15
એખનો પોતાઅજ નેંય પોન બીજહાંઅ બી વીચાર કોઅજા
1 આય બાદયા બાબોતી આપુ કોઅતેહ કા નાંહ તીંહીંઅ આદારો પોરમીહેર આપહોંન ગુનાલે કા નીરદુસ નાંહ ગોંણનારુ એંહડી આપહોંન ખાતરી વેય તેબી, એંહડી જીંયહાંન ખાતરી નાંહ તીંયહાંઅ નોબલાયોન આપોઅ વેઠી નેનુંઅ જોજવે. ઓનો તીંયહાંન મોદોદ કોઅનુંઅ જોજવે આપુ પોતાઅજ ખુસ્યોઅ વીચાર નેંય કોઅજી. 2 પોન ઉલટો, આપહોં વેઅનો દોરેક માંહુંઅ, પોતાઅ આર્યોઅ ખ્રીસ્તી આત્મીક જીવોનોમ મોડે વેય તીંહીંઅ ખાતોર તીંયહાંન ખુસ્યોમ રાખે. ઓનો તીંયહાંઅ ભોલો વેય એંહડે કામે કોએ. 3 કેવકા, ખ્રીસ્ત આપોઅ નોમુનું આહાય. તીયા પોતાઅ ખુસ્યોઅ માટો કાંય બી નોખો કોઅયો. પોન ઉલટુ તો, માંહેંઅ તીયાઅ નીંદા કોઅત્ને તાંહાંઅ બી, પોરમીહેરોન ખુસ્યોમ રાખાઅન મોથત્નું ઈંહીંઅ બાબોતોમ પોવીતોર લેખાણોમ એવ લેખનો આહાય , “ખ્રીસ્તો પોરમીહેરોન આખ્યો, “માંહેંઅ તોઅ નીંદા કોઅત્ને તાંહાંઅ, જાણે કા તે માંઅજ નીંદા કોઅતે વેય એંહડો માંન લાગત્નો.’ ” 4 જુનો જોમાનામ લેખનો આથો તો બાદો આપહોંન હીકવાઅન માટોજ લેખનો. એટલે કા, પોવીતોર લેખાણહોંમ જો લેખનો આહાય તીંહીં કોઈન જો ઉફ આપહોંન મીલેહ તો મેલવીન આપુ ધીરોજ રાખતેહ તીંહીંઅ લીદો, પોરમીહેરો આપોઅ માટો જો કોઆંન વોચોન આપ્યોહ તો કોઈઅજ એંહડી આપહોંન આસા રેઈ.
5 આપહોંમ ધીરોજ પેદા કોઅનારો, ઓનો આપહોંન ઉફ આપનારો પોરમીહેરોન માંય એંહડી ઓરોજ કોઓંહ કા, જેવ ખ્રીસ્ત ઈસુ જીવત્નું તેવ એક-બીજાઅરી ઈલી મીલીન રેઆંન તો તુમહાંન મોદોદ કોએ. 6 તાંહાંઅ તુમું એક ઓવાજો પોરમીહેરોઅ, એટલે કા આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ બાહકાઅ ગુણ ગાયન તીયાઅ મોડાય કોઈ સેકહા.
હારી ગોઠ યેહુદી લોકહોંઅ ઓનો યેહુદી સીવાયોઅ લોકહોંઅ માટો બી આહાય
7 તીંહીંઅ લીદો, માંહેંઅ પોરમીહેરોન મોડાય આપે તીંહીંઅ ખાતોર, જેવ ખ્રીસ્તો તુમહાંન પોતાઅ લોકહોં તોરીકો માની નેદાહ, તેવ તુમું બી એક બીજાન એક-બીજાન માની નેયા. 8 માંય તુમહાંન એવ આખાઅન માગોંહ કા, પોરમીહેર પોતો તીયા આપનો વોચોન પાલનારુ આહાય. તો દેખાવાઅન માટો એટલે કા, તીયા નીમનો ખાસ રાજાન મોકનાઅન બાબોતોમ, તીયા આમાંઅ યેહુદહ્યોંઅ આગલોઅ ડાયહાંન આપનો વોચોન હાચો પોળે તીંહીંઅ માટો, ખ્રીસ્ત આમાંઅ યેહુદહ્યોંઅ સેવોક બોંણ્યુહ. 9 ઓનો યેહુદી સીવાયોઅ માંહેંઅ, પોરમીહેરો તીંયહાંપોઅ કોઅન્યો દાયાઅ લીદો ગુણ ગાયે તીંહીંઅ માટો બી ખ્રીસ્ત એવ કોઈન સેવોક બોંણ્યુહ. ઈંહીંઅ બાબોતોમ પોવીતોર લેખાણોમ દાવીદ પોરમીહેરોન આખતા એવ લેખેહ કા,
“તીંહીંઅ લીદો માંય યેહુદી સીવાયોઅ લોકહોંઅ વીચમે તોઅ ગુણ ગાયહીં.
