4
ઝુટો ઉપદેસહોંઅ બાબોતોમ ચેતવુણી
1 મેરાલો દોસ્તારહોં, પોતાન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારા એવ ઝુટ્યો રીતો આખાવનારા ઘોણા દુન્યાઅ લોકહોંન ઝુટી ગોઠ હીકવાઅન નીંગ્યાહ. તીંહીંઅ લીદો, “પોવીતોર આત્માજ આય ગોઠ માંન આપી” એવ આખાવનારો કોડાઅ બી દોરેક ગોઠ માની નોખે નેતે! પોન ઉલટો, તો ઉપદેસ પોરમીહેરોપોઅ રેખ આલુહ કા નાંહ તો જાંઆંન ખાતોર તીયો ઉપદેસોન પારખી હેઅજા! 2 પોરમીહેરોપોઅ રેખ આલનો ઉપદેસોન આપુ એવ કોઈન પારખી સેકજી: “ઈસુ ખ્રીસ્ત આપોઅ ગાંઉં માંહુંઅ બોંણાઅન પોરમીહેરોઅહીં રેખ આલનું” એવ જોબી માંહુંઅ કોબુલ કોએહ, તીયાઅ ઉપદેસ પોરમીહેરોપોઅ રેખ આલુહ એવ માનનુંઅ. 3 પોન જે લોક ઈસુઅ બાબોતોમ તેવ નાંહ કોબુલ કોઅતા, તીંયહાંઅ ઉપદેસ પોરમીહેરોપોઅ રેખ નાંહ આલુ, પોન બીજો લોકહોં કોઅતા ખ્રીસ્તોઅ વાદારુ વીરુદ કોઅનારાપોઅ રેખ આલુહ એવ માનનુંઅ. તુમહાં ઉનાઅયોહ કા, તેંહડા લોક આવનારા આહાય. આમુ બી તે લોક દુન્યામ આહાયજ. 4 પોન માંઅ આત્મીક પોયરાહાં, તુમું તા પોરમીહેરોઅ આહાય. ઓનો તીયો લોકહોંઅ ઉપદેસ તુમહાં નાંહ માન્યા. કાંહાંનકા, તુમાંઅ મોનહોંમ વોહતી કોઅનારુ પોરમીહેરોઅ આત્મા, સેતાનો કોઅતા, એટલે કા, પોરમીહેરોઅ વીરુદ કોઅનારો લોકહોંમ રેનારો આત્મા કોઅતા, મોડુ આહાય. 5 ઝુટુ ઉપદેસ આપનારા તે લોક ખ્રીસ્તોન નેંય માનનારો માંહાંહાં વેઅના આહાય. તીંહીંઅ લીદો, ખ્રીસ્તોન નેંય માનનારે માંહેંઅ જે ગોઠી ઉનાઆંન માગતેહ, તેજ ગોઠી તે હીકવુઅતાહ. ઓનો તીંહીંઅજ લીદો, ખ્રીસ્તોન નેંય માનનારે તે માંહેંઅ તીયો લોકહોંઅ ગોઠી ઉનાઅતેહ. 6 પોન આમું તા પોરમીહેરોઅ આહાય. તીંહીંઅ લીદો, જે માંહેંઅ પોરમીહેરોન ઓઅખુઅતેહ, તે આમાંઅ ગોઠ ઉનાઅતેહ. પોન જે માંહેંઅ પોરમીહેરોઅ નાંહ, તે આમાંઅ ગોઠ નાંહ ઉનાઅતે. ઈંહીંપોઅ રેખ આપુ જાંઈં સેક્તેહ કા, હાચા ઉપદેસ આપનારા કોડા આહાય ઓનો ઝુટા ઉપદેસ આપનારા કોડા આહાય.
