7
સ્તેફાન યેહુદી પોંચોઅ આગલાઅ બોનેહ
1 હાતીઅ મોડામ-મોડો પુંજારા સ્તેફાનોન ફુચ્યો, “આય માંહેંઅ તોઅપોઅ જે ગુના થોવતેહ, તે બાદા હાચા આહાય કા?”
2 તાંહાંઅ સ્તેફાનો જોવાબ આપ્યુ, “માંઅ જાતી-ભાયહોં ઓનો પોંચોઅ વોળીલહોં! માંઅ ગોઠ ઉનાઆ! આપોઅ આગલુઅ ડાયુ આબરાહામ, હારાન સેરોમ વોહતી આલુ તીંહીંઅ પેલ્લાઅ, તો મેસોપોતેમીયા દેસોમ રેત્નું. તાંહીં ભારી મોડાયોવાલો પોરમીહેરો તીયાન દોરસોન આપ્યો, 3 ઓનો તીયાન આખ્યો, “તું તોઅ દેસોન, ઓનો હોગા વાલહાંન સોળીન, માંય દેખાવોં તીયો દેસોમ જો!’ 4 તાંહાંઅ તો ખાલદી લોકહોંઅ દેસ સોળીન, હારાન સેરોમ વોહતી ગોયુ. ઓનો હારાનોમ તીયાઅ બાહકુ મોઅયુ હાતીઅ, પોરમીહેરો તીયાન હારાનોમ રેખ હાદી દાવીન, તુમું આમું જીયો દેસોમ રેતાહ ઈયો દેસોમ વોહાવ્યુ. 5 તેંહડામ પોરમીહેરો આબરાહામોન વારસાયો તોરીકો એક બેથોઅ ઓતીહ બી જોમીન નોખી આપી. તેંહડામ આબરાહામોઅ એક બી પોયરો નોખો, તેબી તીયાન નો તીયાઅ ફાચાળી, તીયાઅ પોયરાહાંઅ સીવળા- સીવળીન, આય દેસ આપાઅન પોરમીહેરો તીયાન વોચોન આપનો. 6 ઓનો પોરમીહેરો ફાચલાઅ રેખ તીયાન એવ બી આખનો, “તોઅ પોયરાહાંઅ સીવળા-સીવળીઅ માંહેંઅ, પારકો દેસોમ જાયન રેઈ, ઓનો તાંહીં ચારહો વોરહે લોગોઅ, તીયો દેસોઅ માંહેંઅ તીંયહાંન ગુલામી કોઆવીઅ, ઓનો તીંયહાંઅરી ખારાબ રીતો વોરતીઅ 7 પોન તીંયહાંન ગુલામી કોઆવનારો તીયો લોકહોંન માંય સીકસા કોઅહીં. ઓનો આખોર, તોઅ પોયરાહાંઅ સીવળા-સીવળીઅ માંહેંઅ, તીયો પારકો દેસોમ રેખ નીંગી આવીઅ, ઓનો આય દેસોમ માંઅ ભોક્તી કોઈઅ. 8 હાતીઅ તેંહડામ પોરમીહેરો આબરાહામોઅરી કારાર કોઅયુ, ઓનો તીયો કારારોઅ નીસાણ્યો તોરીકો સુન્નોત કોઆંન વીદી આપી. તીંહીંઅ લીદો, તીયાઅ પોયોર ઈસાક આઠ દીહોઅ આથુ તેંહડામ, આબરાહામો ઈસાકોઅ સુન્નોત કોઅયી. ઓનો ઈયોજ રીતો ઈસાકો તીયાઅ પોયોર યાકોબોઅ સુન્નોત કોઅયી. ઓનો યાકોબો તીયાઅ બાર પોયોર એટલે કા, આપોઅ બાર આગલોઅ ડાયહાંઅ સુન્નોત કોઅયી.
