ફીલેમોનોન પાવુલો લેખનો કાગોલ
1
સાલામોઅ ગોઠ
1-2 આમાંઅ મેરાલા દોસતાર, ઓનો હારી ગોઠ ફેલાવાઅન કામોમ આમહાંન મોદોદ કોઅનારા ફીલેમોન, ખ્રીસ્તોઅ સેવા કોઆંન ખાતોર જેલીમ પુરાઅનું માંય પાવુલ, તુંન માંઅ સાલામ આપોંહ. માંઅરી આપોઅ ખ્રીસ્તી પાવોહ તીમોથી બી તુંન સાલામ આપેહ. આરી-આરી તોઅ નાડી આફીયા, જે આમાંઅ વીસવાસી બોંઈંહ આહાય તીયોન, ઓનો આમાંઅરી ખોટાયોઅ વીરુદ આત્મીક લોળાય લોળનારો તોઅ પોયોર આરખીપ્પુન, ઓનો તોઅ કોઅમે જો મોંડોળ ચાનેહ તીયાઅ બાદો લોકહોંન બી આમાંઅ સાલામ.
3 પોરમીહેર આપોઅ બાહકુ, ઓનો માલીખ ઈસુ ખ્રીસ્ત તુમહાંપોઅ મેરબાની કોએ ઓનો તુમહાંન સુખ-સાંતી આપે.
પોરમીહેરોઅ લોકહોંપોઅરી ફીલેમોનોઅ માયા ઓનો ઈસુપોઅરુ તીયાઅ વીસવાહ
4 માંઅ દોસતાર ફીલેમોન, જેંહડામ બી માંય પોરમીહેરોન ઓરોજ કોઓંહ તેંહડામ માંય કાયોમ તોઅ માટો બી તીયાન ઓરોજ કોઓંહ. ઓનો તીયાઅ આબાર માનોંહ. 5 કેવકા પોરમીહેરોઅ બાદો લોકહોંપોઅયાર્ે તોઅ માયાઅ બાબોતોમ ઓનો માલીખ ઈસુપોઅરો તોઅ વીસવાહોઅ બાબોતોમ માંય કાયોમ ઉનાઅતુ રેહોં. 6 માંય પોરમીહેરોન ઓરોજ કોઓંહ કા, ઈસુપોઅ વીસવાહ કોઅનારહાં તોરીકો આપોઅ જે આત્મીક સોંગોત આહાય તીંહીં કોઈન તું, ખ્રીસ્તોઅરી જોળાઅનો આપોઅ જીવોનહોંમ મીલનારો બાદો આસીરવાદહોંન પુરી રીતો હોમજી સેકો. 7 માંઅ મેરાલા દોસતાર! પોરમીહેરોઅ લોકહોંપોઅયાર્ે તોઅ માયાઅ લીદો માંન ભારી આનાન વેયુહ ઓનો ઘોણું ઉફ મીલ્યુહ; ઓનો તોઅ મારફોતો પોરમીહેરોઅ લોકહોંઅ ચીંતા મોટી ગોયીહ.
ઓનોસીમુઅ માટો પાવુલ ફીલેમોનોન કાલાવાલા કોએહ
8 ઈયો કારોણો, માંય હીંમોત રાખીન તોઅપોઅ એક મોદોદ માગોંહ. ખ્રીસ્તોઅ ખાસ ખોબરી તોરીકો માંય તુંન હુકોમ કોઈન તોઅપોઅ રેખ તો માગી સેકોંહ. કેવકા, તોઅ માંન એંહડી મોદોદ કોઅનુંઅજ જોજવે. 9 તેબી તોઅપોઅયાર્ે માંઅ માયાઅ લીદો, ઉલટુ માંય તુંન કાલાવાલા કોઓંહ. ખ્રીસ્ત ઈસુ મોકનુઅનું ખોબરી ઓનો આમુ તીયાઅ ખાતોર જેલીમ પુરાઅનું ડાયો માંહુંઅ માંય પાવુલ તુંન કાલાવાલા કોઓંહ. 10 માંય જીયાન માંઅ પોતાઅ પોયરાઅ ગાંઉં ગોંણોંહ, તીયાપોઅ તું દાયા દેખાવજો એંહડા માંય તુંન કાલાવાલા કોઓંહ. જેલીમ માંયોં કોઅન્યો સેવાઅ લીદો એક જાંઅ ખ્રીસ્તી વીસવાસી બોંણ્યુહ, ઓનો તીયાન માંય માંઅ પોયરાઅ ગાંઉંજ ગોંણોંહ. જીયાઅ ગોઠ માંય કોઓંહ તો તા ઓનેસીમુ આહાય. 11 “ઓનેસીમુ” નામોઅ ઓર્થુ “કામોઅ માંહુંઅ” આહાય તેબી, પેલ્લાઅ તો તોઅ કામોઅ નોખુ. પોન આમુ તો માંઅ ઓનો તોઅ બેનહુંઅ કામરુઅ આહાય.
