3
મોસે કોઅતા ઈસુ વાદારુ ચોળીયાતુ આહાય
1 તીંહીંઅ લીદો, પોરમીહેરોઅ પોવીતોર લોક વેઆંન તીયા નોતરુઅનો માંઅ ખ્રીસ્તી પાવોહ-બોંઅયોંહોં, ઈસુઅ વીચાર કોઆ! ઈયો ઈસુન આપુ, પોરમીહેરો આપોઅ માટો મોકનુઅનું ખાસ ખોબરી, ઓનો તીયા આપોઅ માટો નીમનું મોડામ-મોડુ પુંજારુ માનતેહ.
2 જેવ મોસે પોરમીહેરોઅ કોઓ રુપી મોંડોળોઅ લોકહોંઅ સેવા ઈમાનદાર્યો રીતો કોઅયી, તેવ ઈસુ બી તીયાન નીમનારો પોરમીહેરોઅ સેવા ઈમાનદાર્યો અ રીતો કોઅયી. 3 જેવ કોઓ કોઅતા કોઅ બાંદનારાન માંહેંઅ વાદારુ માન આપતેહ, તેવ પોરમીહેરો મોસે કોઅતા ઈસુન વાદારુ માનોઅ લાયોક ગોંણ્યુહ. 4 કેવકા, જેવ ગોમે તો કોઅ વેય તીયાન બાંદનારો કોય બી માંહુંઅ વેય, તેવુજ બાદાન બોંણાવનારુ એક આહાય ઓનો તો પોરમીહેરુજ આહાય. 5 મોસે પોરમીહેરોઅ કોઓ રુપી મોંડોળોમ સેવોકો તોરીકો ઈમાનદાર આથુ. ઓનો જીયો બાબોતહીંઅ ઓર્થુ પોરમીહેર ભોવીસોમ જાહેર કોઅનારુ આથુ, તે બાબોતી લોકહોંન આખાઅન તીયાઅ કામ આથો.
6 પોન ખ્રીસ્ત તા, પોરમીહેરોઅ મોંડોળોઅ કારભાર ચાનવુઅનારો પોયોરો તોરીકો ઈમાનદાર આહાય. જો આપુ હીંમોત રાખીન ખ્રીસ્તોપોઅ વીસવાહ કોઅતે રેજી, ઓનો પોરમીહેર આપોઅ માટો જો કોઈઅ તીંહીંપોઅ આસા રાખતે રેજી તા, આપુ પોરમીહેરોઅ કોઓ રુપી મોંડોળ આહાય.
7 તીંહીંઅ લીદો, પોવીતોર લેખાણોમ પોવીતોર આત્મા જેવ આખ્યોહ તેવ,
“પોરમીહેર આમુ તુમહાંન જો આખેહ તો તુમું ઉનાયન તો માનજા! 8 ઉજળોમ જેવ તુમાંઅ આગલોઅ ડાયહાં પોરમીહેરોઅ વીરુદ હોજોરાય કોઅની, ઓનો તીયાઅ ધીરોજોઅ પારખો કોઅનો તેંહડામ તીંયહાં જેવ કોઅનો, તેવ તુમું પોરમીહેરોઅ ગોઠીપોઅ વીસવાહ નેંય રાખાઅન ઓટ મા તેઅતે!”
9 પોરમીહેર આખેહ કા, “ચાલીહ વોરહો લોગોઅ, માંયોં કોઅને કામે તુમાંઅ આગલોઅ ડાયહાં દેખ્યે. તેબી તીંયહાં માંઅ તાકોતોપોઅ સોંકા રાખીન, તીયો ઉજળોમ તીંયહાં માંઅ પારખો કોઅયો.
10 તીંહીંઅ લીદો, તીયો લોકહોંપોઅ માંન રોગ સોળી, ઓનો માંયોં આખ્યો, “તે લોક માંન કોયદીહ બી ઈમાનદાર નાંહ રેતા, ઓનો માંઅ નીયોમ પાલાઅન ના પાળતા’.
