પીતોરો લેખનો બીજો કાગોલ
1
સાલામોઅ ગોઠ
1 આપોઅ પોરમીહેર ઓનો બોચાવનારો ઈસુ ખ્રીસ્તોઅ હાચો કામોઅ લીદો, આમાંઅ ગાંઉં કીમતી વીસવાહ મેલવુઅનો લોકહોં, ઈસુ ખ્રીસ્તોઅ સેવોક ઓનો ખોબરી માંય સીમોન પીતોર તુમહાંન માંઅ સાલામ આપોંહ. 2 તુમું પોરમીહેરોઅ ઓનો આપોઅ માલીખ ઈસુઅ જો ઓનુભોવ કોઅતાહ, તીંહીં કોઈન પોરમીહેર તુમાંપોઅ વાદારુ નો વાદારુ મેરબાની કોએ, ઓનો તુમહાંન વાદારુ નો વાદારુ સુખ સાંતી આપે! 3 પોતાઅ ભારી ઉજવોળોઅ ઓનો હારામ-હારો ગુણોઅ ભાગીદાર બોંણાઅન, પોતાઅ હોરગોઅ તાકોતો કોઈન આપહોંન હાદનારો ખ્રીસ્તોઅ આપુ ઓનુભોવ કોઅતેહ. તીંહીંઅ લીદો, તીયા આપહોંન હાચો ભોક્તીભાવોઅ જીવોન જીવાઅન જોબી જુરુલ આહાય, તો બાદો પુરો પાળ્યોહ. 4 ઓનો એવ કોઈન, ઈસુ ખ્રીસ્તો આપહોંન આપનો વોચોનો પોરમાણો, તીયા આપહોંન કીમતી નો ભારી મોડા આસીરવાદ આપ્યાહ, ઈંહીંઅ ખાતોર કા, આય દુન્યા વેઅનો લોકહોંમ રેનાયાર્ે, નાસ કોઅનાર્યો ઈયો ખારાબ મોરજ્યોહોંઅ કાબુમ રેખ બોચીન, આપુ પોરમીહેરોઅ સોબાવોઅ ભાગીદાર બોંણી સેકજી. 5 ખ્રીસ્તોપોઅરુ તુમાંઅ વીસવાહ તેઈ રાખનારા તુમું, આયોજ કારોણોઅ લીદો, તીયો વીસવાહોઅરી પોતાઅ ચાલ-ચોલગોતી એકદોમ સોકયા ઓનો હાર્યા રાખાઅન, 6 ઓનો આરી-આરી પોરમીહેરોઅ મોરજી જાંઈંન ખોટાયોમ રેખ સેટો રેઆંન, નો આરી-આરી પોતાન કાબુમ રાખાઅન, ઓનો આરી-આરી દુખહોંઅ વોખોત બી ધીરોજ રાખાઅન, ઓનો આરી-આરી હાચો ભોક્તીભાવોઅ જીવોન જીવાઅન, 7 ઓનો આરી-આરી બાદો વીસવાસહ્યોંપોઅ માયા રાખાઅન, ઓનો આરી-આરી બીજો બાદો લોકહોંપોઅ માયા રાખાઅન બાદયો રીતો મોથા. 8 તુમું એવ કોઅહા ઓનો તીંહમેઅ વાદતાજ જાહા તા, તુમાંઅ જીવોનહોંમ આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ જો ઓનુભોવ તુમું કોઅતાહ, તીંહીં કોઈન તુમું ખોરેખોર પોરમીહેરોઅ ખાતોર ભારી હારે કામે કોઅનારે બોંણહા. 9 પોન જીયો વીસવાસ્યોઅ જીવોનોમ આય બાબોતી નાંહ, તો, જેવ આંદલો માંહુંઅ કાંય બી હેઈ નાંહ સેકતો તેવ, આત્મીક બાબોતહીંન જાંઈ નાંહ સેકતો, ઓનો પાહીરોઅ ચીજહીંનુંજ હેઈ સેકનારો માંહાંઅ ગાંઉં, તો દુન્યા વેઅન્યો ચીજહીંપોઅજ મોન રાખેહ, ઓનો તીયાઅ જુનો પાપહોંઅ મેલ ખ્રીસ્તો તુવી ટાક્યુહ તે બાબોત તો વીહરાય ગોયોહ. 10 તીંહીંઅ લીદો, માંઅ પાવોહ-બોંઅયોંહોં, પોરમીહેરો પોતાઅ રાજોમ આવાઅન તુમહાંન પોસોંદ કોઈન હાદયેહ, તીંહીંઅ કાયોમ ખાતરી રાખાઅન તુમું આજી વાદારુ મોથા. કાંહાંનકા એવ કોઅહા તાંહાંઅ, તુમું વીસવાહોમ રેખ કોય બી દીહ પોળી નેંય જાહા. 