2
આપોઅ તોરોફ-તાંઈંન બોનનારુ ખ્રીસ્ત
1 માંઅ મેરાલો આત્મીક પોયરાહાં, તુમું પાપ મા કોઅહા તો આખાઅન માટો માંય તુમહાંન આય લેખોંહ. પોન જો એક વીસવાસી પાપ કોએ તા, પોરમીહેર તીયાન માફ કોઈઅ. કાંહાંનકા, ઈસુ ખ્રીસ્ત જો હાચુ આહાય તો, પોરમીહેરોઅ આગલાઅ આપોઅ તોરોફ-તાંઈંન બોનીઅ. 2 ઈયાદ રાખજા કા, ઈસુ ખ્રીસ્તો આપોઅ પાપહોંઅ માફયોઅ માટો રાજી-ખુસી પોતાઅ જીવોઅ ભોગ આપ્યુ. તીંહીંઅજ લીદો પોરમીહેર આપોઅ પાપ માફ કોએહ. એખના આપોઅજ નેંય, પોન દુન્યાઅ બાદો લોકહોંઅ પાપ બી તો માફ કોઈ સેકેહ. 3 જો આપુ પોરમીહેરોઅ હુકોમ પાલજી તોજ આપહોંન ખાતરી વેઈ કા, આપુ પોરમીહેરોન ઓઅખુઅતેહ. 4 “માંય પોરમીહેરોન ઓઅખોંહ” એવ જોબી માંહુંઅ આખેહ, પોન તો પોરમીહેરોઅ હુકોમ નેંય માનતો વેય તા, તો માંહુંઅ ઝુટો આહાય, ઓનો તો પોરમીહેરોઅ હાચ્યો ગોઠી પોરમાણો નાંહ ચાનતો. 5 પોન જો એક માંહુંઅ પોરમીહેરોઅ હુકોમ માનેહ તા, એવ આખાય કા, પોરમીહેરોપોઅ આપોઅ હોકીકોતોમ જીયો રીતો માયા રાખનુંઅ જોજવે, તીયો રીતો તો તીયાપોઅ માયા રાખેહ. આપુ પોરમીહેરોઅરી જોળાઅને આહાય તીંહીંઅ આપહોંન કેકેવ ખાતરી વેઅ સેકે તો માંય તુમહાંન આખોંહ. 6 “માંય પોરમીહેરોઅરી જોળાઅનું આહાય” એવ જોબી માંહુંઅ આખેહ, તીયાઅ, ખ્રીસ્ત જેવ વોરતુઅત્નું તેવ વોરતુનુંઅ જોજવે.
7 મેરાલો દોસ્તારહોં, માંય તુમહાંન નોવુ હુકોમ નાંહ લેખતુ. ઉલટો, માંય તુમહાંન જુનું હુકોમુજ લેખોંહ. ઓ હુકોમ, તુમહાં ખ્રીસ્તોપોઅ વીસવાહ રાખાઅન ચાલુ કોઅનો તેંહડામ રેખ, તુમાંપોઅ આહાય. ઓનો જે ગોઠ તુમહાં ઉનાઅયીહ, તીયો ગોઠીઅ એક ભાગુજ ઓ હુકોમ આહાય. 8 તેબી, જો હુકોમ માંય તુમહાંન લેખોંહ તો ઓમુક રીતો નોવુ બી આહાય. તો ઈંહીંઅ લીદો નોવુ આહાય કા, ખ્રીસ્તો જો કોઅનો તો નોવો આથો ઓનો તુમું જો કોઅતેહ તો બી નોવો આહાય. કાંહાંનકા, મેલ્યો રીતો વોરતાઅન તુમું સોળી દેતે આલેહ, ઓનો તીંહીંઅ બોદલો, તુમું ખોરેખોર સોકયો રીતો વોરતુઅતે જાતેહ. તો તા આંદારામ નેંય રેતે વેય એંહડો આહાય. તીંહીંઅ બોદલો, તો એંહડો જાગો રેતે વેય એંહડો આહાય કા જાંહીં ભારી ઉજવોળ એખું વારોઅ ઉજાલો કોઅતુ રેહે. 