6
1 તીંહીંઅ લીદો આપુ, ફાચે-ફાચે ખ્રીસ્તી જીવોનોઅ સોરુવાતોઅ ઉપદેસહોંઅજ વીચાર નેંય કોઅયા કોઅજી; પોન આપુ આપોઅ આત્મીક જીવોનોમ વાદજી ઓનો આપોઅ હોમજોણોમ પાકે બોંણજી! ખોટે કામે સોળીન પોરમીહેરોપોઅ વીસવાહ રાખાઅન એંહડુ ખ્રીસ્તી જીવોનોઅ પાયાઅ ઉપદેસ ફાચુ-ફાચુ નેઆંન આપોઅ જુરુલ નાંહ. 2 ઓનો બાપતીસ્માહાંઅ બાબોતોમ, ઓનો આસીરવાદ આપાઅન માટો મોંડોળોઅ વોળીલ વીસવાસહ્યોંપોઅ આથ થોવે તીંહીંઅ બાબોતોમ, ઓનો મોઅને માંહેંઅ જીવતે ઉઠીઅ તીંહીંઅ બાબોતોમ, ઓનો પોરમીહેર લોકહોંઅ નીયાય કોઈન તીંયહાંન કાયોમોઅ માટો જીવાવીઅ, કા કાયોમોઅ માટો સીકસા આપીઅ, તીંહીંઅ બાબોતોમ બી આજી વાદારુ હીકામોણોઅ આપહોંન જુરુલ નાંહ. 3 તીંહીંઅ લીદો, ખોરેખોર જો પોરમીહેરોઅ મોરજી વેય તા, આપુ આપહોંન આત્મીક જીવોનોમ વાદવે એંહડા ઉપદેસ નેહું. 4-6 કાંહાંનકા, જીયો લોકહોં એક વોખોત આત્મીક ગીયાન મેલવ્યોહ, ઓનો હોરગોઅ હાર્યો-હાર્યો બાબોતહીંઅ ઓનુભોવ કોઅયુહ, ઓનો જે પોવીતોર આત્માઅ ભાગીદાર બોંણ્યાહ, ઓનો જીંયહાં પોરમીહેરોઅ ભારી હારો વોચોનહોંઅ, ઓનો તીયાઅ તાકોતોઅ કામે, કા જે આવનારો જોમાનામ પુર્યો રીતો જાહેર વેનારે આહાય તીંયહાંઅ ઓનુભોવ કોઅયુહ, ઓનો હાતીઅ ખ્રીસ્તોપોઅ વીસવાહ કોઆંન સોળી દેદોહ, તીયો લોકહોંન ફાચા પાપોઅ વાટો રેખ વાલીન તીયાપોઅ વીસવાહ કોઆવાઅન બોંણીજ નાંહ સેકતો. કાંહાંનકા, તેવ કોઈન જાણે કા, તે પોતાઅ પાપોઅ લીદો પોરમીહેરોઅ પોયોરોન ફાચુ કુરુસોપોઅ જોળીન જાહેરોમ તીયાઅ નીંદા કોઅતા વેય એંહડો આહાય.
7 જો ખેત તીયાપોઅ ઘેળી-ઘેળી પોળનારો વોરહાતોઅ પાંઅયોંન ચુહી નેહે નો ખેળુકોન લાબ વેય એંહડુ પાક પેદા કોએહ, તેંહડો ખેતોપોઅ પોરમીહેર ભારી રાજી આહાય. 8 પોન જો તો ખેત એખને કાટે-સેકરેજ પેદો કોએ તા, તો નોકકામો આહાય. આખોર, ખેળુક તીયો ખેતોન નાગાળી દેઈ. તેવુજ કોઈન જે ખ્રીસ્તી માંહેંઅ પોરમીહેરોપોઅ રેખ આસીરવાદ મેલવીન તીયાન પોસોંદ પોળે એંહડો જીવોન જીવતેહ, તીંયહાંપોઅ તો ભારી રાજી વેઈ. પોન જે ખ્રીસ્તી માંહેંઅ તીયાપોઅ રેખ આસીરવાદ મેલવીન બી તીયાન પોસોંદ પોળે એંહડો જીવોન નાંહ જીવતે, તીંયહાંન તો સીકસા કોઈઅ. 9 મેરાલો દોસ્તારહોં, માંય તુમહાંન એવ ચેતવુણી આપોંહ તેબી, તુમાંઅ બાબોતોમ માંન ખાતરી આહાય કા, તુમાંઅ આત્મીક હાલોત આંહડી નાંહ, પોન તે હારી આહાય, ઓનો તુમું જીંયહાંન પોરમીહેરો તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવ્યાહ, તેંહડો લોકહોંન સોબે તેંહડે કામે કોઅતેહ. 10 તુમહાં પોરમીહેરોઅ લોકહોંન, એટલે બીજો ખ્રીસત્યોહોંન મોદોદ કોઅયીહ; ઓનો આજી બી તુમું તીંયહાંન મોદોદ કોઅતેહ. એવ કોઈન તુમહાં દેખાવ્યોહ કા, તુમું પોરમીહેરોપોઅ માયા રાખતેહ. પોરમીહેરોઅ માટો તુમહાં જો કામ કોઅયોહ, તો પોરમીહેર વીહરાય નેંય જાય, પોન તીંહીંઅ તો તુમહાંન બોદલુ આપીઅ. કાંહાંનકા, તો કાયોમ નીયાયી આહાય. 11 માંય ઘોણી મોરજી રાખોંહ કા, તુમું જીવા તાંઉં લોગોઅ, બીજો ખ્રીસત્યોહોંન મોદોદ કોઅતે રેયા, ઈંહીંઅ ખાતોર કા, પોરમીહેરોપોઅ રેખ જે આસીરવાદ મેલવાઅન તુમું આસા રાખતેહ, તે આસીરવાદ તુમહાંન નોક્કીજ મીલે. 12 તાંહાંઅ, તુમું આત્મીક જીવોનોમ આલહી નેંય બોંણા, પોન ઉલટો એંહડો લોકહોંઅ ગાંઉં બોંણહા કા, જે પોતાઅ વીસવાહ ઓનો ધીરોજોઅ લીદો જે આસીરવાદ આપાઅન પોરમીહેરો તીંયહાંન વોચોન આપ્યોહ તે મેલવુઅનારે આહાય.