9 “યાકોબોઅ આય બાર પોયોરહોંમ રેખ, દોહ પોયોરહોંન તીંયહાંઅ પાવોહ યોસેફોઅ આદરાય આલી, તીંહીંઅ લીદો, તીંયહાં યોસેફોન થોળોક માંહાંહાંન વેચી દેદુ, ઓનો તીયો લોકહોં તીયાન મીસોર દેસોમ ગુલામ તોરીકો વેચી દેદુ. પોન પોરમીહેર તીયાઅરી આથુ, 10 ઓનો તીયા બાદો દુખહોંમ રેખ તીયાન સોળવ્યુ. ઓનો તીયા યોસેફોન એંહડી ઓકલ આપી કા, મીસોર દેસોઅ રાજા ફારુનો તીયાપોઅ રાજી વેયન, તીયાન મીસોરોઅ રાજપાલ તોરીકો નીમ્યુ, ઓનો પોતાઅ બાદયો મીલકોતોઅ કારભારી બોંણાવ્યુ.
11 “હાતીઅ આખો મીસોર દેસોમ, ઓનો કાનાન દેસોમ કાલ પોળ્યુ. તીંહીંઅ લીદો, માંહાંહાંન ભારી દુખ પોળ્યો. ઓનો આપોઅ આગલોઅ ડાયહાંન બી ખાઆંન નોખો મીલતો. 12 યાકોબો ઉનાઅયો કા, મીસોર દેસોમ ઓનાજ મીલેહ. તીંહીંઅ લીદો તીયા, તીયાઅ પોયોરહોંન એટલે કા, યોસેફોઅ મોડો પાવહોહોંન, ઓનાજ વેચાઅતો નેઆંન પોયન્યોઅજ વોખોત મીસોર દેસોમ મોકન્યા. ઓનો તે તાંહીં ગોયા. 13 તે બીજ્યો વોખોત ફાચા ઓનાજ નેઆંન મીસોરોમ ગોયા તાંહાંઅ, યોસેફો તીંયહાંન, તો પોતો કોડુ આહાય તો આખ્યો. ઓનો ફારુનોન યોસેફોઅ કુટુમોઅ બાબોતોમ ખોબોર પોળી. 14 તાંહાંઅ યોસેફો પોતાઅ બાહકાન, ઓનો આખો બાદો કોઅરાહાંન, તીયાઅ પાવહોહોંઅ મારફોતો મીસોરોમ હાદાવી નેદે. બાદે મીલીન તે પોણું હો માંહેંઅ આથે. 15 એવ કોઈન યાકોબ નો તીયાઅ કુટુમ મીસોર દેસોમ ગોયે. ઓનો તાંહીંજ યાકોબ ઓનો તીયાઅ પોયોર, એટલે કા, આપોઅ આગલાઅ ડાયા મોઈ ગોયા. 16 તીંયહાંઅ વોસુલા વેઅને માંહેંઅ, તીંયહાંઅ મુરદાહાંન ફાચલાઅ રેખ સેખેમ નેઅ ગોયે. ઓનો તાંહીં આબરાહામો ઘોણો વોરહો પેલ્લાઅ હામોરોઅ પોયોરહોંપોઅ રેખ જો કોબીર વેચાઅતુ નેદનું, તીયો કોબીરોમ તીંયહાંઅ મુરદાહાંન ડાટી દેદને.
17 “તોઅ વોસુલા વેઅનાહાંન માંય ગુલામ્યોમ રેખ સોળવીહીં” એવ પોરમીહેરો આબરાહામોન આપનો વોચોન તો પુરો કોઆંન વોખોત જેવ-જેવ પાહો આવતુ ગોયુ, તેવ-તેવ આપોઅ લોક મીસોરોમ વાદતા ગોયા. 18 આખોર મીસોરોઅ ગાદયોપોઅ એક એંહડુ રાજા આલુ કા જો, યોસેફો મીસોર દેસોઅ લોકહોંઅ માટો જો ભોલો કોઅનો તો જાંઅતુ નોખુ. 19 તો રાજા આપોઅ લોકહોંઅ વીરુદ જાતી-જાતીઅ કાવોતરે કોઉ ખેટ્યુ . તો આપોઅ લોકહોંપોઅ જુલોમ કોઉ ખેટ્યુ , ઓનો આપોઅ લોકહોંઅ નોવે જોલમુઅને પોયરે મોઈ જાય તીંહીંઅ ખાતોર, તીંયહાંન બારે ફેટ ટાકાઅન ફોરોજ પાળુ ખેટ્યુ .
