3
યેહુદી સીવાયોઅ લોકહોંમ પાવુલોઅ સેવા
1 આયો કારોણોઅ લીદો, યેહુદી સીવાયોઅ લોકહોંમ, એટલે કા તુમહાંમ ખ્રીસ્તોઅ સેવા કોઆંન ખાતોર જેલીમ પુરાઅનું માંય પાવુલ, પોરમીહેરોન ઓરોજ કોઓંહ. 2 તુમહાં નોકકીજ ઉનાઅયોહ કા, પોરમીહેરો માંઅપોઅ મેરબાની કોઈન તુમાંઅ સેવા કોઆંન જોવાબદારી માંન હોપીહ. 3 પોરમીહેરો પોતાઅ સુપ્યો રાખન્યો યોજ્નાઅ માંન દોરસોનોઅ મારફોતો જાણ કોઅની. (ઈંહીંઅ બાબોતોમ માંયોં આયો કાગલોમ પેલ્લાઅજ થોળોક લેખ્યોહ.) 4 ઓનો તુમું જો આય બાબોતી ધીયાન રાખીન વાચહા તા, ખ્રીસ્તોઅ બાબોતોઅ ભેદોઅ બારામ માંય જો હોમજ્યુહ તો તુમું જાંઈં સેકહા. 5 આય યોજ્નાઅ ભેદ પેલ્લારોઅ જોમાનાઅ લોકહોંઅ આગલાઅ પોરમીહેરો નોખુ ખોલ્યુ. પોન આમુ તીયા પોતાઅ પોવીતોર આત્માઅ મારફોતો પોતાઅ પોવીતોર ખોબર્યોહોંઅ આગલાઅ, એટલે કા આમાંઅ આગલાઅ ઓનો તીયા જાણાવની ગોઠ જાહેર કોઅનારો બીજહાંઅ આગલાઅ ખોલ્યુહ. 6 તો ભેદ ઓ આહાય કા, યેહુદી ખ્રીસ્તી લોકહોંન પોરમીહેરોઅ આસીરવાદહોંઅ જે ભાગ મીલતાહ, તેજ ભાગ હાર્યો ગોઠીઅ મારફોતો યેહુદી સીવાયોઅ ખ્રીસ્તી લોકહોંન બી મીલતાહ. ઓનો તે લોક બી સોરીદોઅ ભાગહોંઅ ગાંઉં એકુજ મોંડોળો વેઅના આહાય. ઓનો ખ્રીસ્ત ઈસુઅ આર્યોઅ તીંયહાંઅ જોળાણોઅ લીદો તેબી પોરમીહેરો જે આસીરવાદ આપાઅન વોચોન આપ્યોહ તે આસીરવાદ મેલવુઅતાહ.
7 પોરમીહેરો પોતાઅ તાકોતો કોઈન માંન આપનો ખાસ વોરદાનો પોરમાણો માંય એ હારી ગોઠ આખનારુ સેવોક બોંણ્યુહ. 8-9 “માંય બી પોરમીહેરોઅ લોકહોં વેઅનું આહાય’ એવ આખાઅન માંય લાયોક નાંહ. તેબી પોરમીહેરો ભેટ તોરીકો માંન આય સેવા હોપીહ. એટલે કા, આપુ ગોંણી બી નાંહ સેક્તે એંહડો ખ્રીસ્તોઅ આસીરવાદહોંઅ બાબોતોઅ હારી ગોઠ, યેહુદી સીવાયોઅ લોકહોંન જાહેર કોઆંન, ઓનો બાદયો ચીજહીંન બોંણાવનારો પોરમીહેરો ગોયો જોમાનામ દોબાવી રાખની પોતાઅ યોજ્ના આમુ તો કેકેવ પુરી કોઈઅ તો બાદો લોકહોંન હોમજાવાઅન સેવા પોરમીહેરો માંન હોપીહ, 10 ઈંહીંઅ ખાતોર કા, પોરમીહેર બાદયો રીતો ગીયાનો વાલુ આહાય તો, જુગહીંમ રાજ કોઅનારા તાકોતો વાલા આત્મા આમુરોઅ જોમાનામ ખ્રીસ્તોઅ મોંડોળોઅ મારફોતો જાંએ. 11 પોરમીહેરો પેલ્લાઅ રેખ કોઅની આય યોજ્ના, તીયા આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ મારફોતો પુરી કોઅયીહ. 12 ખ્રીસ્તોઅ આર્યોઅ આપોઅ જોળાણોઅ લીદો ઓનો તીયાપોઅ આપહોં રાખનો વીસવાહોઅ લીદો પોરમીહેર રાજી-ખુસી આપોઅ આવકાર કોઈઅ એંહડી ખાતરી નો હીંમોત રાખીન તીયાઅ હાજર્યોમ જાઆંન આપહોંન સુટ મીલીહ. 13 એટલે, માંય તુમહાંન કાલાવાલા કોઓંહ કા, તુમાંઅ ખાતોર જે દુખે માંય વેઠોંહ, તીંહીંઅ લીદો તુમું હીંમોત નોખે હારતે. આય દુખે તા તુમાંઅ લાબોઅ ખાતોરુજ આહાય.
