3
વીચારીન બોના
1 માંઅ પાવોહ-બોંઅયોંહોં, તુમહાંમ રેખ પોરમીહેરોઅ હાચાયોઅ બાબોતોઅ ઉપદેસ આપનારા વાદારુ મા બોંણહા. કાંહાંનકા, તુમું જાંઅતેહ કા, ખ્રીસ્તી ઉપદેસ આપનારો આપોઅ તા, પોરમીહેર બીજહાં કોઅતા વાદારુ કોળોક રીતો નીયાય કોઈઅ. 2 આપુ બાદે ઘોણ્યો રીતો ભુલી કોઅતેહ. જો એક વીસવાસી માંહુંઅ બોને, ઓનો તીંહમેઅ તો કાંય બી ભુલ નેંય કોએ તા, તીંહીંઅ ઓ ઓર્થુ આહાય કા, તીયાઅ જીવોનોમ પોરમીહેરોઅ જો ઈરાદુ આથુ તો તીયા પુરુ કોઈ દેદુહ, ઓનો તો પોતાઅ આખો સોરીદોન કાબુમ રાખી સેકેહ. \cat HK00029C.TIF \cap કોળાઅ મુંયોંમ લોગામ 3 મોડો કોળાન આપોઅ મોરજ્યો પોરમાણો ચાનવાઅન માટો, આપુ તીયાઅ મુંયોંમ હાન્નીજ લોગામ પોવાવતેહ, ઓનો તીંહીં કોઈન આપોઅ મોરજી વેય તેવ તીયાન ચાનવી સેક્તેહ. 4 નેતા ઝાજોઅ વીચાર કોઆ. તો કોતોહ બી મોડો વેય ઓનો ભારી જોરપોઅ ચાનનારુ વારુ તીયાન ચાનવે. તેબી તીયાન ચાનવુઅનારો માંહુંઅ તા વાય હાન્નો ગોવોંડોરો કોઈન તીયાઅ મોરજી વેય તેવ તીયાન ચાનવેહ. 5 તેવુજ કોઈન માંહાંઅ જીબ વાય હાન્ની આહાય તેબી, તે પોતાઅ બાબોતોમ મોડયા-મોડયા ગોઠી કોઈ સેકેહ.
ઓનો તુમું જાંઅતેહ કા આગીઅ એક હાન્ની ફુનગી ભારી મોડો જોંગોલોન બાલી સેકેહ. 6 માંહાંઅ જીબ આગીઅ ગાંઉં આહાય, ઓનો ખોટાયોઅ દુન્યાઅ ગાંઉં આહાય. ઓનો આપોઅ સોરીદહોંમ જીબ એંહડુ ભાગ આહાય કા જો, આપોઅ આખો જીવોનોમ ખોટાય ફેલાવી સેકેહ ઓનો નોરોકોમ રેખ મીલન્યો આગી કોઈન આપોઅ આખો જીવોનોઅ નાસ કોઈ સેકેહ. 7 જોંગલી જાનવોરહોંન, ડોગરાહાંન, ચીળહાંન, હાપળાહાંન, ઓનો પાંઅયોંમ રેનારો જાનવોરહોંન માંહુંઅ વોસ કોઈ સેકેહ, ઓનો તીંયહાંન વોસ કોએહ બી. 8 પોન કોડો બી પોતાઅ જીબીન વોસ નાંહ કોઈ સેકતો. જીબ તા વોસ નેંય કોઆય એંહડી ખારાબ ચીજ આહાય. ઓનો હાપળાઅ ઝેરોઅ ગાંઉં તે લોકહોંન માઈ ટાકી બી સેકેહ. 9 ઈયો જીબી કોઈન આપુ, આપોઅ માલીખોઅ ઓનો પોરમીહેર બાહકાઅ ગુણ ગાયતેહ, ઓનો તીયાઅ આબાર માનતેહ. ઓનો ઈયોજ જીબી કોઈન આપુ પોરમીહેરો પોતાઅ ગાંઉંજ બોંણાવનો માંહાંઅન હારાપ બી આપતેહ. 10 એવ કોઈન આપુ એકુજ મુંયોં કોઈન પોરમીહેરોઅ ગુણ બી ગાયતેહ, ઓનો બીજહાંન હારાપ બી આપતેહ. માંઅ પાવોહ-બોંઅયોંહોં, એવ તા નેંયજ બોંણનુંઅ જોજવે. 11 પાંઅયોંઅ એકુજ ચોરોમ રેખ ખારો નો મીઠો પાંઈં નાંહ નીંગતો. 12 ઓનો માંઅ પાવોહ-બોંઅયોંહોં, બાવલાઅ ચાળોપોઅ આંબલ્યા નાંહ લાગત્યા, ઓનો વોળોઅ ચાળોપોઅ દારાખી નાંહ લાગત્યા. તેવુજ કોઈન ખારો પાંઅયોંઅ ચોરોમ રેખ મીઠો પાંઈં નાંહ નીંગતો. તીંહીંઅ લીદો, પોરમીહેરોઅ હાચાયોઅ બાબોતોઅ ઉપદેસ આપનારા તુમું, જોબી આખા તીંહીંઅ બાબોતોમ કાલજી રાખજા. 13 તુમહાંમ રેખ જોબી ગીયાની ઓનો ઓકલીવાલો વેય તો, પોતાઅ હાર્યો ચાલ-ચોલગોતી કોઈન, ઓનો ગોરીબળો સોબાવો નો ગીયાનો કોઈન કોઅનો તીયાઅ હારો કામહોં કોઈન, તીંહીંઅ સાબીતી આપે. 14 પોન જો તુમું તુમાંઅ મોનહોંમ આદરાય, કોળવી લાગણી ઓનો ઈગનાય રાખતે વેય તા, “આમું ગીયાની આહાય.” એંહડો તુમાંઅ ઓબીમાન નેંય રાખનુંઅ જોજવે, ઓનો એવ કોઈન ઈસુઅ બાબોતોઅ હાર્યો ગોઠીઅ વીરુદ પાપ નેંય કોઅનુંઅ જોજવે. 15 એંહડો ગીયાન પોરમીહેર નાંહ આપતુ; પોન આય તા, આય પાપી દુન્યાઅ નો માંહાંહાંઅ પાપી સોબાવોઅ નો સેતાનોઅ ગીયાન આહાય. 16 કાંહાંનકા, જીયો જાગો લોક આદરાયો વાલા નો ઈગનાયો વાલા આહાય, તીયો જાગો ધામાલ નો બાદયો જાતીઅ બીજા પાપ વેનારાજ. 17 પોન પોરમીહેરો આપનો ગીયાન જીયાઅ જીવોનોમ આહાય, તો માંહુંઅ પેલ્લાઅ તા સોકયો રીતો જીવનારો આહાય. ઓનો તો બાદહાંઅરી ઈલી-મીલીન રેનારો, આકરો વોરતોન નેંય રાખનારો, દોસ્તી રાખનારો, બાદો જાતીઅ હારે કામે કોઅનારો, બાદહાંઅરી હારકુ વેવાર રાખનારો, ઓનો ઢોંગ નેંય કોઅનારો આહાય. 18 મોંડોળોમ સાંતી જાલવી રાખાઅન ખાતોર બીજહાંઅ હોમજોણ કાડનારો માંહાંહાંન હાચો જીવોન મીલેહ.