20 તીયોજ વોખોત મોસે જોલમ્યુ ઓનો પોરમીહેરોન બી ગોમી જાય એંહડુ તો ભારી દેખાવળુ આથુ. તીયાઅ યાહકયો તીયાન, તીયાઅ બાહકાઅ કોઅમે તીન મોયના લોગોઅ મોડુ કોઅયુ. 21 ઓનો જેંહડામ તીયાઅ યાહકી-બાહકા તીયાન કોઅમે રેખ બારુ દોબાવનું તેંહડામ, ફારુનોઅ પોયર્યો તીયાન હેઈન નેઅ નેદુ, ઓનો પોતાઅ પોયોર તોરીકો તીયાન મોડુ કોઅયુ. 22 એવ કોઈન, મોસે મીસોરોઅ લોકહોંઅ બાદયો જાતીઅ ગીયાન હીકી નેદનો. ઓનો તો બોન્યો-ચાન્યોમ, ઓનો કામોમ તાકોતોવાલુ બોંણ્યુ.
23 “મોસે ચાલીહ વોરહોઅ વેયુ તાંહાંઅ, એક દીહ તીયા પોતાઅ જાતી-ભાય ઈસરાયેલ લોકહોંઅ મુલાકાત નેઆંન નોકકી કોઅયો. 24 મુલાકાતોઅ વોખોત તીયા દેખ્યો કા, મીસોરોઅ એક માંહુંઅ, એક ઈસરાયેલ માંહાંઅરી ખારાબ રીતો વોરતુઅત્નો. તાંહાંઅ મોસે ઈસરાયેલ માંહાંઅ બોચાવો ગોયુ, ઓનો મીસોરોઅ માંહાંઅન માઈ ટાકીન તીયાઅ હાટોવાલ્યો . 25 મોસે એવ ધારત્નો , “માંઅ જાતી-ભાય ઓતોહ તા હોમજીઅ કા, તીંયહાંન સોળવાઅન માટો પોરમીહેરો માંન મોકન્યુહ.” પોન તે ઈસરાયેલ લોક નેંય હોમજ્યા.
26 બીજો દીહ, તીયા ફાચી તીયાઅ જાતી-ભાયહોંઅ મુલાકાત નેદી. ઓનો બેન ઈસરાયેલ લોકહોંન વીઅગુઅતા દેખ્યા. તાંહાંઅ તો તીંયહાંન હોમજાવાઅન મોથ્યુ, ઓનો આખ્યો, “ઓ માંહાંહાં, તુમું જાતી-ભાય આહાય. એટલે, એક-બીજાઅરી ખારાબ રીતો વોરતુઅતા મા!’ 27 પોન જો માંહુંઅ બીજાઅરી ખારાબ રીતોઅ વોરતુઅત્નો, તીયા મોસેન ગોચાલી ટાકીન ફુચ્યો, તુંન કોડા આમાંપોઅ ઓમોલ ચાનવુઅનારુ, ઓનો આમાંઅ નીયાય કોઅનારુ બોંણાવ્યુહ? 28 હાકાલ જેવ મીસોરોઅ માંહાંઅન તુંયોં માઈ ટાકનો, તેવ તું માંન બી માઈ ટાકાઅન હોદોહ કા?’ 29 આય ઉનાયન, આગલો દીહ મીસોરોઅ માંહાંઅ તીયા ખુન કોઅનો તે ગોઠ, બાદે જાંઈં ગોયેહ એવ હોમજી જાયન, મોસે મીસોરોમ રેખ નાહી પોળ્યુ. ઓનો મીદીયાન દેસોમ જાયન, તાંહીં પોરદેસી માંહાંઅ તોરીકો રેયુ. તાંહીં તીયા નાડી રાખી ઓનો તીયાઅ બેન પોયોર વેયા.
