3
માલીખ ઈસુ ફાચુ આવીઅ તીંહીંઅ વોચોન
1 માંઅ મેરાલો દોસ્તારહોં, આય તુમાંપોઅ માંઅ બીજો કાગોલ આહાય. આય બાબોતી તુમહાંન ઈયાદ કોઆવીન તુમાંઅ મોનહોંમ સોકુ વીચાર જાગવાઅન માંયોં આય બેનું કાગલે લેખ્યેહ. 2 જુનો જોમાનામ પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો પોવીતોર માટહ્યોં જે ગોઠી જાહેર કોઅન્યા તે, ઓનો માલીખો નો બોચાવનારા જો હુકોમ તુમહાંન તુમાંઅ ખોબર્યોહોંઅ મારફોતો આપ્યાહ તે, તુમું ઈયાદ કોઆ. 3 ઓનો પેલ્લામ-પેલ્લાઅ તુમું આય ઈયાદ રાખા કા, સેન્નો દીહોહોંમ પોતાઅ ખારાબ મોરજ્યોહોં પોરમાણો જીવનારે માંહેંઅ તુમાંઅહીં આવીઅ. તે ખ્રીસ્ત ફાચુ આવનારુ આહાય તીયો બાબોતોમ તુમાંઅ મોસ્કુરી કોઈઅ, 4 ઓનો તુમહાંન ફુચીઅ , “તીયા ફાચુ આવાઅન વોચોન આપનો કને? તીંહીંઅ કાય વેયો? આપોઅ આગલેઅ ડાયે મોઈ ગોયે. તીંયહાંઅ જોમાના રેખ આમુ આપોઅ જોમાનામ, પોરમીહેરો દુનીયા બોંણાવની તેંહડામ જેંહડો આથો, તેંહડોજ બાદો આહાય. કાંય બી બેદલાઅયો નાંહ.” 5 તે માંહેંઅ જાંઈં-જોવીન આય હાચ્યા બાબોતી વીહરાય જાતેહ કા, ઘોણો વોખોત પેલ્લાઅ પોરમીહેરો હુકોમ કોઈન જુગ ઓનો તોરતી બોંણાવી ઓનો તીયા પાંઅયોંમ રેખ તોરત્યોન જુદી પાળી ઓનો તીયોઅ બાદયો વેલ પાંઈં રેય એંહડો ગોઠવ્યો. 6 હાતીઅ તીયા પાંઅયોં કોઈનુંજ, એટલે રેનીઅ પાંઅયોં કોઈનુંજ જુન્યો દુન્યા વેઅન્યો ચીજહીંઅ નાસ કોઅનું. 7 પોન પોરમીહેરોન નાંહ માનતે તેંહડો ખારાબ માંહાંહાંઅ નીયાય કોઈન તીંયહાંઅ નાસ કોઆંન દીહ લોગોઅ આમુયાર્ેઅ જુગીન નો તોરત્યોન આગી કોઈન બાલી ટાકાઅન ખાતોર પોરમીહેરો પોતાઅ તીયોજ હુકોમો કોઈન રાખી થોવ્યાહ.
8 પોન માંઅ મેરાલો દોસ્તારહોં આય બાબોત વીહરાય નોખે જાતે કા, પોરમીહેરોઅ નોજરોમ એક દીહોઅ નો ઓજાર વોરહોઅ કાંય ફેર નાંહ. તે બેનું તીયાઅ માટો હારકેજ આહાય. 9 ઘોણે માંહેંઅ વીચારતેહ કા, માલીખો ફાચુ આવાઅન વોચોન આપ્યોહ તો પુરો કોઆંન તો વાઅ લાગવેહ. પોન હોકીકોતોમ તેંહડો નાંહ. માલીખ ફાચુ આવાઅન વાઅ નાંહ લાગવુઅતુ. ઉલટો તો તુમાંપોઅ ધીરોજ રાખેહ. કેવકા, કોડાઅ બી આત્મીક નાસ નેંય વેય, પોન બાદે માંહેંઅ પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેય, એંહડી તીયાઅ મોરજી આહાય. 10 પોન માલીખ ફાચુ આવીઅ તો દીહ, ચોર આવે તેવ એકકાઅયોજ આવી જાઈ. તો દીહ ભારી મોડુ ઓવાજ વેઈ. તો ઓવાજ વેતાજ જુગી ઓલોપ વેઅ જાઈ નો જુગહીં વેઅન્યા ચીજી બી બોલીન નાસ વેઅ જાઈ. ઓનો તોરતી નો તીંહીંપોઅ જોબી કાંય આહાય તો બાદો બોલી જાઈ.