પોરમીહેર માયાલુ સોબાવોઅ આહાય
12 કોડા બી પોરમીહેરોન કોય વોખોત બી નાંહ દેખ્યુ. તેબી, જો આપુ એક-બીજાપોઅ માયા રાખજી તા, તીંહીં કોઈન આપુ ઈં દેખાવતેહ કા, પોરમીહેરોઅ ગુણ આપહોંમ આહાય, ઓનો પોરમીહેરોઅ ઈરાદા પોરમાણોજ આપુ બીજહાંપોઅ માયા રાખતેહ. 13 પોરમીહેરો પોતાઅ પોવીતોર આત્મા આપહોંન આપ્યુહ. ઈંહીં કોઈન આપહોંન ખાતરી વેઅ સેકે કા, પોરમીહેરોઅરી આપોઅ ખાસ સોબોંદ આહાય ઓનો તીયાઅ ગુણ આપહોંમ આહાય. 14 આમહાં-માલીખોઅ ખાસ ખોબર્યોહોં પોરમીહેરોઅ પોયોરોન દેખ્યુહ, ઓનો આમું લોકહોંન આખતાહ કા, દુન્યાઅ લોકહોંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવાઅન માટો પોરમીહેર બાહકા તીયાન મોકન્યુ. 15 તીંહીંઅ લીદો, “ઈસુ પોરમીહેરોઅ પોયોર આહાય” એંહડો જો કોડો બી કોબુલ કોએ તા, ઈંહીંઅ ઓર્થુ આય આહાય કા, પોરમીહેરોઅ ગુણ તીયામ આહાય ઓનો પોરમીહેરોઅરી તીયાઅ ખાસ સોબોંદ આહાય. 16 ઓનો પોરમીહેર આપોપોઅ કોંહડી માયા રાખેહ તીંહીંઅ આપહોં ઓનુભોવ કોઅયુહ, ઓનો આપહોં વીસવાહ બી કોઅયુહ કા, તો આપોપોઅ માયા રાખેહ. તીંહીંઅ પોરીણામો, આપુ બીજહાંપોઅ માયા રાખતેહ. પોરમીહેર માયાલુ સોબાવોઅ આહાય તીંહીંઅ લીદો, જો કોડો બી પોતાઅ આર્યોઅ વીસવાસહ્યોંપોઅ માયા રાખેહ તા, તીંહીં કોઈન ઈં દેખાય આવેહ કા, પોરમીહેરોઅરી તીયાઅ ખાસ સોબોંદ આહાય, ઓનો પોરમીહેરોઅ ગુણ તીયામ આહાય. 17 પોરમીહેરોઅ ઈરાદા પોરમાણોજ આપોઅ બીજહાંપોઅ માયા રાખનુંઅ જોજવે. ઓનો જો આપુ તેવ કોઈન બીજહાંપોઅ માયા રાખજી તા, પોરમીહેર આપોઅ નીયાય કોઆંન વોખોત આવીઅ તાંહાંઅ, આપહોંન ખાતરી વેઈ કા, તીયાઅરી આપોઅ સોબોંદ આહાય. ખ્રીસ્ત જેવ વોરતુઅનું, તેવ આય દુન્યામ વોરતીન આપુ દેખાવતેહ કા, આપુ પોરમીહેરોઅ ઈરાદા પોરમાણોજ માયા રાખતેહ. 18 જો આપુ ખોરેખોર પોરમીહેરોપોઅ માયા રાખતે વેય તા, આપહોંન તીયાઅ બીખ નેંય લાગે. જો કોડો બી પોરમીહેરોપોઅ તીયાઅ ઈરાદા પોરમાણો માયા રાખેહ તા, તીયાન પોરમીહેરોઅ બીખ નેંય લાગે. પોરમીહેર આપહોંન સીકસા કોઈઅ એવ જો આપુ ધારજી તાંહાંઅજ, આપહોંન તીયાઅ બીખ લાગીઅ. તીંહીંઅ લીદો, જો કોડાન બી પોરમીહેરોઅ બીખ લાગતી વેય તા, તીંહીંઅ ઓર્થુ આય આહાય કા, તો નોક્કીજ પુર્યો રીતો પોરમીહેરોપોઅ માયા નાંહ રાખતો. 19 આપુ પોરમીહેરોપોઅ ઓનો આપોઅ આર્યોઅ વીસવાસહ્યોંપોઅ માયા રાખતેહ, કેવકા, પેલ્લાઅ પોરમીહેરો આપોપોઅ માયા રાખી. 20 તીંહીંઅ લીદો, “માંય પોરમીહેરોપોઅ માયા રાખોંહ” એવ જો કોડો બી આખે, પોન પોતાઅ આર્યોઅ વીસવાસ્યોન નોફરોત કોએ તા, તો ઝુટો બોનેહ એવ માનનુંઅ. કેવકા, પોતાન દેખાઅહે એંહડો આર્યોઅ વીસવાસ્યોપોઅ તો માયા નેંય રાખી સેકતો વેય તા, તીયાન નેંય દેખાઅનારો પોરમીહેરોપોઅ તો નોક્કીજ માયા રાખી નાંહ સેકતો. 21 ઈયાદ રાખજા કા, પોરમીહેરો આપહોંન હુકોમ કોઅયુહ કા, જો કોડો બી પોરમીહેરોપોઅ માયા રાખે તા, તીયાઅ પોતાઅ આર્યોઅ વીસવાસહ્યોંપોઅ બી માયા રાખનુંઅ જોજવે.