30 “એવ કોઅતા ચાલીહ વોરહે નીંગી ગોયે. હાતીઅ એક દીહ સીનાય ડોગોઅ પાહોઅ રાનોમ, એક બોલતો કાટાલો સેકરાઅ આગીઅ જીબલ્યોહોંમ તીયાન હોરગોઅ દુતોઅ દોરસોન વેયો. 31 તો હેઈન મોસેન નોવાય લાગી. કેવકા સેકરો બોલત્નો પોન બોલી નોખો જાતો. ઓનો સેકરાન હાર્યો રીતો હેઆંન તો તીંહીંઅ પાહો ગોયુ. તાંહાંઅ તીયા માલીખોઅ ઓવાજ ઉનાઅયુ: 32 “જીયો પોરમીહેરોઅ તોઅ આગલાઅ ડાયા, એટલે કા, આબરાહામ, ઈસાક, ઓનો યાકોબ ભોક્તી કોઅતાહ, તો પોરમીહેર માંયજ આહાય.’ તાંહાંઅ મોસે થુર-થુર કાપી ઉઠ્યુ, ઓનો તીયાન તીયો કાટાલો સેકરાઅ હોંબો હેઆંન હીમ્મોતુજ નેંય ચાની. 33 હાતીઅ માલીખો તીયાન આખ્યો, “તોઅ પાગો વેઅનો સેંડોલહોંન કાડી ટાક; કાંહાંનકા, જાંહીં તું ઉબુ રેયુહ તે પોવીતોર જોમીન આહાય. 34 મીસોરોમ માંઅ લોકહોંન જે દુખે પોળતેહ તો માંઅ ડોંઓંે-નોજરો માંયોં દેખ્યોહ. તીંયહાંઅ રોળાઅન ઓવાજ બી માંયોં ઉનાઅયુહ. તીંહીંઅ લીદો, માંય તીંયહાંન સોળવાઅન આલુહ. આમું ચાલ, માંય તુંન તીંયહાંન મોદોદ કોઆંન ફાચુ મીસોરોમ મોકનીહીં.’ 35 જીયો મોસેન પેલ્લાઅ ઈસરાયેલ લોકહોં “તુંન કોડા આમાંપોઅ રાજ કોઅનારુ, ઓનો આમાંઅ નીયાય કોઅનારુ બોંણાવ્યુહ?’ એંહડો ફુચીન નાકારી કાડનું, તીયોજ મોસેન પોરમીહેરો તીંયહાંઅહીં ફાચુ મોકન્યુ. બોલતો બાટવામ પોરગોટ વેયનો હોરગોઅ દુતોઅ મારફોતો, પોરમીહેરો મોસેન રાજ કોઅનારા નો બોચાવનારા તોરીકો મોકની આપ્યુ. 36 આય મોસેજ ઈસરાયેલ લોકહોંન મીસોર દેસોમ રેખ કાડી નેઅ આલનું. ઓનો તીયાજ મીસોરોમ ઓનો રાતો દોરીયામ, ઓનો ચાલીહ વોરહે લોગોઅ ઉજળોમ ચોમોત્કારોઅ કામે કોઅને, ઓનો નોવાય લાગે એંહડે કામે કોઅયે. 37 ઓનો “જેવ પોરમીહેરો માંન મોકન્યુહ, તેવ તો તીયા જાંણાવની ગોઠ જાહેર કોઅનારાન તુમાંઅ પોતાઅ લોકહોંમ રેખુજ ઉબુ કોઈઅ. ઓનો તુમાંઅહીં મોકની આપીઅ’ એવ ઈસરાયેલ લોકહોંન આખનારુ બી ઓજ મોસે આથુ. 38 ઓનો ઉજળો વેઅનો ઈસરાયેલ લોકહોંઅરી, ઓજ મોસે આથુ; તાંહીં તો આપોઅ આગલોઅ ડાયહાંઅરી ઓનો સીનાય ડોગોપોઅ તીયાઅરી બોનનારો હોરગોઅ દુતોઅરી આથુ; આપહોંન બોચાવાઅન માટો તીયા પોરમીહેરોપોઅ રેખ હાચી જીનગી આપનાયાર્ ગોઠી મેલવ્યા.
