4
યેહુદી પોંચોઅ આગોલ પીતોર ઓનો યોહાન
1 પીતોર ઓનો યોહાન આજી તીયો લોકહોંઅરી ગોઠી કોઅત્ના તેંહડામુજ, મોડા પુંજારા, મોંદીરોઅ ચોકીદારહોંઅ આગેવાન, ઓનો થોળાક સાદુકી લોક તાંહીં આલા. 2 તે ઝાંજવાઅના કાંહાંનકા, પીતોર ઓનો યોહાન એવ હીકવુઅત્ના , “ઈસુ મોઅનામ રેખ ફાચુ જીવુતુ ઉઠ્યુહ.’ ઓનો ઈંહીંપોઅ રેખ તે એંહડો સાબીત કોઅત્ના કા, મોઅને માંહેંઅ ફાચે જીવતે વેઈ. ઓનો સાદુકી લોક, મોઅને માંહેંઅ જીવતે વેઈ એંહડો નાંહ માનતા, 3 તીંહીંઅ લીદો, તીંયહાં પીતોરોન ઓનો યોહાનોન તેઈન બીજુ દીહ ઉગે તાંઉં લોગોઅ જેલીમ પુરી દેદા. કાંહાંનકા તીંયહાંન તેઅના તેંહડામ, વાઅતો પોળી ગોયનો. 4 તેબી, જીંયહાં પીતોર ઓનો યોહાનોઅ ગોઠી ઉનાઅન્યા, તીંયહાંમ રેખ ઘોણહાં ઈસુપોઅ વીસવાહ કોઅયુ. તીયો વીસવાહ કોઅનારો માટહ્યોંઅ આકળુ લોગ-ભોગ પાંચ ઓજાર વેયુ.
5 બીજો દીહ યેહુદહ્યોંઅ ઓમોલદાર, વોળીલ ઓનો નીયોમ હીકવુઅનારા યેરુસાલેમોમ એકઠા વેયા. 6 તીંયહાંઅરી મોડામ-મોડુ પુંજારુ આન્ના આથુ. ઓનો કાયફા, યોહાન, આલેકસાંદેર, ઓનો મોડામ-મોડો પુંજારાઅ બીજે હોગે બી આથે. 7 તીંયહાં પીતોર ઓનો યોહાનોન પોતાઅ આગલાઅ ઉબા રાખીન ફુચ્યો, “તુમહાં કોન્નો તાકોતો કોઈન કા, કોડાઅ સોત્તા કોઈન, આય ખોળ્યો માંહાંઅન ચાનતો કોઅયો?
8 તાંહાંઅ પોવીતોર આત્માઅ પુરો કાબુમ રેયન પીતોરો તીંયહાંન આખ્યો, “’આપોઅ લોકહોંઅ ઓમોલદારહોં ઓનો વોળીલહોં, 9 આમહાં ખોળ્યો માંહાંઅ જો ભોલો કોઅયો, તીંહીંઅ બાબોતોમ આજ તુમું આમહાંન સોવાલ ફુચતાહ. 10 તાંહાંઅ માંય તુમહાંન, ઓનો બીજો બાદો ઈસરાયેલ લોકહોંન સોકયો રીતો આખોંહ, નાઝારેથ ગામોઅ ઈસુ ખ્રીસ્તોઅ સોત્તા કોઈન, ઓનો તીયાઅ તાકોતો કોઈન આય માંહુંઅ હારો વેયોહ, ઓનો આપોઅ આગલાઅ ઉબો રેયોહ. ઓનો તીયો ઈસુન કુરુસોપોઅ જોળીન માઈ ટાકનારા તા પોરમીહેરોઅ નોજરોમ તુમુંજ આહાય. પોન પોરમીહેરો તીયાન જીવતુ ઉઠવ્યુ. 11 ઈયો બાબોતોમ પોવીતોર લેખાણોમ એવ લેખનો આહાય:
“બોંગલુ બાંદનારહાં તુમહાં જીયો ઢોગળાન નોકકામુ ગોંણનું,
તોજ ઢોગળુ બોંગલાન મોજબુત રાખનારુ ઢોગળુ બોંણ્યુહ. 12 ઈયો ઈસુ સીવાય બીજો કોડાઅ બી મારફોતો માંહેંઅ તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચી નાંહ સેક્તે. આખ્યો દુન્યામ ઈસુ સીવાય લોકહોંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવાઅન માટો ઈસુ સીવાય બીજો કોડાન બી પોરમીહેરો નાંહ નીમ્યો.”
