9
પાચમુ દેવદુત પોતાઅ પીપારુ વાગવેહ
1 હાતીઅ પાચમો દેવદુતો પોતાઅ પીપારુ વાગવ્યુ તાંહાંઅ, માંયોં એક ખારાબ દુતોન દેખ્યુ. તો દુત જુગીમ રેખ તોરત્યોપોઅ ટુટી પોળનો એક તારાઅ ગાંઉં આથુ. તીયો દુતોન તોલ્યા વોગોરોઅ ખાડાઅ મુવાલાઅ કુચી આપાઅયી. 2 તીયો દુતો તોલ્યા વોગોરોઅ ખાડાઅ મુવાલો ઉગાળ્યો. તીંહીંઅ પોરીણામો, તીયો ખાડામ રેખ મોડયો દોવાળીમ રેખ નીંગતુ વેય એંહડુ ભારી તુમાણું નીંગ્યુ. તીયો તુમાણા કોઈન દીહોઅ ઉજવોળ ઓનો હોવામાન એકદોમ આંદારો વેઅ ગોયો. 3 તીયો તુમાણામ રેખ ટીડે તોરત્યોપોઅ ઉડી આલે. પોરમીહેરો તીંયહાંન લોકહોંન ચાવાઅન વીચહ્યોંઅ ગાંઉં તાકોત આપી. 4 પોરમીહેરો તીયો ટીડહાંન એવ આખ્યો, તે તોરત્યોપોઅરો ચારાઅન કા કોય બી ચાળ-બાટોન નુકસાન નેંય કોએ, પોન જીયો લોકહોંઅ નીંડહાંપોઅ તે પોરમીહેરોઅ લોક આહાય તો દેખાવનારી નીસાણી નાંહ, તીંયહાંન ઓતાહજ નુકસાન કોએ. 5 પોરમીહેરો તીયો ટીડહાંન તીયો લોકહોંન માઈ ટાકાઅન સુટ નોખી આપી, પોન તીયા તીંયહાંન પાંચ મોયના લોગોઅ તીયો લોકહોંન રીબાવાઅન સુટ આપની. તે લોકહોંન રીબાવે તેંહડામ જો દુખ વેત્નો તો, વીચીઅ ચાવેહ તેંહડામ જેવ રેણ્યા ટાકેહ તેંહડો આથો. 6 તીયો ટીડહાંન ખારાબ લોકહોંન રીબાવાઅન સુટ આપાઅહે તીયો પાંચ મોયનાઅ સોમોયોમ, તીયો લોકહોંન ઓત્તો ખારાબ દુખ વેઈ કા, તે મોત માગીઅ પોન તો તીંયહાંન નેંય મીલે. તે મોઆંન હોદીઅ પોન તે મોઈ નેંય સેકે.
7 તે ટીડે લોળાયોઅ માટો તીયાર વેયનો કોળહાંઅ ગાંઉં દેખાઅત્ને. ઓનો તીંયહાંઅ મુનકાહાંપોઅ હોનાઅ મુંગોટોઅ ગાંઉં એખું કાંય આથો. ઓનો તીંયહાંઅ મુખે માંહાંહાંઅ મુખહોંઅ ગાંઉં આથે. 8 તીંયહાંઅ કેંહેં થેઅહીંઅ કેંહાંહાંઅ ગાંઉં લાંબે આથે. તીંયહાંઅ દાત સીંહ-વાગહોંઅ દાતહોંઅ ગાંઉં મોજબુત આથા. 9 તીંયહાંઅ સાત્યોપોઅ બોકતોરે આથે કા જે નોળાઅ બોંણાવનો બોકતોરહોંઅ ગાંઉં આથે. તે ઉડત્ને તાંહાંઅ તીંયહાંઅ ફાકળ્યોહોંમ રેખ એંહડુ ઓવાજ આવત્નું કા, જો ઘોણા કોળા જુપીન લોળાયોમ ભારી સાટો દોળી જાનારો ટાંગહાંઅ ગાંઉં આથુ. 10 તીંયહાંઅ સેમટયા વીચહ્યોંઅ સેમટયોહોંઅ ગાંઉં આથ્યા. તીયો સેમટયોહોં કોઈન તે લોકહોંન ચાવત્ને. લોકહોંન પાંચ મોયના લોગોઅ રીબાવી સેકે એંહડી ગોતી તીંયહાંઅ સેમટયોહોંમ આથી. 11 તોલ્યા વોગોરોઅ ખાડાઅ દુતુજ તીયો ટીડહાંઅ રાજા આહાય. તીયાઅ નામ હીબરુ બોન્યોમ “આબાદદોન” આહાય. ઓનો ગીરીક ભાસામ તીયાઅ નામ “આપોલ્યોન” આહાય. ઈયો બેનું નામહોંઅ ઓર્થુ “નાસ કોઅનારુ” આહાય.
