6
ખ્રીસ્તોઅ મારફોતો આપહોંન મીલનારો નોવો જીવોન
1 માંયોં જો લેખ્યો તો હાચો વેય તા, ઈંહીંપોઅ રેખ આપુ કાય હોમજુઅજી? પોરમીહેરોઅ મેરબાની આપહોંન વાદારુ નો વાદારુ મીલતી રેય તીંહીંઅ માટો આપુ વાદારુ નો વાદારુ પાપ કોઅતે રેજી કા? 2 એવ તા બોંણનુંઅજ નેંય જોજવે. જેવ મોઅનો માંહુંઅ કોય બી રીતો લાલચાય નાંહ જાતો, તેવ પાપી મોરજ્યા આપહોંન લાલચાવે તેબી, આપુ તીંયહોં કોઈન લાલચાયન પાપોમ નેંય પોળજી! 3 તુમું નોક્કીજ જાંઅતેહ કા, ઈસુ ખ્રીસ્તોઅરી જોળાઆંન માટો આપહોં બાપતીસ્મા નેદો તેંહડામ, તીયો બાપતીસ્માઅ મારફોતો, જાણે કા આપુ બી તીયાઅરી મોઈ ગોયે વેય તેંહડો આહાય. 4 તીંહીંઅ લીદો, જેવ હોરગો વેઅનો પોરમીહેર બાહકા, પોતાઅ મોડાયોવાલો તાકોતો કોઈન ખ્રીસ્તોન મોઅનામ રેખ જીવતુ ઉઠવ્યુ, તેવ આપુ બી નોવો જીવોન મેલવુઅનો લોકહોં તોરીકો જીવાઅન ખાતોર, તીયો બાપતીસ્માઅ મારફોતો, જાણે કા તીયાઅરી મોઈન ડાટાઅયે વેય તેંહડો આહાય. 5 જેવ તો મોઅયુ, તેવ આપુ બી તીયાઅરી જોળાયન આપોઅ જુનો જીવોનોઅ બાબોતોમ, જાણે કા મોઈ ગોયેહ. તીંહીંઅ લીદો, જેવ તો જીવતુ વેયુ, તેવ આપુ બી તીયાઅરી જોળાયન નોવો જીવોન જીવહું.
6 આપુ જાંઅતેહ કા, ખ્રીસ્ત કુરુસોપોઅ જોળાઅયુ તેંહડામ, તીયા આપોઅ જુનો પાપી સોબાવોન તાકોતો વોગોરોઅ બોંેણાવી દેદુ, ઈંહીંઅ ખાતોર કા, આમુ રેખ, પાપ કોઆંન મોરજી રાખનારો આપોઅ સોરીદહોંન પાપ કોઆંન હુકોમ કોઅનારો આપોઅ પાપી સોબાવોઅ આખનો આપુ નેંય માનજી. ઓનો જેવ ગુલામ તીયાઅ સેટોઅ મોરજી પુરી કોઆંન બાંદાઅનું આહાય, તેવ આપુ બી પાપ કોઆંન આપોઅ પાપી સોબાવોઅ બાંદાઅને નેંય રેજી. 7 જેવ મોઅનો માંહુંઅ પાપી મોરજયોહોંઅ બાંદાણોમ રેખ સુટો વેઅ જાહે, તેવ આપુ બી પાપી મોરજયોહોંઅ બાંદાણોમ રેખ સુટે વેઅ ગોયેહ. 8 આપુ ખ્રીસ્તોઅરી, જાણે કા મોઈ ગોયે વેય એંહડો આહાય. તીંહીંઅ લીદો, આપુ વીસવાહ કોઅતેહ કા, આપુ તીયાઅરી જીવહું બી ખોરેજ.
9 આપુ જાંઅતેહ કા, જીયો ખ્રીસ્તોન પોરમીહેરો મોઅનામ રેખ જીવતુ ઉઠવ્યુ, તો ખ્રીસ્ત ફાચુ મોઅનારુ નાંહ. તો મોઆંન બાંદાઅનું નાંહ. 10 તો મોઅયુ, એટલે, જીયો લોકહોં પાપ કોઅયુ તીંયહાંઅ માટો તો એકુજ વોખોત મોઅયુ. પોન તો જીવતુ ઉઠીન આમું જીવેહ તો તા, પોરમીહેરોન માંન આપાઅન માટો જીવેહ. 11 તેવુજ કોઈન તુમું પોતો બી એવ હોમજા કા, જેવ મોઅનો માંહુંઅ પાપી મોરજયોહોં કોઈન લાલચાઅતો નાંહ, તેવ તુમું બી પાપી મોરજયોહોં કોઈન નેંય લાલચાયન, પાપ નેંય કોઅનારે બોંણ્યેહ, ઓનો ખ્રીસ્ત ઈસુઅરી જોળાયન, તુમું પોરમીહેરોઅ મોડાય કોઆંન માટો નોવ્યો રીતો જીવતેહ.