13 પીતોર ઓનો યોહાનોઅ હીંમોત દેખીન, ઓનો તે તા સીદે-સાદે ઓનો ઓનગોળ માંહેંઅ આહાય, તો જાંઈંન તીયો યેહુદી પોંચોઅ લોકહોંન નોવાય લાગી. તીયો લોકહોંન ઈં બી હોમજાઅયો કા, તે બેનું ઈસુઅ આરી આથા. 14 પોન તે પીતોરોઅ ઓનો યોહાનોઅ વીરુદ કાંય બી આખી નેંય સેક્યા. કાંહાંનકા, હારો વેયનો તો માંહુંઅ પીતોરોઅ નો યોહાનોઅ આરીજ ઉબો રેયનો. 15 તીંહીંઅ લીદો, તીંયહાં પીતોર ઓનો યોહાનોન કોઅમે રેખ બારા જાઆંન હુકોમ કોઅયુ. ઓનો તે બારા ગોયા હાતીઅ તે લોક માજાઅ-માજ ચારચા કોઆ ખેટયા.
16 તે એક-બીજાન ફુચત્ના , “ઈયો માંહાંહાંન આપુ કાય આખજી?” ઓનો તે એક-બીજાન આખત્ના, “તીંયહાં ભારી નોવાય લાગે એંહડો જો ચોમોત્કારોઅ કામ કોઅયોહ, તો યેરુસાલેમોમ રેનારો બાદો લોકહોંન ઠાવો આહાય. ઓનો તીયો કામોઅ આપુ બી નાકાર નાંહ કોઈ સેક્તા. 17 પોન તે ગોઠ લોકહોંમ આજી વાદારુ નેંય ફેલાય જાય તીંહીંઅ ખાતોર, આપુ તીંયહાંન ચેતવુણી આપજી , “આમું રેખ તુમાંઅ ફાચા કોડાઅરી બી ઈસુઅ બાબોતોમ ગોઠી નેંય કોઅનુંઅ.’ 18 હાતીઅ તીંયહાં પીતોર ઓનો યોહાનોન ફાચા માજ હાદીન આખ્યો, “ઈસુઅ બાબોતોમ કોય દીહ બી ફાચા તુમાંઅ ગોઠી કોઅનુંઅજ નેંય, કા ઉપદેસ આપનુંઅ નેંય.”
19 પોન પીતોરો નો યોહાનો તીંયહાંન આખ્યો, “આમું તુમાંઅ આખનો માનજી કા, પોરમીહેરોઅ આખનો માનજી? પોરમીહેરોઅ નોજરોમ આય બેનહુંમ રેખ કાય બોરાબોર આખાય તો તુમુંજ આખા. 20 પોન આમું તુમાંઅ આખનો નાંહ માનનારા! કેવકા, આમહાં ઈસુન નોવાય લાગે એંહડો જો-જો કોઅતા દેખ્યુહ ઓનો હીકવુઅતા ઉનાઅયોહ, તીંહીંઅ બાબોતોમ બીજહાંન આખ્યા વોગોર આમહાંન રેવાયજ નેંય.”
21 તાંહાંઅ પોંચોઅ લોકહોં આજી વાદારુ કોળોક રીતો તીંયહાંન ચેતવુણી આપી, ઓનો હાતીઅ તીંયહાંન સોળી થોવ્યા. તીંયહાંન કેકેવ સાજા કોઅનુંઅ તોજ પોંચોઅ લોકહોંન નેંય હુજ્યો. કાંહાંનકા, નોવાય લાગે એંહડો જો કામ તીંયહાં કોઅનો, તીંહીંઅ લીદો બાદે માંહેંઅ પોરમીહેરોઅ ગુણ ગાયત્ને. 22 જો માંહુંઅ ચોમોત્કારોઅ રીતો હારો વેયનો, તો માંહુંઅ ચાલીહ વોરહો કોઅતા વાદારુ ઉંમોરોઅ આથો.
વીસવાસી માંહેંઅ પોતાન હીંમોત મીલે તીંહીંઅ માટો પોરમીહેરોન ઓરોજ કોઅતેહ
23 યેહુદી ધોરમોઅ પોંચોઅહીં રેખ સુટયા કા તુરુતુજ, પીતોર ઓનો યોહાન તીંયહાંઅ આર્યોઅ વીસવાસહ્યોંઅ ટુકળ્યોમ ગોયા. ઓનો પુંજારહાં ઓનો યેહુદી વોળીલહોં તીંયહાંન જો આખનો, તો બાદો તીયો વીસવાસહ્યોંન આખ્યો. 24 તો ઉનાયન તીંયહાં બાદહાં, એક મોનો પોરમીહેરોન ઓરોજ કોઅયી, “ઓ માલીખ, જુગ ઓનો તોરતી ઓનો દોરીયુ, ઓનો તીંહમે વેઅનો બાદો તુંયોંજ બોંણાવ્યોહ. 25 તુંુયોંજ પોવીતોર આત્માઅ મારફોતો તોઅ સેવોક ઓનો આમાંઅ આગલોઅ ડાયા દાવીદોઅ મુંુયોં આખાવ્યોહ કા,
“યેહુદી સીવાયોઅ ઓણજાતીઅ માંહેંઅ પોરમીહેર માલીખોઅ વીરુદ નોકકામોજ ઝાંાજવાઅતેહ.
તીંયહાંન ખોબોર નાંહ કા, એંહડો ઝાંજવાયન કાંય ફાયદુ નાંહ.