39 “પોન આપોઅ આગલોઅ ડાયહાં તીયાઅ આખનો માનાઅન ના પાળી; તીંયહાં તીયાઅ નાકાર કોઅયુ, ઓનો ફાચે મીસોરોમ જાઆંન મોરજી રાખી. 40 તીંહીંઅ લીદો, તીંયહાં આરોનોન આખ્યો, “આપહોંન ફાચે મીસોરોમ નેઅ જાય એંહડા થોળાક દેવ આપોઅ માટો બોંણાવ. કાંહાંનકા, મીસોરોમ રેખ આપહોંન બારુ નેઅ આલનું તીયો મોસેન કાય વેયો, તીંહીંઅ આપહોંન ખોબોર નાંહ.’ 41 તીંહીંઅ લીદો, તેંહડામુજ તીંયહાં એક વાસળાઅ મુતર્ી બોંણાવી, ઓનો તીયોન ભોગ ચોળવ્યુ, ઓનો તીંયહાં પોતોજ બોંણાવન્યો તીયો મુરત્યોઅ લીદો આનાન કોઅયુ. 42 એટલે, પોરમીહેર તીંયહાંઅ વીરુદ બોંણી ગોયુ, ઓનો તીયા તીંયહાંન દીહ, ચાંદ, ઓનો તારહાંઅ પુંજા કોઆંન સોળી દેદે. પોરમીહેરો જાંણાવની ગોઠ જાહેર કોઅનારહાંઅ ચોપળ્યોમ એંહડો લેખનો આહાય:
“ઓ ઈસરાયેલ લોકહોં! ઉજળોમ ચાલીહ વોરહો લોગોઅ
જોનાવોરહોંઅ જે ભોગ તુમું ચોળવુઅત્ને,
નાંહ, તુમું તા મોલેખ દેવોન રાખનું તીયો તોંબાન,
ઓનો તુમાંઅ દેવ રેફાનોઅ તારા રુપી મુરત્યોન તે ભોગ ચોળવુઅત્ને.
એટલે કા, માંઅ ભોક્તી કોઆંન બોદલો, તુમું તુમહાં પોતો બોંણાવન્યો મુરત્યોહોંન ઉચકીન ફીરત્ને.
તીંહીંઅ લીદો, માંય તુમહાંન ભારી સેટરો બાબીલોન દેસોઅ તીયો વેલ,
કેદહ્યોં તોરીકો મોકની દેહીં.’
44 “ઉજળોમ આપોઅ આગલોઅ ડાયહાંપોઅ પોરમીહેરોઅ હાજયાર્ેઅ નીસાણ્યો રુપી તોંબુ આથુ. પોરમીહેરો ડોગોપોઅ મોસેન જો નોમુનું દેખાવનું, તીંહીં પોરમાણો તો તોંબુ બોંણાવાઅન પોરમીહેરો તીયાન આખનો, ઓનો મોસે તેંહડુજ બોંણાવનું. \cat LB00259C.TIF \cap મોસે બોંણાવનું તોંબુ 45 ઘોણો વોરહોઅ ફાચલાઅ રેખ, તો તોંબુ બીજ્યો પીળીઅ આપોઅ આગલોઅ ડાયહાંન હોપાઅનું. પોરમીહેરો તીંયહાંઅ આગલાઅ રેખ ઓળી કાડનો લોકહોંપોઅ રેખ કોબજો કોઅનો આય દેસોમ, તે યોસુવાઅરી આવત્ને તેંહડામ, તીયો તોંબાન બી આરીજ નેઅ આલને. ઓનો દાવીદ રાજાઅ વોખોત લોગોઅ તો તોંબુ તાંહીં આથુ. 46 દાવીદો પોરમીહેરોઅ મેરબાની મેલવુઅની, ઓનો તીયા ઈસરાયેલ લોક તીયાઅ ભોક્તી કોઈ સેકે, તીંહીંઅ માટો મોંદીર બાંદાઅન પોરમીહેરોપોઅ રાજાય માગી. 47 પોન ખોરેખોર, તો મોંદીર બાંદનારુ તા દાવીદોઅ પોયોર સાલોમોન આથુ.
48 “પોન ભારી મોડુ પોરમીહેર તા માંહાંહાં બાંદનો મોંદીરહોંમ નાંહ રેતુ. પોરમીહેરો જાંણાવની ગોઠ જાહેર કોઅનારા આખ્યોહ,
49
“માલીખ ફુચેહ:
જુગ માંઅ ગાદી આહાય ઓનો તોરતી માંઅ પાગ થોવાઅન પાટલી આહાય.