11 તીંહીંઅ પોરીણામો, માંન તીંયહાંપોઅ રોગ ચોળી, ઓનો માંયોં એંહડુ હોમ ખાદુ: “જીયો કાનાન દેસોમ માંય તીંયહાંન આરામ કોઆંન દેનારુ આથુ, તીયો દેસોમ તે કોય દીહ બી નેંય વીહે’.”
12 માંઅ ખ્રીસ્તી પાવોહ-બોંઅયોંહોં, હેઅજા કા, તુમહાંમ રેખ કોડાઅ બી મોન એંહડો ખારાબ ઓનો વીસવાહ નેંય કોઅનારો નેંય વેય કા, તો જીવતો-જાગતો પોરમીહેરોન નોફરોત કોએ. 13 ઉલટો, તુમાં વેઅનો કોડાન બી તીયાઅ પોતાઅ પાપી સોબાવ નેંય સેતરે ઓનો તો ઓટાલો નેંય બોંણે તીંહીંઅ ખાતોર, પોરમીહેરોઅ ગોઠીપોઅ વીસવાહ કોઆંન આજી તોક આહાય તાંઉં, તુમું રોદદીહ એક-બીજાન હોમજાવતે રેજા! 14 કાંહાંનકા, જો આપુ પેલ્લાઅ ખ્રીસ્તોપોઅ રાખનું વીસવાહ આપોઅ જીનગ્યોઅ સેવોટો લોગોઅ રાખતે રેજી તાંહાંઅજ, આપુ ખ્રીસ્તોઅ હોદદામ ભાગીદાર બોંણહું.
15 પોવીતોર લેખાણોમ લેખનો આહાય , “પોરમીહેર આમુ તુમહાંન જો આખેહ તો તુમું ઉનાયન માનજા! ઓનો તુમાંઅ આગલોઅ ડાયહાં તીયાઅ વીરુદ હોજોરાય કોઅની તેંહડામ જેવ તીંયહાં કોઅનો તેવ, તુમું તીયાઅ ગોઠ નેંય માનાઅન ઓટ તેઈ મા રાખતે!” આય લેખાણો પોરમાણો ચાનીન આપુ ખ્રીસ્તોઅ હોદદામ ભાગીદાર બોંણી સેક્તેહ.
16 પોરમીહેરોઅ ઓવાજ ઉનાઅનું તેબી, કોડા તીયાઅ વીરુદ હોજોરાય કોઅની? જે માંહેંઅ મોસેઅ આગેવાન્યોમ મીસોર દેસોમ રેખ નીંગી આલને, તીંયહાં બાદહાંજ પોરમીહેરોઅ વીરુદ હોજોરાય કોઅની. 17 ઓનો ચાલીહ વોરહો લોગોઅ પોરમીહેરોન કોડાપોઅ રોગ ચોળની? તીયો લોકહોંપોઅજ તીયાન રોગ ચોળની કા જીંયહાં પાપ કોઅનું ઓનો તીંહીંઅ પોરીણામો તીંયહાંઅ મુરદે ઉજળોમ પોળી ગોયને. 18 ઓનો “જીયો કાનાન દેસોમ માંય તીંયહાંન આરામ કોઆંન દેનારુ આથુ, તીયો દેસોમ તે કોય દીહ બી નેંય વીહે” એંહડુ પોરમીહેરો કોડાઅ બાબોતોમ હોમ ખાદુ? તીયો ઈસરાયેલ લોકહોંઅ બાબોતોમુજ તીયા એંહડુ હોમ ખાદુ કા, જીંયહાં તીયાઅ આખનો નાંહ માન્યો. 19 એવ કોઈન આપુ હેઈ સેક્તેહ કા, તીંયહાં પોરમીહેરોઅ આખનો નેંય માન્યો તીંહીંઅ લીદો, તે લોક જીયો દેસોમ જાઆંન આથા તીયો દેસોમ પોચી નેંય સેક્યા.