ઓનો દેસહોંઅ લોક પોરમીહેરોઅ વીરુદ કાવોતરે કોઅતાહ.
તીંયહાંન ખોબોર નાંહ કા, એંહડે કાવોતરે કોઈન કાંય ફાયદુ નાંહ. 26 
તોરત્યોપોઅ ઓમોલ ચાનવુઅનારા રાજા,
માલીખોઅ ઓનો તીયા પોતો પોસોંદ કોઈન નીમનો ખાસ રાજાઅ વીરુદ
લોળાય કોઆંન તીયાર વેયાહ.’
27 આમહાંન ઠાવો આહાય કા, આય બાદો હાચોજ આહાય, કેવકા ખોરેખોર એવીજ રીતો આયો સેરોમ હેરોદ ઓનો પોંતીયુ પીલાત, યેહુદી સીવાયોઅ લોક, ઓનો ઈસરાયેલ લોક, બાદા આરી મીલીન, તોઅ પોવીતોર સેવોક ઈસુ, જીયાન તુંુયોં નીમીન ખાસ રાજા બોંણાવ્યુહ, તીયાઅ વીરુદ એકઠા વેયાહ. 28 ઓનો એવ કોઈન તીંયહાં, તોઅ તાકોતો ઓનો મોરજ્યો કોઈન તુંયોં પેલ્લાઅ જો નોકકી કોઅનો તો બાદો પુરો કોઅયો. 29 ઓનો આમુ ઓ માલીખ, યેહુદી પોંચોઅ માંહાંહાં, તોઅ સેવોકહોંન જે ધોમકયા આપ્યાહ તે તું ઉનાઅ, ઓનો લોકહોંન તોઅ હારી ગોઠ જાહેર કોઆંન તીયો સેવોકહોંન મોડી હીંમોત પુરી પાળ! 30 ઓનો માંદહાંન હારે કોઅનારી તોઅ તાકોત મોકની આપ! ઓનો તોઅ પોવીતોર સેવોક ઈસુઅ સોતો કોઈન માંદહાંન હારે કોઆંન, ઓનો નોવાય લાગે એંહડે કામે કોઆંન, તોઅ સેવોકહોંન મોદોદ કોઅ!
31 એવ તીંયહાં પોરમીહેરોન ઓરોજ કોઆંન પુરો કોઅયો તાંહાંઅ, જીયો કોઅમે તે એકઠે વેયને તો કોઅ આની ઉઠયો. ઓનો તે બાદે પોવીતોર આત્માઅ પુરો કાબુમ આલે, ઓનો હીંમોત રાખીન પોરમીહેરોઅ ગોઠ આખે ખેટયે.
વીસવાસી લોક પોતાઅ મીલકોત એક-બીજાઅરી વાઅટીન વાપરુઅતાહ
32 ઈસુપોઅ વીસવાહ રાખનારહાંઅ મોંડોળો વેઅને બાદે માંહેંઅ એક મોનોઅ, નો એક જીવોઅ વેયન રેત્ને. તીંયહાં વેઅનો કોડો બી મીલકોતોઅ બાબોતોમ માંઅ-તોઅ એંહડો નોખો રાખતો. તીંયહાંપોઅ જોબી વેય, તો એક-બીજાઅરી વાઅટુઅત્ને. 33 માલીખોઅ ખાસ ખોબર્યોહોં, મોડયો તાકોતો કોઈન સાક્સી આપી કા, માલીખ ઈસુ જીવતુ ઉઠ્યુહ. ઓનો તીંયહાં બાદહાંપોઅ પોરમીહેરો ભારી મેરબાની કોઅયી. 35 મોંડોળોમ એંહડો એક બી માંહુંઅ નોખો કા, જીયાન કોન્યો બી ચીજીઅ ખોટ પોળી વેય. કાંહાંનકા, જીંયહાં-જીંયહાંપોઅ જોમીન કા કોએ આથે, તીંહમે વેઅને થોળેક માંહેંઅ તે વેચી દેત્ને. ઓનો તીંહીંઅ જે પોયસા ઉબજુઅત્ના, તે દાવીન માલીખોઅ ખાસ ખોબર્યોહોંન હોપી દેત્ને. ઓનો તે ખોબરી તે પોયસા મોંડોળોઅ દોરેક માંહાંઅન તીયાઅ જુરુલો પોરમાણો વાઅટી આપત્ના. 37 દાખલા તોરીકો, યોસેફ નામોઅ એક માંઅહાં પોતાઅ ખેત વેચ્યો; ઓનો તીંહીંઅ જે પોયસા ઉબજ્યા, તે દાવીન માલીખોઅ ખાસ ખોબર્યોહોંન હોપી દેદા. તીંયહાં તીયાઅ નામ બારનાબા પાળનો. તીયો નામોઅ ઓર્થુ “ઉર ચોળવુઅનારુ” આહાય. બારનાબા લેવ્યોઅ કુળોમ જોલ્મુઅનું ઓનો તો સીપરુ બેટો વેઅનું આથુ.