12 તો માંઅ જીવોઅ ગાંઉં ભારી મેરાલુ આહાય. પોન આમુ માંય તીયાન તોઅહીં ફાચુ મોકની આપોંહ. 13 હારી ગોઠ જાહેર કોઆંન કારોણો માંય જેલીમ આહાય એંહડો વોખોત, તોઅ બોદલામ તો માંઅ સેવા ચાકરી કોએ તીંહીંઅ ખાતોર તીયાન માંઅરી રાખાઅન માંઅ વીચાર આથુ. 14 પોન તું માંન મોદોદ કોઓ એંહડી માંય તુંન ફોરોજ પાળાઅન નાંહ માગતુ; ઉલટો, તું પોતાઅ રાજી-ખુસી માંન મોદોદ કોઓ એંહડી માંઅ મોરજી આહાય. તીંહીંઅ લીદો, તોઅ રાજાયો વોગોર માંય આયો બાબોતોમ કાંય બી નેંય કોઓં. 15 ઓનેસીમુ વીસવાસી બોંણ્યુ તીંહીંઅ લીદો કાયોમ તો તોઅ આરીજ રેય તીંહીંઅ ખાતોર, તીયાન તોઅહીં રેખ પોરમીહેરોજ નાહાઅન નાહાવી દેદનું એવ માંન લાગેહ. 16 આમુ તીયાન તું ખાલી ગુલામો તોરીકોજ નેંય પોન ઉલટો ગુલામો કોઅતા હારુ, એટલે કા તોઅ મેરાલો પાવહો તોરીકો માનીન રાખી નેજો! તો માંઅ તા મેરાલો પાવહોઅ ગાંઉં આહાય, ઓનો એવ વેય તા, માંહાંઅ તોરીકો નો માલીખોપોઅ વીસવાહ રાખનારા તોરીકો તો તોઅ ભારી મેરાલુ બોંણીઅ કને?
17 તીંહીંઅ લીદો, જો તું માંન તોઅ આર્યુઅ માલીખોઅ સેવા કોઅનારુ માનતુ વેય તા, માંઅજ આવકાર કોઅતુ વેય તેવ તીયાન ફાચુ આવકારજો. 18 જો તીયા તોઅ કાંય ખોટો કોઅયો વેય કા, તોઅ તીયાપોઅ લેણો નીંગતો વેય તા, તો માંઅ નામો લેખી નેજો. 19 માંય પોતાઅ આથો લેખોંહ કા, માંય પાવુલ તો બાદો પોઈ દેહીં. માંઅ મારફોતો તું ખ્રીસ્તી બોંણ્યુહ તીંહીંઅ લીદો, તું માંઅ દેવાદારોઅ ગાંઉં આહાય તો માંય આખાઅન નાંહ માગતુ. 20 તીંહીંઅ લીદો, માંઅ મેરાલા પાવોહ, માલીખોઅ ખાતોર મેરબાની કોઈન માંન આય મોદોદ કોઅજો! ઓનો એવ કોઈન ખ્રીસ્તોઅ આર્યોઅ આપોઅ જોળાણોઅ લીદો માંઅ ચીંતા મોટાવજો!
21 માંય જો તોઅપોઅ માગોંહ તો તું કોઅહો એંહડી ખાતરી રાખીન માંય આય કાગોલ તુંન મોકનોંહ. ખોરેખોર માંન ખોબોર આહાય કા, તું માંઅ માગ્યા કોઅતા બી વાદારુ કોઅહો. 22 ઓનો માંઅ માટો રેઆંન જાગુ તીયાર કોઅજો! કાંહાંનકા, માંય એંહડી આસા રાખોંહ કા, પોરમીહેર તુમાંઅ બાદહાંઅ ઓરોજ ઉનાયન માંન જેલીમ રેખ સોળાવીઅ ઓનો માંય હોવારુજ તુમાંઅહીં ફાચુ આવહીં.
સેન્ની સાલામ ઓનો આસીરવાદ
23 ખ્રીસ્ત ઈસુઅ સેવાઅ ખાતોર માંઅરી જેલીમ પુરાઅનું એપાફીરા તુમહાંન સાલામ આપેહ. 24 ઓનો તેવુજ માંઅરી સેવા કોઅનારા માર્ક, આરીસતારખુ, દેમા ઓનો લુક બી તુમહાંન સાલામ આપતાહ.
25 માલીખ ઈસુ ખ્રીસ્ત તુમહાં બાદહાંપોઅ મેરબાની કોએ!