આય કાગોલ વાચનારહાંઅ ખાતોર પાવુલ પોરમીહેરોન ઓરોજ કોએહ
14-15 પોરમીહેરોઅ આય આત્યો મોડયો યોજ્નાઅ બાબોતોમ વીચારતા, માંય પોરમીહેર બાહકાઅ આગલાઅ ગુઠણો પોળોંહ ઓનો તીયાન ઓરોજ કોઓંહ. તીયો પોરમીહેરોઅ નામોપોઅ રેખુજ હોરગો વેઅનો ઓનો તોરત્યો વેઅનો દોરેક કુટુમોન નામ મીલેહ. તીયો પોરમીહેરોન માંય ઓરોજ કોઓંહ કા, 16 તો પોતાઅ ભારી મોડયો મીલકોતો ઓનો તાકોતો પોરમાણો પોતાઅ આત્માઅ મારફોતો તુમહાંન તુમાંઅ આત્માહાંમ તાકોત ઓનો ગોતી આપે, 17 ઓનો ખ્રીસ્ત તીયાપોઅ તુમહાં રાખનો વીસવાહોઅ લીદો પોવીતોર આત્માઅ મારફોતો તુમાંઅ મોનહોંમ વોહતી કોએ, ઓનો તો તુમહાંન પોરમીહેરોપોઅ ઓનો બીજો લોકહોંપોઅ કોય બી દીહ ટુટે નેંય ઓનો મોજબુત રેય એંહડી માયા રાખતે રેઆંન મોદોદ કોએ, 18 ઈંહીંઅ ખાતોર કા, જે માયા ખ્રીસ્ત આપોપોઅ રાખેહ, તે ભારી પોલી ઓનો ભારી લાંબી ઓનો ભારી ઉંચી ઓનો ભારી ઉંડી આહાય તે બી તુમું પોરમીહેરોઅ બાદો લોકહોંઅરી મીલીન હોમજી સેકા. 19 ખોરેખોર તા, ખ્રીસ્ત આપોપોઅ કોત્તી બાદી માયા રાખેહ, તો તુમું પુરી રીતો કોય દીહ બી જાંઈં નાંહ સેક્તે તેબી માંય ઓરોજ કોઓંહ કા, તે તુમું જાંઈં સેકા, ઓનો એવ કોઈન તુમાંઅ જીવોનહોંમ પોરમીહેરોઅ બાદા સોબાવ પુરી રીતો ઉતરે.
20-21 પોતાઅ તાકોતો કોઈન આપોઅ માજ કામ કોઅનારો ઓનો આપોઅ માગણ્યો કોઅતા નો વીચારો કોઅતા બી આપહોંન ઘોણો વાદારુ આપી સેકનારો પોરમીહેરોન, ખ્રીસ્ત ઈસુઅરી જોળાયન તીયાઅ મોંડોળોમ રેનારે આપુ ઓનો આવનાર્યો પીળહીંઅ બાદે માંહેંઅ હોર-હોમીસો મોડાય નો માન આપે! આમેન.