11 ઓનો એવ કોઈન, પોરમીહેર તુમહાંન આપોઅ માલીખ ઓનો બોચાવનારો ઈસુ ખ્રીસ્તોઅ કાયોમ ટોકનારો રાજોમ જાઆંન પુરુ હોક આપીઅ. 12 તીંહીંઅ લીદો, આય બાદયા ગોઠી તુમું પેલ્લાઅ રેખ જાંઅતેહજ, ઓનો જો હાચુ ઉપદેસ તુમહાંન મીલ્યુહ તીંહીંપોઅ તુમાંઅ વીસવાહ પાકુ આહાય. તેબી માંય આય ગોઠી તુમહાંન કાયોમુજ ઈયાદ કોઆવતુ રેહીં. 13 જાંઉં લોગોઅ માંય જીવોં તાંઉં લોગોઅ, આયો બાબોતહીંઅ તુમહાંન ઈયાદ કોઆવતા રેનુંઅ, ઓનો તીંહીં કોઈન તુમહાંન આત્મીક રીતો જાગવુનુંઅ તો માંન બોરાબોર લાગેહ. 14 કાંહાંનકા, આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તો માંન સોક્કો આખનો તીંહીં પોરમાણો, માંય હોવારુજ મોઈ જાનારુ આહાય. 15 તીંહીંઅ લીદો, માંય મોઈ જાહીં હાતીઅ બી આય બાબોતી તુમું કાયોમ ઈયાદ કોઈ સેકા તીંહીંઅ ખાતોર તુમહાંન કાંય બી સોગવોળ કોઈ આપાઅન માંય માંન બોંણે તોતોહ મોથહીં.
ખ્રીસ્તોઅ મોડાય નોજરો-નોજોર દેખની તીંહીંઅ બાબોતોમ
16 કાંહાંનકા, આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્ત ભારી તાકોત નેયન આવનારુ આહાય તે ગોઠ તુમહાંન જાહેર કોઆંન માટો ઉસ્યારી વાપરીન ઉપજાવી કાડન્યો ગાંઅયોંહોંપોઅ આમહાં આદાર નોખુ રાખ્યુ. પોન ખોરેખોર બોંણન્યો બીનહાંપોઅ આમહાં આદાર રાખનું. ખ્રીસ્તોઅ મોડાયોન આમહાં આમાંઅ ડોંઓં નોજરોજ દેખની. 17 એટલે કા,પોરમીહેરોઅ ઉજવોળ ખ્રીસ્તોપોઅ પોળતા પોરમીહેર બાહકા તીયાઅ બાબોતોમ, “ઓ માંઅ મેરાલુ પોયોર આહાય, માંય ઈયાપોઅ ભારી રાજી આહાય” એવ બોનીન તીયાન માન ઓનો મોડાય આપની તેંહડામ, આમું તાંહીંજ આથા. 18 આમું તીયાઅરી પોવીતોર ડોગોપોઅ આથા તાંહાંઅ, આમહાં હોરગોમ રેઅખુ આલનું તો ઓવાજ ઉનાઅનું.
19 ઓનો તીંહીંઅ લીદો, પોરમીહેરોઅ ગોઠ જુનો જોમાનામ જાહેર કોઅનારા આખન્યો ગોઠીમ આમહાંન આજી વાદારુ ખાતરી આહાય. તેવ તુમું બી, માલીખ ઈસુ ખ્રીસ્ત ફાચુ આવીઅ, નો જેવ ઉજાલ્યુ તારુ ઉજાલાઅરી ચોમકેહ તેવ, તુમહાંન પુરુ આત્મીક ઉજવોળ આપાઅન ખ્રીસ્તોઅ ઉજવોળ તુમાંઅ મોનહોંમ પોળીઅ તાંઉં લોગોઅ, તુમાંઅ પુરો ધીયાન તીયો ગોઠીપોઅ રાખા તે ગોઠ આંદારામ ઉજવોળ આપનારો દીવાઅ ગાંઉં આહાય. 20 બીજો બાદહાં કોઅતા, પેલ્લાઅ આય ઈયાદ રાખા કા, પોવીતોર આત્માઅ મોદોદો વોગોર કોન્નો બી માંહુંઅ પોવીતોર લેખાણહોંમ આપન્યોઅ આગાહ્યોહોંેઅ ખુલાસુ નેંય કોઈ સેકે. 21 કાંહાંનકા, કોન્ની બી આગાહી, માંહાંઅ મોરજ્યો પોરમાણો નાંહ જાહેર વેયી. પોન તે ગોઠ આખનારા માટી, પોરમીહેરોપોઅ રેખ આલની તે ગોઠ પોવીતોર આત્માઅ કાબુમ રેયન બોન્યા.