9 ઉજવોળોમ રેનારો એક માંહાંઅ ગાંઉં, જો કોડો “માંય સોકયો રીતો વોરતોંહ” એવ આખાવેહ, ઓનો તીયોજ ઘેળી જો તો પોતાઅ આર્યોઅ વીસવાસ્યોન નોફરોત કોએ તા, તીંહીંઅ ઓર્થુ ઓ આહાય કા, તો આજી આંદારામુજ રેનારો એક માંહાંઅ ગાંઉં, આજી બી મેલ્યો રીતોજ વોરતેહ. 10 પોન જો કોડો પોતાઅ આર્યોઅ વીસવાસ્યોપોઅ માયા રાખેહ તા, તીંહીંઅ ઓર્થુ ઓ આહાય કા, તો ઉજવોળોમ રેનારો એક માંહાંઅ ગાંઉં વોરતુઅતો રેહે. બીજહાંન પાપ કોઆવે એંહડો તીયામ કાંય બી નાંહ રેતો. 11 પોન જો કોડો પોતાઅ આર્યોઅ વીસવાસ્યોન નોફરોત કોએહ તા, તીંહીંઅ ઓર્થુ ઓ આહાય કા, તો આંદારામ રેનારો એક માંહાંઅ ગાંઉં આજી બી મેલ્યો રીતોજ વોરતેહ. તીયાન ખોબોર નાંહ કા તો નોરોકોઅ વેલ જાય રેયોહ. તો આત્મીક રીતો આંદલો બોંણી ગોયોહ ઓનો આત્મીક હાચાયોઅ તીયાન ભાન નાંહ. 12 તુમું આત્મીક રીતો માંઅ પોયરે આહાય. તુમહાંન માંય ઈં લેખોંહ. ઈયાદ રાખજા કા, ખ્રીસ્તો જો કોઅયોહ તીંહીંઅ લીદો, પોરમીહેરો તુમાંઅ પાપ માફ કોઅયાહ. 13 બાહકાહાંઅ ગાંઉં તુમું આત્મીક રીતો મોડે વેયને માંહેંઅ આહાય. તુમહાંન માંય ઈં લેખોંહ. ઈયાદ રાખજા કા, જો કાયોમુજ હાયાતોમ આથુ તીયો ખ્રીસ્તોન તુમહાં ઓઅખ્યુહ. જુવાન માંહાંહાંઅ ગાંઉં તુમું આત્મીક રીતો ઉંહાલે આહાય. તુમહાંન માંય ઈં લેખોંહ. ઈયાદ રાખજા કા, ખોટો કોઅનારો સેતાનોન તુમહાં જીતી નેદુહ. 14 તો માંય ફાચુ આખોંહ: તુમહાં પોરમીહેર બાહકાન ઓઅખ્યુહ. ઓનો જો કાયોમુજ હાયાતોમ આહાય તીયો ખ્રીસ્તોન બી તુમહાં ઓઅખ્યુહ. ઓનો તુમું આત્મીક રીતો ગોત્યોવાલે આહાય. ઓનો તુમું પોરમીહેરોઅ ગોઠ માનતે રેતેહ. ઓનો ખોટો કોઅનારો સેતાનોન તુમહાં જીતી નેદુહ. આય બાદો કારોણહોંઅ લીદો માંયોં તુમહાંન ઈં લેખ્યોહ.
