4
માંહાંઅ નોબલો સોરીદોમ પોરમીહેરો થોવનું આત્મીક ખોજાનું
1 પોરમીહેરો પોતાઅ મેરબાન્યો કોઈન માંન એ સેવા હોપીહ તીંહીંઅ લીદો, માંય જીવ નાંહ પાળતુ. 2 પોન ઉલટો, જોબી માંય કોઓંહ તીંહમેઅ ઈમાનદાર રેઆંન માંયોં નોક્કી કોઅયોહ. નાજ આવે એંહડો કામહોંન, ઓનો ઓમુક માંહેંઅ જે કામે દોબીન કોઅતેહ તેંહડો કામહોંન માંય નોફરોત કોઓંહ; ઓનો માંય ઉસ્યાયાર્ે વાલ્યા દોલીલી કોઈન કોડાન બી સેતરુઅતુ નાંહ; ઓમુક લોક આખતાહ તેવ પોરમીહેરો જાણાવન્યો ગોઠહીંઅ ઉંદુ ઓર્થુ કાડીન માંય બીજહાંન નાંહ હીકવુઅતુ. ઉલટો, પોરમીહેરોન માથો રાખીન માંય હાર્યો ગોઠીઅ હાચાય દોબાવ્યા વોગોર ઉગાળ્યો રીતોજ જાહેર કોઓંહ, ઈંહીંઅ ખાતોર કા, કોડો બી માંઅપોઅ સેતરાઅન ગુનું નેંય થોવી સેકે.
3 તુમહાં વેઅને થોળેક આખતેહ તેવ માંય જે હારી ગોઠ જાહેર કોઓંહ તે, કોડાન બી નેંય હોમજાઅતી વેય તા, તીંહમેઅ માંઅ ભુલ નાંહ. જીંયહાંઅ આત્મીક નાસ વેઆંન આહાય, તીંયહાંનુંજ તે ગોઠ નેંય હોમજાય એંહડી આહાય. 4 આય દુન્યાઅ ખારાબ લોકહોંન પોતાઅ કાબુમ રાખનારો સેતાનો, ખ્રીસ્તોપોઅ વીસવાહ નેંય કોઅનારો માંહાંહાંઅ મોનહોંન બેર મારાવી દેદેહ. તીંહીંઅ ઈં પોરીણામ આલોહ કા, તે માંહેંઅ ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠ હોમજી નાંહ સેક્તે. એટલે, તે, ખ્રીસ્ત કોતુહ મોડાયો વાલુ આહાય તો, તે નાંહ જાંઅતે. હોકીકોતોમ, ખ્રીસ્ત પોરમીહેરોઅ ગાંઉંજ આહાય તો, તે નાંહ હોમજુઅતે.
5 આમું તુમહાંન બોદ આપતાહ તેંહડામ, આમું પોતાઅ મોડાયોઅ બાબોતોઅ ગોઠ નાંહ જાહેર કોઅતા. પોન ઉલટો, આમું તા ખ્રીસ્ત ઈસુ જો માલીખ આહાય તીયાઅજ બાબોતોઅ ગોઠ જાહેર કોઅતાહ. આમાંઅ બાબોતોમ આમું જો જાહેર કોઅતાહ તો તા ઈં આહાય કા, ઈસુઅ લીદો આમું તા તુમાંઅ સેવોકુજ આહાય. 6 જીયો પોરમીહેરો બાદો હોરજુઅત્યોઅ વોખોત “આંદારાઅ જાગો ઉજવોળ વેઅ જો!” એંહડુ હુકોમ કોઅનું, તીયાજ આમહાંન હોમજાવ્યોહ કા, ઈસુઅ બાબોતોઅ ગોઠ આમાંઅ મોનહોંમ ઉજવોળ કોઅનારો ઉજવોળોઅ ગાંઉં આહાય. તો એંહડો માગેહ કા, જેંહડામ માંહાંહાં ઈસુ ખ્રીસ્તોઅ મુખ દેખ્યો, તેંહડામ તીંયહાં પોરમીહેરોઅ મોડાયુજ દેખી તો આમું જાંઈં નેજી.
7 હારી ગોઠ જાહેર કોઆંન કામ કીમતી ખોજાનાઅ ગાંઉં આહાય. પોન તો ખોજાનું કાચો કાદવોઅ બાસનાહાંમ, એટલે, આમાંઅ નોબલો સોરીદહોંમ રાખ્યુહ. ઈંહીંપોઅ રેખ બાદે જાંઈં સેક્તેહ કા, હાર્યો ગોઠીમ માંહાંહાંઅ જીવોનહોંન બોદલી ટાકાઅન જે જોહી તાકોત આહાય, તે આમાંઅ પોતાઅ નાંહ, પોન તે તા પોરમીહેરોઅજ આહાય.