ઓં, માંય તોઅ આગલાઅ ગીત ગાયહીં.”
10 ઓનો પોવીતોર લેખાણોમ બીજો જાગો બી એવ લેખનો આહાય કા,
“યેહુદી સીવાયોઅ લોકહોં, તુમું પોરમીહેરો પોસોંદ કોઅનો લોકહોંઅરી,
એટલે યેહુદહ્યોંઅરી આનોંદ કોઆ!” 11 ઓનો પોવીતોર લેખાણોઅ બીજોબી એક જાગો એવ લેખનો આહાય કા,
“યેહુદી સીવાયોઅ બાદો લોકહોં, તુમું માલીખોઅ ગુણ ગાયા!
ઓનો તોરત્યો વેઅનો બાદો લોકહોં, તીયાઅ ગુણ ગાયા!” 12 ઓનો પોવીતોર લેખાણોમ યેસાયા બી એવ લેખ્યોહ,
“ઈસાયોઅ કુળોમ રેખ એક જાંઅ પેદા વેઈ.
તો યેહુદી સીવાયોઅ લોકહોંપોઅ રાજ ચાનવીઅ.
તે લોક તીયાપોઅ આસા રાખીઅ.”
13 પોવીતોર આત્માઅ તાકોતો કોઈન તુમું ખાતરી રાખતે રેયા તીંહીંઅ માટો, પોરમીહેર જો તુમાંઅ માજ આસા પેદા કોઅનારુ આહાય તો, તુમહાં તીયાપોઅ રાખનો વીસવાહોઅ મારફોતો તુમહાંન પુર્યો રીતો ખુસ્યોમ રાખે નો તુમહાંન સાંતી આપે!
એવ લેખાઅન કારોણ
14 માંઅ આર્યોઅ વીસવાસયોં! તુમાંઅ બાબોતોમ માંન પુરી ખાતરી આહાય કા તુમું હાર્યો રીતો ઓનો ગીયાનોઅ રીતો વોરતુઅતેહ. ઓનો તુમું બીજહાંન આત્મીક હીકામોણ આપી સેકા એંહડે આહાય. 15 તેબી, તુમહાંન ફાચો ઈયાદ કોઆવાઅન માટો આય કાગલોમ ઓમુક બાબોતી માંયોં કોળોક રીતો લેખ્યાહ. 16 કેવકા, પોરમીહેરો મેરબાની કોઈન માંન તુમાંઅ, યેહુદી સીવાયોઅ લોકહોંઅ માટો પુંજારાઅ ગાંઉં કામ કોઆંન નીમ્યુહ. ઓનો તુમું પોવીતોર આત્માઅ મારફોતો પુર્યો રીતો પોરમીહેરોન ઓરપોણ વેયના, ઓનો પોરમીહેરોન પોસોંદ પોળે એંહડો ઓરપોણોઅ ગાંઉં બોંણા તીંહીંઅ ખાતોર, માંય પોરમીહેરો આપની હારી ગોઠ આખાઅન કામ કોઓંહ.
17 તીંહીંઅ લીદો, ખ્રીસ્ત ઈસુઅ આર્યોઅ માંઅ જોળાણોઅ લીદો, માંય પોરમીહેરોઅ માટો જો કામ કોઓંહ તીંહીંઅ બાબોતોમ માંન ઓબીમાન આહાય. 18-19 યેહુદી સીવાયોઅ લોક હારી ગોઠ માને તીંહીંઅ માટો ખ્રીસ્તો માંઅ મારફોતો જોબી કોઅયોહ તોજ, એટલે કા, માંઅ સોબ્દાહાં નો કામહોં કોઈન, ઓનો ઘોણો મોડો ઓનો નોવાય લાગે એંહડો ચોમોત્કારોઅ કામહોં કોઈન, ઓનો પોવીતોર આત્માઅ તાકોતો કોઈન ખ્રીસ્તો જો કોઅયોહ તીંહીંઅ બાબોતોમુજ માંય બોનોંહ. 20 ઓનો જાંહીં ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠ પેલ્લાઅ કોડા બી નાંહ જાહેર કોઅયી, તેંહડો જાગો જાયન માંય હારી ગોઠ જાહેર કોઓં એજ માંઅ પેલ્લાઅ રેખ ભારી મોરજી આહાય. કેવકા એકા ટાકનો પાયાપોઅ બીજો ચોંેણતોર કોએ તીયાઅ ગાંઉં, પેલ્લાઅ જાંહીં કોડા બી ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર કોઅયી વેય તાંહીં જાયન કામ કોઆંન માંઅ મોરજી નાંહ. 21 પોન ઉલ્ટો, પોવીતોર લેખાણોમ જો મેસાયાઅ બાબોતોમ લેખનો આહાય તીંહીં પોરમાણો માંય કામ કોઓંહ. તાંહીં એંહડો લેખનો આહાય કા,
“જીયો લોકહોંન તીયાઅ બાબોતોમ પેલ્લાઅ કોડા બી નાંહ આખ્યો, તે લોક તીયાઅ હાચાય જાંઈઅ.