15 દુન્યા વેઅનો બીજો માંહાંહાંઅ ગાંઉં ખારાબ રીતો જીવાઅન તુમું મોરજી નોખે રાખતે! દુન્યા વેઅને ખારાબ માંહેંઅ જીયાન હારો ગોંણતેહ તીયાપોઅ તુમું માયા નોખે રાખતે! દુન્યાઅ બીજો માંહાંહાંઅ ગાંઉં ખારાબ રીતો જીવાઅન જો કોડો વીસવાસી મોરજી રાખેહ તા, તીંહીંઅ ઓ ઓર્થુ આહાય કા, તો પોતાઅ પોરમીહેર બાહકાપોઅ માયાજ નાંહ રાખતો. 16 ઈયાદ રાખજા કા, દુન્યાઅ માંહાંહાંઅ બાદયો ખારાબ મોરજ્યોહોં કોઈન વેનારે કામે આંહડે આહાય: માંહેંઅ પોતાઅ પાપી સોબાવોઅ લાલોચ પુરી કોઆંન મોરજી રાખતેહ. તે પોતાઅ સોરીદહોંઅ બાદો ભાગહોંન જોબી ગોમેહ તો મેલવાઅન મોરજી રાખતેહ. તે પોતાપોઅયાર્ે માલ-મીલકોતહીંઅ બાબોતોમ મોડયા-મોડયા ગોઠી કોઅતેહ. એંહડો ખારાબ જીવોન પોરમીહેર બાહકાપોઅ રેખ નાંહ આવતો! પોન ઉલટો, તો દુન્યા વેઅનો એંહડો માંહાંહાંપોઅ રેખ આવેહ કા જે પોરમીહેરોન નાંહ ઓઅખુઅતે! 17 પોરમીહેરોન નેંય ઓઅખુઅનારે માંહેંઅ ઓનો તીંયહાંઅ મોરજ્યા નાસ વેઅ જાઈ, પોન જો પોરમીહેરોઅ મોરજી પુરી કોએહ તો કાયોમ હાયાતોમ રેઈ!
ખ્રીસ્તોઅ વીરુદ કોઅનારાઅ બાબોતોમ
26 ખ્રીસ્તોઅ બાબોતોઅ જે હાચાય આહાય તીંહીંઅ બાબોતોમ જે લોક તુમહાંન સેતરાઅન માગતાહ, તીંયહાંઅ બાબોતોમ તુમહાંન ચેતવાઅન માટો માંયોં આય બાદો લેખ્યોહ. 27 તુમાંઅ બાબોતોમ આખોં તા, પોરમીહેરોઅ આત્મા, જો ખ્રીસ્તોઅ મારફોતો તુમહાંન મીલ્યુહ, તો તુમાંઅ મોનહોંમ રેહે. તીંહીંઅ લીદો, તુમહાંન નોવુ આત્મીક બોદ આપાઅન કોડાઅ બી જુરુલ નાંહ. પોરમીહેરોઅ બાબોતોમ તુમાંઅ જેબી હાચાય જાંઆંન જુરુલ આહાય, તે બાદી હાચાય તુમહાંન હીકવુઅનારુ તા, પોરમીહેરોઅ આત્મા આહાય. તો આત્મા જો હીકવેહ તો હાચોજ આહાય, ઝુટો નાંહ. તીંહીંઅ લીદો, પોરમીહેરોઅ આત્મા તુમહાંન જો હીકવ્યોહ તીંહીં પોરમાણો વોરતુઅતે રેયા!
28 માંઅ આત્મીક પોયરાહાં, ખ્રીસ્તોઅરી જોળાઅને રેયા, ઈંહીંઅ ખાતોર કા, જેંહડામ તો ફાચુ પોરગોટ વેઈ તેંહડામ તો આપહોંન તીયાઅ લોક તોરીકો માની નેઈ એંહડી આપહોંન ખાતરી વેઈ. ખ્રીસ્ત ફાચુ આવીઅ તાંહાંઅ આપુ નાજવાઅહું નેંય. 29 તુમહાંન ખોબોર આહાય કા, ખ્રીસ્ત હાચુ આહાય. તીંહીંઅ લીદો, તુમહાંન આય બી ખોબોર પોળાઅન જોજવે કા, હાચે કામે કોઅનારે બાદે પોરમીહેરોઅ આત્મીક પોયરે આહાય.