યોહાનોઅ બીજો કાગોલ
1
સાલામોઅ ગોઠ
1 માંય, વોળીલહોંઅ વોળીલ યોહાન, પોરમીહેરો પોસોંદ કોઅનો મોંડોળો વેઅનો તુમહાંન બાદહાંન આય કાગોલ લેખોંહ. તુમાંપોઅ માંય હાચ્યો રીતો માયા રાખોંહ! માંય એખનુંજ તુમાંપોઅ માયા રાખોંહ એવ નાંહ, પોન ઈસુ ખ્રીસ્તો હીકવુઅની હાચી ગોઠ જાંઅનારે ઓનો માનનારે બાદે માંહેંઅ બી તુમાંપોઅ માયા રાખતેહ! 2 આપુ બાદે પોરમીહેરોઅ હાચી ગોઠ માનતેહ, ઓનો તે આપુ કાયોમ માનતે રેહું! 3 પોરમીહેર બાહકુ ઓનો ઈસુ ખ્રીસ્ત, જો ઈયો પોરમીહેર બાહકાઅ પોયોર આહાય તો, તે બેનું આપોપોઅ મેરબાની ઓનો દાયા કોઅતા રેઈ, ઓનો આપહોંન સાંતી આપતા રેઈ. કેવકા, આપુ તીંયહાંપોઅ માયા રાખતેહ ઓનો તીંયહાંઅ હાચી ગોઠ માનતેહ.
હાચ્યો ગોઠી પોરમાણો એક-બીજાપોઅ માયા રાખા!
4 તુમહાં વેઅને થોળેક માંહેંઅ પોરમીહેરોઅ હાચ્યો ગોઠી પોરમાણો વોરતુઅતેહ તો જાંઈંન, માંય ભારી ખુસ આહાય. જેવ વોરતાઅન પોરમીહેર બાહકા આપહોંન હુકોમ કોઅયુહ, તેવુજ તુમું વોરતુઅતેહ.
5 ઓનો આમુ મોંડોળો વેઅનો મેરાલહાં, તુમું કાંયક કોઆ એંહડી માંય ઓરોજ કોઓંહ. તુમું કાંયક નોવો કામ કોઆ એંહડુ હુકોમ કોઆંન માટો માંય આય નાંહ લેખતુ. પોન ઉલટો, પોરમીહેરોઅ હાચી ગોઠ માનાઅન આપહોં ચાલુ કોઅનો તેંહડામ તીયા આપહોંન જો કોઆંન હુકોમ કોઅનું, તો તુમું કોઅતે રેયા એંહડુ હુકોમ કોઆંન માંય આય લેખોંહ. તીયા જો હુકોમ કોઅનું તો તા આય આહાય કા, આપુ એક-બીજાપોઅ માયા રાખજી! 6 પોરમીહેર આપહોંન જે હુકોમ આપેહ તીંયહાં પોરમાણો જેંહડામ આપુ ચાનજી તેંહડામુજ આપુ આખી સેકજી કા, આપુ પોરમીહેરોપોઅ ખોરેખોર માયા રાખતેહ. ંપોરમીહેરોઅ હાચી ગોઠ માનાઅન ચાલુ કોઅનો તેંહડામ તુમહાં ઈંજ ઉનાઅનો.
7 બીજહાંન સેતરુઅનારા ઘોણા લોક તુમાંઅ મોંડોળોમ રેખ નીંગીન આમુ તુમાંઅ વીસ્તારોઅ બીજો લોકહોંમ ફેલાય ગોયાહ. “ઈસુ ખ્રીસ્ત માંહુંઅ બોંણ્યુહ” એવ નેંય માનનારા લોક એજ આહાય. બીજો લોકહોંન સેતરુઅનારા, ઓનો ખ્રીસ્તોઅ બાબોતોમ આપુ જો હીકવુઅતાહ તીંહીંઅ વીરુદ કોઅનારા બી એજ લોક આહાય. 8 તીંહીંઅ લીદો, આય ગુરુ લોક તુમહાંન નેંય સેતરે તીંહીંઅ કાલજી રાખજા! જો તે તુમહાંન સેતરે તા, જીયો ઈનામોઅ માટો આમું તુમાંઅરી મીલીન મેનોત કોઅતાહ, તો ઈનામ તુમું ગુમાવી દેહા, ઓનો પોરમીહેરોઅરી કાયોમોઅ માટો જોળાઅને રેઆંન તો પુરો ઈનામ તુમહાંન નેંય મીલે. 9 જો કોડો બી ખ્રીસ્તો આપનો ઉપદેસોન બેદલી ટાકેહ ઓનો ખ્રીસ્તો આપનું ઉપદેસ માનતો નાંહ રેતો તા, તો માંહુંઅ પોરમીહેરોઅરી જોળાઅનો નાંહ રેતો એવ માનનુંઅ. પોન જો કોડો બી ખ્રીસ્તો આપનું ઉપદેસ માનતો રેહે તા, તો માંહુંઅ પોરમીહેર બાહકાઅરી ઓનો તીયાઅ પોયોરોઅરી જોળાઅનો રેહે એવ માનનુંઅ. 10 ખ્રીસ્તો જો હીકવુઅનો તો નેંય, પોન બીજો હીકવુઅનારો કોડો બી તુમાંઅહીં આવે તા, તીયાન તુમાંઅ કોઅહોંમ મા આવકારતે! ઓનો કોય બી રીતો તીયાન સાલામ આપીન તીયાન ઉફ બી મા આપતે! 11 ઈયાદ રાખજા કા, જો તુમું તીયાઅરી ખાસ સોબોંદ રાખહા તા, તો જો ખારાબ કામ કોએહ તીંહીંઅ માટો પોરમીહેર તીયાઅરી-આરી તુમહાંન બી સીકસા કોઈઅ.
ખાનગી નોંદ