8 આમાંપોઅ ચોફેર રેખ મુસીબોતી આવત્યાહ તેબી, આમું તીયહોં કોઈન ઓત્તા બાદા દાબાય નાંહ જાતા કા, માલીખોઅ બાબોતોમ બોદ આપાઅન તોગાત આમું બોંદ કોઅજી; ઘેળી-ઘેળી આમું ગુચવાય જાતાહ તેબી આમું હીંમોત નાંહ હારતા. 9 માંહેંઅ આમહાંન સોતાવતેહ, પોન પોરમીહેર આમહાંન સોળી નાંહ દેતુ; માંહેંઅ આમહાંન આસાટી પાળતેહ ઓનો ઘાયોલ કોઅતેહ તેબી, આમું ફાચા ઉઠીન કામો લાગી જાતાહ. 10 આમું જાંહીં બી જાતાહ, તાંહીં ઈસુઅ ગાંઉં આમાંઅ બી મોત આવે એંહડુ ઓનુભોવ આમહાંન વેયાજ કોએહ; પોન આમું તેંહડો જીવાઅન ચાલુજ રાખતાહ, ઈંહીંઅ ખાતોર કા, તીંહીં કોઈન બીજે માંહેંઅ આમાંઅ સોરીદહોંમ હેઈ સેકે કા ઈસુ જીવતુજ આહાય, ઓનો તો આમહાંન દોરવુણી આપતુ રેહે.
11 ઓં, ઈસુઅ સેવા કોઅતાહ તીંહીંઅ લીદો, આમું કાયોમ આમાંઅ જીવ મુઠોમુજ રાખીન જીવતાહ. પોરમીહેર તો બાદો આમહાંન વેઠાવેહ, ઈંહીંઅ ખાતોર કા, ઈસુ જીવતુજ આહાય તો બીજે માંહેંઅ આમાંઅ મોઈ જાનારો સોરીદહોંમ હેઈ સેકે. 12 એવ કોઈન, આમું માલીખોઅ ખાસ ખોબરી આમાંઅ જીવ મુઠોમુજ રાખીન જીવતાહ, ઓનો ઈંહીંઅ પોરીણામો, તુમહાંન કાયોમ ટોકનારો જીવોન મીલેહ.
13 પોન આમું હારી ગોઠ જાહેર કોઆંન ચાલુ રાખતાહ. કેવકા, પોવીતોર ગીત લેખનારા પોરમીહેરોઅ વોચોનોપોઅ જેંહડુ વીસવાહ રાખનું તેંહડુજ વીસવાહ આમું બી તીયો વોચોનોપોઅ રાખતાહ. ઈંહીંઅ બાબોતોમ તીયા જો આખનો તો, પોવીતોર લેખાણોમ એંહડો લેખનો આહાય કા,“માંયોં પોરમીહેરોઅ વોચોનોપોઅ વીસવાહ રાખ્યુ તીંહીંઅ લીદો, માંય બોનતુ રેહોં.” 14 આમું એવ કોઅતાહ કેવકા, આમું જાંઅતાહ કા, પોરમીહેરો માલીખ ઈસુન મોઅનામ રેખ જીવતુ ઉઠવ્યુહ. ઓનો આમું ઈં બી જાંઅતાહ કા, જેવ લોકહોં ઈસુન માઈ ટાકનું, તેવ તે આમહાંન બી માઈ ટાકે તેબી, તીયા ઈસુન જેવ ઉઠવ્યુહ, તેવ તો આમહાંન બી જીવતા ઉઠવીઅ ઓનો તો આમહાંન બી તુમાંઅરી ઈસુઅ હાજર્યોમ નેઅ જાઈ. 15 આમું જેબી મુસકુલ્યા ઓનો દુખે વેઠતાહ, તે બાદે તુમાંઅ આત્મીક ફાયદાઅ ખાતોરુજ વેઠતાહ. ઓનો આમું એવ કોઈન તે દુખે વેઠતાહ, ઈંહીંઅ ખાતોર કા, જેંહડામ વાદારુ નો વાદારુ માંહેંઅ પોરમીહેરોઅ મેરબાન્યો કોઈન બોચી જાતેહ, તેંહડામ વાદારુ નો વાદારુ માંહેંઅ પોરમીહેરોઅ આબાર માનીન તીયાન મોડાય આપીઅ.
16 આયોજ કારોણો, આમું કોય દીહ બી હીંમોત નાંહ હારતા ઓનો બોદ આપાઅન બી બોંદ નાંહ કોઅતા. આમાંઅ સોરીદે દીહો-દીહો નાસ વેતે જાતેહ તેબી, આમાંઅ આત્મા દીહો-દીહો નોવી તાકોત મેલવુઅતા જાતાહ. 17 આમાંઅ આમુરેઅ દુખે તા વેઠી નેવાય ઓનો થોળોક વોખોતોમ પુરે વેઅ જાય એંહડે આહાય. તીંહીંઅ લીદો, તીંયહાંપોઅ કાંય બી ધીયાન આપાઅન આમાંઅ જુરુલ નાંહ. પોન તીંયહાં કોઈન આમહાંન કાયોમ ટોકે એંહડો ભારી મોડો કાંયક મીલનારો આહાય, ઓનો તો તા કાયોમ ટોકનારો જીવોન આહાય, એવ જેંહડામ આમુ વીચારતાહ, તેંહડામ આમહાંન લાગેહ કા, તીયાઅ આગલાઅ આમાંઅ આમુરોઅ દુખહોંઅ કાંય બી ગોંણતી નાંહ. 18 તીંહીંઅ લીદો, આમું વેઠી રેયાહ તીયો આય જીવોનોઅ દુખહોંપોઅ આમું નોજોર નાંહ રાખતા પોન ઉલટો, આજી આમહાં જો નાંહ દેખ્યો તીયો કાયોમ ટોકનારો જીવોનોપોઅ આમું નોજોર રાખતાહ. કેવકા, આમું આમુ વેઠી રેયાહ તે દુખે તા હોવારેજ પુરે વેઅ જાઈ, પોન આમહાંન હોરગોમ જો મીલનારો આહાય તો જીવોન તા કાયોમ ટોકીઅ.