12 તીંહીંઅ લીદો, ખારાબ મોરજયોહોં પોરમાણો ચાનાઅન તુમહાંન દોરવુણી આપનારો પાપી સોબાવોન, નાસ વેઅ જાનારો તુમાંઅ સોરીદહોંન તીયા કાબુમ રાખાઅન મા દેતે. 13 તુમાંઅ સોરીદહોંઅ ભાગહોંન, ખોટે કામે કોઆંન માટો સાદોને બોંણાઅન મા દેતે. ઉલટો, તુમું પોતાન મોઈન બી જીવનારહાં તોરીકો પોરમીહેરોન હોપા, ઓનો હાચે કામે કોઆંન સાદોનહોં તોરીકો તુમાંઅ સોરીદહોંઅ ભાગહોંન તીયાનુંજ હોપા. 14 પાપ કોઆંન મોરજી તુમહાંન પોતાઅ કાબુમ નેંય રાખનુંઅ જોજવે. કેવકા, તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાઅન માટો, મોસે આપના નીયોમ પાલાઅન આમુ તુમું બાંદાઅને નાંહ. પોન ઉલટો, તુમું તુમાંપોઅ મેરબાની કોઅનારો પોરમીહેરોઅ કાબુમ રેતેહ.
પાપોઅ ગુલામ્યોમ રેખ સુટકારુ
15 એવ વેય તા, આપુ કાય હોમજુઅજી? આમુ આપુ મોસે આપના નીયોમ પાલાઅન બાંદાઅને નાંહ, પોન આપોપોઅ મેરબાની કોઅનારો પોરમીહેરોઅ કાબુમ આહાય તીંહીંઅ લીદો, આપુ પાપ કોઅયાજ કોઅજી કા? એવ બોંણનુંઅજ નેંય જોજવે. 16 તુમું નોકકીજ જાંઅતેહ કા, જેવ ગુલામ પોતાઅ સેટહોંઅ આખનો માનતાહ, તેવ તુમું પોતાન, જીયાન બી હોપીન, તીયાઅ આખનો માનતેહ તીયાઅજ તુમું ગુલામ આહાય. તાંહાંઅ જો તુમું પોતાન ખોટે કામે કોઆંન માટો તુમાંઅ પાપી સોબાવોન હોપા તા, તીંહીંઅ પોરીણામો, તુમું પોરમીહેરોઅહીં રેખ કાયોમોઅ માટો જુદે પોળી જાહા. પોન જો તુમું પોતાન પોરમીહેરોઅ આખનો માનનારો સેવોકહોં તોરીકો તીયાન હોપા તા, તીંહીંઅ પોરીણામો તુમું હાચ્યો રીતો જીવહા.
17 પેલ્લાઅ તુમું, પાપી મોરજયોહોંઅ દોરવુણ્યો પોરમાણો, પાપી કામે કોઅનારો ગુલામહોંઅ ગાંઉં આથે. આમુ તુમું, જેંહડુ ઉપદેસ પોરમીહેરોઅ સેવોકહોં તુમહાંન હીકવ્યુહ, તીંહીં પોરમાણો પુરો મોનો કોઈન ચાનતેહ. 18 ઓનો આમુ આપુ પાપી મોરજયોહોંઅ ગુલામ્યોમ રેખ સુટકારુ મેલવીન હાચ્યો રીતો જીવનારે, પોરમીહેરોઅ ગુલામ બોંણ્યેહ. તીંહીંઅ લીદો, માંય પોરમીહેરોઅ આબાર માનોંહ. 19 તુમાંઅ જેંહડો સાદો-સીદો લોકહોંન બી હેલ્યો રીતો હોમજાય તીંહીંઅ ખાતોર, માંય ગુલામોઅ દાખલુ આપોંહ. પેલ્લાઅ તુમહાં, તુમાંઅ પોતાઅ સોરીદહોંઅ ભાગહોંન મેલે ઓનો ઓનુત્યોઅ કામે કોઆંન ગુલામ બોંણાવી દેદના. ઓનો તીંહીંઅ પોરીણામો, તુમું વાદારુ ઓનુત્યોઅ કામે કોઅત્ને. પોન આમુ પોરમીહેરોન હોપાઅનો માંહાંહાંઅ ગાંઉં તુમાંઅ જીવનુંઅ જોજવે. 20 તુમું પાપી કામે કોઆંન બાંદાઅને આથે તેંહડામ, તુમહાંન હાચ્યો રીતો જીવાઅન પોળની નોખી. 21 પોન જીયો કામહોંઅ લીદો આમુ તુમું સોરમાઅતેહ, તે કામે કોઈન તેંહડામ તુમહાંન કાંય બી લાબ નોખુ મીલ્યુ. તેંહડામ તીંહીંઅ પોરીણામ તા ઈં આલનો કા, તુમું પોરમીહેરો રેખ કાયોમોઅ માટો જુદે વેઅ ગોયને. 22 પોન આમુ તા પાપી મોરજયોહોંઅ બાંદાણોમ રેખ પોરમીહેરો તુમહાંન સોળાવ્યેહ. ઓનો તુમું પોરમીહેરોઅ ગુલામ બોંણ્યેહ. તીંહીંઅ પોરીણામ ઈં આહાય કા, પોરમીહેરો તુમહાંન પોવીતોર બોંણાવ્યેહ. ઓનો તીંહીંઅ પોરીણામો તુમું કાયોમોઅ માટો જીવહા. 23 પાપ કોઅનારે મોજર્યો તોરીકો મોત કામાવતેહ. પોન પોરમીહેર ભેટો તોરીકો મોફોતોમ જો આપેહ તો તા આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ મારફોતો કાયોમોઅ જીવોન આહાય.