ઓનો જીયો લોકહોં તીયાઅ બાબોતોમ નાંહ ઉનાઅયો, તે લોક તીયાઅ ગોઠ ઉનાઈ ઓનો હોમજીઅ.”
રોમ સેરોઅ મુલાકાત નેઆંન પાવુલોઅ ગોઠવુણી
22 ઘોણ્યો બાબોતહીંઅ ઓળચોણ આલની તીંહીંઅ લીદો, માંય તુમાંઅ મુલાકાત નાંહ નેઅ સેક્યુ. 23 પોન આમુ આંહીંરોઅ કામ પુરોજ વેઅ ગોયોહ, ઓનો ઘોણો વોરહો રેખ તુમાંઅ મુલાકાત નેઆંન માંય મોરજી રાખી રેયુહ. 24 એટલે, સ્પેન વીસ્તારોમ માંય જાઆંન આહાય તાંહાંઅ માંય તુમાંઅહીં ટોલહીં; ઓનો ઓસામ-ઓસો, થોળાક દીહ તુમાંઅહીં રેઆંન માંન તોક મીલીઅ એંહડી માંય આસા રાખોંહ. હાતીઅ તુમું માંન સ્પેન જાઆંન માટો તુમહાંન બોંણે તોતીહ મોદોદ કોઅહા, એંહડી બી માંય આસા રાખોંહ. 25 પોન આમુ તા માંય યેરુસાલેમો વેઅનો પોરમીહેરોઅ લોકહોંઅ મોદોદ કોઆંન માટો પોયસા એકઠા કોઅયાહ તે નેયન યેરુસાલેમ જાહોં. 26 માકેદોનીયા ઓનો આખાયા વીસ્તારોઅ ખ્રીસ્તી લોકહોં પોતાઅ મેતોજ એંહડો નોકકી કોઅનો કા, દાન એકઠો કોઈન, યેરુસાલેમો વેઅનો પોરમીહેરોઅ લોકહોંમ જે ગોરીબ આહાય, તીંયહાંન તો મોકની આપનુંઅ. 27 તીંયહાં પોતાઅ મેતોજ એંહડો નોકકી કોઅનો એ ગોઠ ખોરી. પોન હોકીકોતોમ તા, તે યેરુસાલેમો વેઅનો પોરમીહેરોઅ લોકહોંઅ મોદોદ કોઆંન બાંદાઅના આહાય એટલે કા, તીયો યેહુદી ખ્રીસત્યોહોંપોઅ રેખુજ યેહુદી સીવાયોઅ ખ્રીસત્યોહોંન આત્મીક લાબ મીલ્યુહ. તીંહીંઅ લીદો, યેહુદી સીવાયોઅ માંહાંહાંઅ યેરુસાલેમોઅ યેહુદી ખ્રીસત્યોહોંન પોયસા આપીન મોદોદ કોઅનુંઅજ જોજવે. 28 એટલે, આય કામ પુરો કોઈન, એટલે કા, ખાસ કોઈન જે પોયસા એકઠા કોઅયાહ તે બાદા હારી રીતોઅ યેરુસાલેમ પોચવીન હાતીઅ માંય તુમાંઅહીં રેયન સ્પેન જાહીં. 29 ઓનો માંન ખાતરી આહાય કા, માંય તુમાંઅહીં મુલાકાત નેહીં તાંહાંઅ, ખ્રીસ્ત આપહોંન બાદહાંન સુટો આથો આસીરવાદ આપીઅ.
30 આપુ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ માંહેંઅ આહાય. ઓનો પોવીતોર આત્મા આપહોંન એક-બીજાપોઅ માયા રાખાવેહ. તીંહીંઅ લીદો, તીયો માયાઅ આદારો માંય તુમહાંન કાલાવાલા કોઓંહ કા, તુમું માંઅરી મીલીન, માંઅ માટો પોરમીહેરોન ભારી ઓરોજ કોઅજા કા, જે યેહુદી માંહેંઅ ખ્રીસ્તોપોઅ વીસવાહ નાંહ રાખતે તીંયહાંઅ આથોમ રેખ તો માંન બોચાવે. 31 ઓનો યેરુસાલેમોમ પોરમીહેરોઅ લોક, માંય જે પોયસા નેઅ જાહોં તે નેઅ નેય તીંહીંઅ માટો બી ઓરોજ કોઅજા. 32 તાંહાંઅ પોરમીહેરોઅ મોરજી વેય તા, માંય તુમાંઅહીં ખુસ્યોમ આવી સેકોં, ઓનો તુમાંઅ આરી રેયન આરામ કોઈ સેકોં. 33 બાદહાંન સાંતી આપનારુ પોરમીહેર તુમાંઅ બાદહાંઅરી રેય, આમેન.