12 તેજ પોયનામ-પોયનીઅ મોડી આફોત આથી. હેઆ! બીજ્યા બેન આફોતી આજી આવનાયાર્ આહાય.
સોઠઠુ દુત પોતાઅ પીપારુ વાગવેહ
13 હાતીઅ સોઠ્ઠો દેવદુતો પોતાઅ પીપારુ વાગવ્યુ. તાંહાંઅ પોરમીહેરોઅ આગલાઅ જે હોનાઅ વેદી આથી તીયોઅ ચારુ ખુણહોં રેખ એખહુંન બોનતા માંય ઉનાઅયુ. 14 તીયા તીયો પીપારાવાલો સોઠ્ઠો દેવદુતોન આખ્યો, “મોડયો ખાડયો યુફરેટીસોઅહીં માંયોં જીયો ચાર દેવદુતહોંન બાંદી થોવ્યાહ, તીંયહાંન સોળી થોવ!” 15 તાંહાંઅ તીયો દેવદુતો તીયો ચાર દુતહોંન સોળી થોવ્યા. તીયો દુતહોંન પોરમીહેરો તીયો વોરહોઅ, તીયો મોયનાઅ, તીયો દીહોઅ, ઓનો તીયો ખાસ નોક્કી કોઅન્યો ઘેળ્યોઅ માટોજ તીયાર રાખના. તીયો દેવદુતો તીંયહાંન ઈંહીંઅ ખાતોર સોળી થોવના કા, તે તીંયહાંઅ કોળહાંપોઅ સાવારી કોઅનારો લોસકોરો કોઈન ખારાબ લોકહોંઅ તીજો ભાગોન માઈ ટાકે. 16 તીયો કોળાપોઅ સાવારી કોઅનારો લોસકોરોઅ આકળુ એખહું માંન જાણાવ્યુ. તો આકળુ વીહ કોરોળોઅ આથુ.
17 જે કોળા ઓનો તીંયહાંપોઅરા સાવાર આથા, તે માંન દોરસોનોમ આંહડા દેખાઅત્ના: સાવારહોંઅ સાત્યોપોઅ પોવને બોકતોરે આગીઅ ગાંઉં રાતે-ચુલ ઓનો તુમાણાઅ ગાંઉં જાંબલ્યે, ઓનો ગોંદરોખોઅ ગાંઉં પીવલે આથે. તીયો કોળહાંઅ મુનકે સીંહ-વાગહોંઅ મુનકાહાંઅ ગાંઉં આથે. તીંયહાંઅ મુંયહોંમ રેખ આગ, ઓનો તુમાણું, ઓનો બોલતો ગોંદરોખોઅ ઝાલી નીંગત્ન્યા. 18 તીયો તીનું ચીજહીં, એટલે કા, કોળહાંઅ મુંયહોંમ રેખ નીંગત્ની તીયો આગી, ઓનો તુમાણા, ઓનો બોલત્યો ગોંદરોખો, ખારાબ લોકહોંઅ તીજો ભાગોન માઈ ટાક્યુ. 19 ખારાબ લોકહોંન માઈ ટાકનારી તાકોત તીયો કોળહાંઅ મુંયહોંમ ઓનો ફુચળ્યોહોંમ આથી. તીંયહાંઅ ફુચળ્યા હાપળાહાંઅ મુનકાહાંઅ ગાંઉં મુનકાલ્યા આથ્યા. ઓનો તીંયહોં કોઈન તે લોકહોંન નુકસાન કોઅત્ના.
20 તેબી, આય બાદયો આફોતહીંમ રેખ બોચીન જીવતા રેયનો લોકહોં પોતાઅ ખોટો કામહોંઅ લીદો દુખી વેયન તે સોળી નેંય દેદે. એટલે કા, તીંયહાં પોતાઅ બોંેણાવન્યો મુરત્યોહોંઅ પુંજા કોઆંન નેંય સોળ્યો. ઓનો તીંયહાં પુતહોંઅ ઓનો હેઈ નેંય સેકે કા ઉનાય નેંય સેકે કા ચાની નેંય સેકે એંહડ્યો હોનાઅ, ચાંદયોઅ, કાંહાંઅ, ઢોગળાઅ, કા નાકળાઅ મુરત્યોહોંઅ પુંજા કોઆંન ચાલુજ રાખ્યો. 21 ઓનો લોકહોંઅ ખુન કોઆંન કા મેલી વીદયાઅ કામે કોઆંન કા બીજે ખારાબ કામે કોઆંન કા ચોરી કોઆંન તીંયહાં નેંય સોળ્યો.