, તે ચીજ તુમહાંન નાંહ મીલતી. તીંહીંઅ લીદો તુમું તીંયહાંઅરી વીઅગુઅતેહ નો લોળતેહ. તેબી તે ચીજ તુમહાંન નાંહ મીલતી, કાંહાંનકા, તુમું પોરમીહેરોપોઅ તે નાંહ માગતેહ. 3 ઓનો તુમું પોરમીહેરોપોઅ માગતેહ તેબી તે ચીજ તો તુમહાંન નાંહ આપતુ. કાંહાંનકા, તુમું ખોટો ઈરાદહાં કોઈન તે માગતેહ. ઓનો તે ચીજ પોતાઅ મોજ-સોકોઅ માટોજ વાપઅરાન માગતેહ. 4 ઓ ઈમાનદાર્યો વોગોરોઅ લોકહોં, તુમું હારી રીતો જાંઅતાહ કા, દુન્યાઅરી દોસ્તી રાખનુંઅ, એટલે પોરમીહેરોઅરી વેર કોઅયા બોરાબોર આહાય. તીંહીંઅ લીદો, જો માંહુંઅ દુન્યાઅરી દોસ્તી રાખાઅન મોરજી રાખેહ, તો પોરમીહેરોઅ દુસ્માન બોંણેહ. 5 પોવીતોર લેખાણહોંમ એંહડો લેખનો આહાય , “પોરમીહેરો જો આત્મા આપોઅ માજ થોવ્યુહ, તો આપોઅ મોનહોંન પોતાઅજ કાબુમ રાખાઅન ભારી મોરજી રાખેહ.” ઓનો આય લેખાણ હાચો આહાય તો તુમું જાંઆ. 6 પોન પોરમીહેરોઅ મેરબાની તા માંહાંઅ આત્માઅ મોરજ્યો કોઅતા બી વાદારુ ગોત્યો વાલી આહાય. તીંહીંઅ લીદોજ પોવીતોર લેખાણહોંમ એવ લેખનો આહાય , “પોરમીહેર ઓબીમાન રાખનારહાંઅ વીરુદ આહાય, પોન જે ગોરીબળો સોબાવોઅ આહાય તીંયહાંપોઅ તો મેરબાની કોએહ.” 7 તીંહીંઅ લીદો, તુમું પોરમીહેરોઅ આદીનોમ રેયા, ઓનો ખારાબ મોરજ્યા પેદા કોઅનારો સેતાનોઅ વીરુદ લોળા. તાંહાંઅ સેતાન તુમાંઅહીં રેખ નાહી જાઈ. 8 તુમું પોરમીહેરોઅ પાહો જાયા નો પોરમીહેર બી તુમાંઅ પાહો આવીઅ. ઓ પાપહ્યોં, તુમાંઅ ચાલ-ચોલગોતી સુદારા! નો દુન્યાઅરી બી નો પોરમીહેરોઅરી બી દોસ્તી રાખાઅન મોરજી રાખનારહાં, તુમું તુમાંઅ મોને સોકે કોઆ નો પોરમીહેરોઅરીજ દોસ્તી રાખા! 9 તુમું પાસ્તાવુ કોઈન રોળા! તુમહાં કોઅનો ખારાબ કામહોં લીદો ઓહતે મા, પોન રોળા! 10 પોરમીહેરોઅ હાજર્યોમ રેયા તાંહાંઅ તુમું પોતાન ગોરીબળે બોંણાવા. તાંહાંઅ તો તુમહાંન આત્મીક રીતો મોડે બોંણાવીઅ. 11 માંઅ પાવોહ-બોંઅયોંહોં, એક-બીજાઅ બાબોતોમ ખોટો મા બોનતે! જો કોય બી ખ્રીસ્તી બીજો ખ્રીસ્તી પાવોહોઅ બાબોતોમ ખોટો બોનેહ ઓનો ખોટ્યો રીતો તીયાઅ નીયાય કોએહ, તો ખોરેખોર પોરમીહેરોઅ નીયોમોઅ બાબોતોમ ખોટો બોનેહ ઓનો ખોટ્યો રીતો તીયાઅ નીયાય કોએહ. કાંહાંનકા, તો નીયોમ એંહડો માંહાંઅન ગુનાલો જાહેર કોએહ. જો તુમું પોરમીહેરોઅ નીયોમોઅ ખોટ્યો રીતો નીયાય કોઅતે વેય તા, ખોરેખોર તુમું તો નીયોમ પાલનારે નાંહ બોંણ્યે. પોન ઉલટો તીયાઅ નીયાય કોઅનારે બોંણ્યેહ. 12 નીયોમ આપનારુ ઓનો લોકહોંઅ નીયાય કોઅનારુ તા પોરમીહેરુજ આહાય. ઓનો તોજ લોકહોંન બોચાવી બી સેકેહ, ઓનો તીંયહાંઅ નાસ બી કોઈ સેકેહ. ખોટ્યો રીતો બીજો વીસવાસી પાવહોઅ નીયાય કોઆંન તુંન કાંય બી હોક નાંહ.
ભોવીસોઅ બાબોતોમ આપુ કાંય નાંહ જાંઅતે
13 તુમહાં વેઅના થોળાક લોક આખતાહ , “આજ નેતા હાકાલ આમું ફોલાણો સેરોમ જાયન તાંહીં એક વોરોહ લોગોઅ રેહું ઓનો તાંહીં ધોંેંદુ ચાલુ કોઈન ભારી પોયસા પેદા કોઅહું. એવ આખનારહાં, આમુ માંઅ ગોઠ ધીયાન રાખીન ઉનાઆ. 14 હાકાલ તુમાંઅ જીનગી કોંહડી વેઈ તો બી તુમું નાંહ જાંઅતા. તુમાંઅ જીનગી તા, થોળોક લોગોઅ દેખાયન હાતીઅ ઉડી જાનારો તુંબરાઅ ગાંઉં આહાય. 15 તીંહીંઅ લીદો, તુમાંઅ એવ આખનુંઅ જોજવે , “પોરમીહેરોઅ મોરજી વેય તા, આમું જીવતે રેહું નો આય કા તો કોઅહું.” 16 પોન તીંહીંઅ બોદલો તુમું તા ઓબીમાન રાખીન પોતાઅ મોડાય કોઅતેહ. તુમહાંન જો વેઆંન આહાય તીંહીંઅ બાબોતોમ ઓબીમાન રાખીન બોનાઅન ખોટો આહાય. 17 તીંહીંઅ લીદો, જોબી એક વીસવાસી પાવોહ એંહડ્યો બાબોતહીંમ જો ખોરો આહાય તો કોઆંન જાંએહ પોન તો નાંહ કોઅતુ તા, તો તીયાઅ માટો પાપ આહાય.