તાંહાંઅ તુમું માંઅ માટો તીયાઅ જેંહડો હારો મોંદીર બાંદી સેકહા કા?
જુગી નો તોરત્યો વેઅનો બાદો માંયોં પોતોજ બોંણાવ્યોહ કને?’
51 “ઓ ઓટાલો લોકહોં, તુમું પોરમીહેરોઅ હાચાયોઅ બાબોતોઅ ગોઠ ઉનાઆંનુંજ નાંહ માગતા. તુમું બી તુમાંઅ આગલોઅ ડાયહાંઅ ગાંઉં, કાયોમ પોવીતોર આત્માઅ વીરુદ કોઅતાહ. 52 પોરમીહેરો જાંણાવની ગોઠ જાહેર કોઅનારુ એક બી સેવોક, તુમાંઅ આગલોઅ ડાયહાં દુખે પાળ્યા વોગોર નાંહ સોળ્યુ, હાચો માંહાંઅ, એટલે ખ્રીસ્તોઅ આવાઅન બાબોતોમ આગાહી કોઅનારો ખોબર્યોહોંન બી તીંયહાં માઈ ટાક્યા. ઓનો આમુ તુમહાં, તીયો ખ્રીસ્તોન દોગુ કોઈન માઈ ટાક્યુ. 53 હોરગોઅ દુતહોંઅ મારફોતો પોરમીહેરો આપના તે નીયોમ તુમહાં મેલવ્યાહ તેબી, તુમહાં જાંઈં-જોવીનુંજ તે નીયોમ નાંહ પાલ્યા.”
યેહુદી પોંચોઅ માંહેંઅ સ્તેફાનોન ઢોગળાઅ માર દેયન માઈ ટાકતેહ
54 સ્તેફાનોઅ આય સેન્ની ગોઠ ઉનાયન, તીયો પોંચોઅ માંહાંહાંન તીયાપોઅ ભારી રોગ ચોળી. ઓનો તીંયહાં ઝાંજવાયન દાત પીહ્યા. 55 પોન સ્તેફાનો તા પોવીતોર આત્માઅ તાકોતોઅ પુરો કાબુમ આવીન જુગીઅ વેલ હેઅયો. તાંહાંઅ તીયા પોરમીહેરોઅ જોમણો આથોઅ વેલ ઈસુ ઉબુ રેયનું દેખ્યુ. 56 ઓનો સ્તેફાનો તીયો માંહાંહાંન આખ્યો, “હેઆ! જુગ ઉગળી ગોયની, ઓનો માંહાંઅ પોયોર એટલે ઈસુ, પોરમીહેરોઅ જોમણો આથોઅ વેલ ઉબુ રેયનું માંન દેખાઅહે!”
57 તાંહાંઅ પોંચોઅ માંહાંહાં જોરપોઅ બોમનીન પોતાઅ કાનહોંપોઅ આથ દાબી દેદા. ઓનો બાદે સ્તેફાનોપોઅ ટુટી પોળ્યે. 58 ઓનો તીયાન સેરોઅ બારુ ઓળાટી કાડીન, તાંહીં તીંયહાં, તીયાન ઢોગળા કોઈન દે-દેન માઈ ટાક્યુ. ઓનો તીયાન એવ કોઈન માઈ ટાકનારો સાકસ્યોહોં, તીંયહાંઅ પોતળે સાવુલ નામોઅ એક જુવાન માંહાંઅન હાચવાઅન હોપ્યે. 59 તે સ્તેફાનોન ઢોગળા દેત્ને તાંહાંઅ, તીયા માલીખોન ઓરોજ કોઅયી, “ઓ માલીખ ઈસુ, માંઅ આત્માન નેઅ ને!” 60 હાતીઅ તીયા ગુઠણો પોળીન જોરપોઅ બોમનીન આખ્યો, “ઓ માલીખ, આય પાપ આયહાંઅ માથો નોખુ પાળતુ!” એવ આખીન સ્તેફાન મોઈ ગોયુ.