પોરમીહેરોઅ વોચોનો પોરમાણો નોકકીજ વેઈ
13 પોરમીહેરો જેંહડામ આબરાહામોન વોચોન આપનો, તેંહડામ તીયા હોમ ખાદુ કા, તો તીયો વોચોનો પોરમાણો કોઈઅજ. તો હોમ ખાઆંન માટો પોરમીહેરો કોઅતા કોડો બી મોડો નોખો તીંહીંઅ લીદો, તીયા તેંહડામ પોતાઅજ નામો હોમ ખાદુ. 14 હોમ ખાયન તીયા આખ્યો, “માંય તુંન નોકકીજ આસીરવાદ આપહીં ઓનો તોઅ વોસુલુ નોકકીજ વાદવીહીં.” 15 ઈંહીંઅ પોરીણામો, પોરમીહેરો આબરાહામોન જો આસીરવાદ આપાઅન વોચોન આપનો, તો તીયાન મીલ્યુ; કાંહાંનકા, પોરમીહેર પોતાઅ વોચોન પુરો કોએ તીંહીંઅ આબરાહામો ધીરોજ રાખીન વાટ હેઅયી.
16 જેંહડામ એક માંહુંઅ હોમ ખાહે, તેંહડામ તો તીયા કોઅતા મોડો માંહાંઅ નામોઅ હોમ ખાહે. ઓનો તીંહીં કોઈન તીયો માંહાંઅ બીજો માંહાંઅ આર્યોઅ બાથ-ભાનગોળીઅ નીકાલ વેઅ જાહે. 17 પોરમીહેરો જે આસીરવાદ આપાઅન વોચોન આપનો, તે જે લોક મેલવીઅ, તીંયહાંન તો સોકયો રીતો દેખાવાઅન માગત્નું કા, તો પોતાઅ ઈરાદુ કોય દીહ બી નેંય બેદલે; તીંહીંઅ લીદો, તીયા હોમ ખાયન આખ્યો, તો તીયા આબરાહામોન આપનો વોચોનો પોરમાણો નોકકીજ કોઈઅ. 18 પોરમીહેરો વોચોન બી આપ્યોહ ઓનો તો વોચોન પુરો કોઆંન હોમ બી ખાદુહ. પોરમીહેર ઝુટો બોનીજ નાંહ સેક્તુ. તીંહીંઅ લીદો, આય બેનું ગોઠહીં કોઈન, એટલે કા, વોચોન ઓનો હોમો કોઈન તીયા દેખાવ્યોહ કા, તીયા જો આખ્યોહ તો કોય દીહ બી નેંય બેદલાય. તીંહીંઅ લીદો, મોદોદ મેલવાઅન તીયાઅહીં ગુગદી જાનારે આપુ આસા રાખતેહ કા, પોરમીહેરો જે આસીરવાદ આપાઅન વોચોન આપ્યોહ, તે આપુ નોકકીજ મેલવુહું. 19 આપોઅ આય આસા, ઝાજોન મોજબુત રીતો તેઈ રાખનારો લોંગોરોઅ ગાંઉં મોજબુત આહાય. ઓનો આપહોંન મોદોદ કોએ એવ જીયાઅ આપુ આસા રાખીન વાટ હેઅતેહ, તો તા ઈસુ આહાય, કા જો પોરમીહેરોઅ હાજર્યોમ જાહે, જેવ મોડામ-મોડુ પુંજારુ, પોરમીહેરોઅ હાજરી આથી તાંહીં એટલે તોંબાઅ એકદોમ માજરોઅ ભાગોમ પોળદાઅ ફાચલાઅ જાત્નું તેવ. 20 ઈયોજ પોરમીહેરોઅ હાજર્યોમ આપોઅ ખાતોર આપોઅ આગલાઅ ઈસુ ગોયુહ, ઓનો મેલખીસેદેકોઅ પુંજારાઅ હોદદા પોરમાણો તો કાયોમોઅ માટો મોડામ-મોડુ પુંજારુ બોંણ્યુહ.