12
એક થેઅ ઓનો એક મોડુ ઓજગોર
1 હાતીઅ માંયોં જુગીમ નોવોજ જાતીઅ એખું કાંય દેખ્યો. એટલે કા, એક એંહડી થેઅ દેખી કા, જીયોઅ દેખાવ ઓનો પોતળે દીહોઅ ચોંણીઅ ગાંઉં ચોમકુઅતે આથે. તીયો થેઈઅ પાગહોંઅ થુળ ચાંદ આથુ. ઓનો તીયોઅ મુનકાપોઅ બાર તારહાંઅ બોંણાવનું મુંગોટ આથુ. 2 તીયો થેઈઅ મોયના આથા. તે સુટી વેઆંન તીયાર્યોમ આથી, ઓનો સુટી વેઆંન દુખોઅ લીદો તે જોરપોઅ રોળત્ની.
3 તાંહાંઅ ઓચીંતોજ માંયોં નોવોજ જાતીઅ બીજો એખું કાંય દેખ્યો. એટલે કા, માંયોં રાતો રોંગોઅ એક મોડુ ઓજગોર દેખ્યુ. તીયો ઓજગોરોઅ હાંત મુનકે ઓનો દોહ હીંગે આથે. ઓનો દોરેક મુનકાપોઅ રાજાઅ મુંગોટ આથુ. 4 તીયો ઓજગોરો પોતાઅ ફુચળ્યો કોઈન જુગી વેઅના તીજો ભાગોઅ તારા ઝોળપીન તોરત્યોપોઅ તોળી પાળ્યા. તો ઓજગોર, સુટી વેઆંન તીયાર્યોમ આથી તીયો થેઈઅ આગલાઅ જાયન ઉબુ રેયુ, ઈંહીંઅ ખાતોર કા, તે થેઅ સુટી વેય કા તુરુતુજ, તો તીયોઅ પોયરાન ખાય જાય.
5 હાતીઅ તીયો થેઈ એંહડો એક પોયોરોન જોલ્મો આપ્યો કા, જો બાદો દેસહોંઅ લોકહોંપોઅ, જાણે કા, નોળાઅ નાકળી કોઈન રાજ કોઅતુ વેય તેવ પુર્યો સોત્તા કોઈન રાજ કોઈઅ. પોન તીયો પોયોરોઅ જોલ્મો વેયો તાંહાંઅ, પોરમીહેરો તીયાન તીયો ઓજગોરોઅ આથોમ રેખ પાળાવી નેદુ, ઓનો તીયાન પોતાઅરી નેઅ ગોયુ, ઈંહીંઅ ખાતોર કા, તો પોયોર પોતાઅ ગાદયોપોઅ બોહીન રાજ કોએ. 6 ઓનો તે થેઅ ઉજળોમ નાહી ગોયી. તાંહીં દેવદુત બારહો નો સાંયઠ દીહ લોગોઅ તીયોઅ દેખરેખ રાખે એંહડુ એક જાગુ પોરમીહેરો તીયાઅ દુતહોંઅ મારફોતો તીયાર કોઈ થોવનું.
7 હાતીઅ હોરગોમ લોળાય વેયી. મીખાયેલ ઓનો તીયાઅ આથોઅ એઠરાઅ દેવદુત તીયો મોડો ઓજગોરોઅરી, ઓનો તીયાઅ આથોઅ એઠરોઅ દુતહોંઅરી લોળ્યા. ઓનો તો ઓજગોર ઓનો તીયાઅ આથોઅ એઠરાઅ દુત બી મીખાયેલ ઓનો તીયાઅ આથોઅ એઠરોઅ દુતહોંઅરી લોળ્યા. 8 પોન તો ઓજગોર હારી ગોયુ તીંહીંઅ લીદો, તીયાન ઓનો તીયાઅ આથોઅ એઠરોઅ દુતહોંન હોરગોમ રેયા કોઆંન હોકુજ નેંય રેયુ. 9 મીખાયેલો ઓનો તીયાઅ આથોઅ એઠરોઅ દેવદુતહોં તીયો મોડો ઓજગોરોન હોરગોમ રેખ એઠા ટાકી દેદુ. તો ઓજગોર તા જુનો જોમાનાઅ હોલુ તો હાપ આહાય, જો ભારી ખારાબ સેતાન આખાઅહે. તોરત્યોપોઅરો બાદો લોકહોંન સેતરુઅનારુ તોજ આહાય. મીખાયેલો ઓનો તીયાઅ આથોઅ એઠરોઅ દુતહોં તીયાન તોરત્યોપોઅ ટાકી દેદુ, ઓનો તીયાઅરી તીયાઅ દુતહોંન બી તીંયહાં તોરત્યોપોઅ ટાકી દેદા.