11 આય બાદયો ચીજહીંઅ નાસ એવ કોઈન વેનારુ આહાય તીંહીંઅ લીદો, તુમાંઅ કોંહડા બોંણાવનુંઅ જોજવે? તુમાંઅ જીવોન પોવીતોર વેઆંન જોજવે ઓનો પોરમીહેરોઅ મોરજ્યો પોરમાણો તુમાંઅ જીવનુંઅ જોજવે. 12 પોરમીહેર દુન્યાઅ નીયાય કોઈઅ તીયો દીહોઅ તુમું વાટ હેઅતેહ, ઓનો તો દીહ હોવારુ આવે તીંહીંઅ ખાતોર બોંણે તોતીહ મેનોત કોઅતેહ. તો દીહ જુગી બોલીન નાસ વેઅ જાઈ, જુગી વેઅન્યા ચીજી બી નાસ વેઅ જાઈ. તો દીહ જુગી વેઅન્યા ચીજી આગી કોઈન બોલીન નાસ વેઅ જાઈ. 13 પોન પોરમીહેરો આપહોંન આપનો વોચોનો પોરમાણો, નોવી જુગ ઓનો નોવી તોરતી આવે તીંહીંઅ આપુ વાટ હેઅતેહ. તીયો નોવ્યો દુન્યામ હાચે માંહેંઅજ રેઈ. 14 માંઅ મેરાલો દોસ્તારહોં, તુમું તીયો દીહોઅ વાટ હેઅતેહ તીંહીંઅ લીદો, પોરમીહેરોઅ નોજરોમ સોકે ઓનો કાંય બી દાગો વોગોરોઅ, ઓનો તીયાઅરી સાંત્યો વાલુ સોબોંદ રાખાઅન માટો બોંણે તોતીહ મેનોત કોઆ. 15 ઓનો બાદે માંહેંઅ બોચી જાય તીંહીંઅ ખાતોર આપોઅ માલીખ બાદો માંહાંહાંઅ માટો ધીરોજ રાખેહ તો, તુમું માની નેયા. આપોઅ મેરાલો પાવોહ પાવુલો બી, પોરમીહેરો તીયાન આપનો ગીયાનો કોઈન તુમહાંન એવુજ લેખ્યોહ.
16 તીયાઅ બાદો કાગલોહોંમ આયો બાબોતોમ તીયા એવુજ લેખ્યોહ. તીયાઅ કાગલોહોંમ થોળ્યાક ગોઠી હોમજાઅન ઓગયાર્ આહાય, ઓનો જીંયહાં ખ્રીસ્તી ઉપદેસ નાંહ હીકયા ઓનો જે વીસવાહોમ કાચે આહાય તે માંહેંઅ, જેવ તે બીજો પોવીતોર લેખાણહોંઅ ઉંદુ ઓર્થુ કોઅતેહ, તેવ પાવુલોઅ કાગલોહોંઅ બી ઉંદુ ઓર્થુ કોઅતેહ. તીંહીંઅ લીદો, નીયાયોઅ દીહ તીંયહાંઅ નાસ વેઈ.
17 પોન માંઅ મેરાલો દોસતારહોં, તુમું પેલ્લાઅ રેખ આય ગોઠ જાંઅતેહ તીંહીંઅ લીદો, ખારાબ માંહાંહાંઅ ખોટયો વાટી જાયન તુમું વીસવાહોમ રેખ પોળી નેંય જાયા તીંહીંઅ માટો ચેતીન રેયા. 18 પોન તુમું આપોઅ માલીખ ઓનો બોચાવનારો ઈસુ ખ્રીસ્તોઅ મેરબાન્યોઅ ઓનુભોવ વાદારુ નો વાદારુ કોઆ, ઓનો તીયાન વાદારુ નો વાદારુ ઓઅખા!
બાદે માંહેંઅ તીયાન આમુ નો કાયોમ મોડાય ઓનો માન આપતે રેય! આમેન.