10 હાતીઅ માંય હોરગોમ એખહુંન જોરપોઅ બોમનીન એવ આખતા ઉનાઅયુ, “આમુ આપોઅ પોરમીહેરો તીયાઅ તાકોતો કોઈન પોતાઅ લોકહોંન બોચાવી નેદાહ. ઓનો તો બાદો લોકહોંપોઅ રાજ કોએહ. ઓનો આમુ તીયા નીમનો રાજાપોઅ, બાદો લોકહોંપોઅ રાજ કોઆંન સોત્તા આહાય, કેવકા, આપોઅ આર્યોઅ વીસવાસહ્યોંપોઅ દોસ થોવનારાન, પોરમીહેરો હોરગોમ રેખ ફેટ ટાક્યુહ. તીંયહાં જે પાપી કામે કોઅયેહ તે, રાત-દીહ પોરમીહેરોઅ આગલાઅ આખનારુ ઓ ઓજગોરુજ આહાય. 11 જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તો પોતાઅ નોય પાળીન મોઅયુ, ઓનો તીંયહાંઅ પાપ માફ કોઅયા તીંહીંપોઅ તીંયહાં વીસવાહ કોઅયુ, તીંહીં કોઈન ઓનો તીયો ખ્રીસ્તોઅ બાબોતોઅ ગોઠ તીંયહાં બીજહાંન આખી તીંહીં કોઈન, તીયો આપોઅ આર્યોઅ વીસવાસહ્યોં, તીયો સેતાનોન હારાવ્યુહ. ખ્રીસ્તોઅ બાબોતોઅ ગોઠ આખાઅન માટો, તે મોઆંન બી ખાચાઅયા નાંહ. 12 તીંહીંઅ લીદો, હોરગોમ રેનારો ઓ બાદો દેવદુતહોં, તુમું આનાન કોઆ! પોન આખ્યો તોરત્યોપોઅ રેનારો ઓ લોકહોં, ભારી મોડયા આફોતી તુમાંપોઅ પોળીઅ. કેવકા, સેતાન તુમાંઅહીં ઉતરી આલુહ, ઓનો તીયાન ખોબોર આહાય કા, તીયાપોઅ કામ કોઆંન સોમોય ટુકુ આહાય. તીંહીંઅ લીદો, તો ભારી ઝાંજવાયન કામ કોએહ.” 13 જેંહડામ તીયો મોડો ઓજગોરોન ખોબોર પોળી કા, દેવદુતહોં તીયાન તોરત્યોપોઅ ફેટ ટાક્યુહ, તાંહાંઅ તો તીયો પોયોરોન જોલ્મો આપનાર્યો થેઈન તેઆંન ઓળી લાગ્યુ. 14 પોન એક દેવદુતો તીયો થેઈન મોડો ગુરોળફાકોઅ બેન ફાકળ્યા આપ્યા, ઈંહીંઅ ખાતોર કા, તે ઉજળોમ તીયોઅ માટો પોરમીહેરો તીયાર કોઅનો જાગો ઉડીન નાહી જાય ઓનો તીંહીંઅ પોરીણામો, તો હાપ તીયોઅહીં લોગોઅ પોચી નેંય સેકે, ઓનો તાંહીં દેવદુત તીયોન હાળા તીન વોરહે પોહે નો પાલે.
15 હાતીઅ તીયો હાપો પોતાઅ મુંયોંમ રેખ, એક ખાડયોઅ ઓત્તો પાંઈં તે થેઅ આથી તીયો વેલ સોળ્યો, ઈંહીંઅ ખાતોર કા, તે થેઅ તીયો પાંઅયોંમ તાણાય જાય. 16 પોન જોમીનોમ ફાટ પોળી, નો મોડો ઓજગોરો સોળનો ખાડયોઅ પાંઈં તીંહમેઅ ઉતરી ગોયો, જાણે કા તો બાદો પાંઈં જોમીન પી ગોયી. એવ કોઈન જોમીનો તીયો થેઈન મોદોદ કોઅયી. 17 તાંહાંઅ તો મોડુ ઓજગોર તીયો થેઈપોઅ ભારી ઝાંજવાઅયુ. એટલે, તો તીયો થેઈઅ બીજો વોસ્તારોઅ ગાંઉં જે લોક આથા, તીંયહાંઅરી લોળાઅન ગોયુ. તે લોક, એટલે, પોરમીહેરોઅ હુકોમહોં પોરમાણો ચાનનારા, ઓનો ઈસુઅ બાબોતોમ બીજો લોકહોંન આખનારા લોક આહાય. 18 તો મોડુ ઓજગોર મોડો દોરીયાઅ તોળીપોઅર્યો રેટયોમ ઉબુ રેયુ.